________________
પરિશિષ્ટ-૨
માટે નહીં' આવી પ્રકૃષ્ટ બુદ્ધિના, ભક્તિ વગેરેથી વિશિષ્ટ નિશ્ચય દ્વારા વિષયરૂપ બનાવવામાં આવી હોય તે ચીજ ત્યારે પ્રાજ્ઞપુરુષોએ દેવાદિદ્રવ્ય સ્વરૂપ જાણવી જોઈએ.
૨૦૫
કેસર-સુખડ વગેરે સામગ્રીના ચઢાવાથી ઉત્પન્ન થયેલ દ્રવ્ય પણ નિયમથી પ્રભુજીની ભક્તિમાં જ વા૫૨વાનો નિર્ણય હોય છે, એટલે ચઢાવા કરતી વખતે જેટલું દ્રવ્ય નિશ્ચિત થયું એ, એ જ કાળથી દેવદ્રવ્ય બની જ ચૂક્યું.
જો દેવદ્રવ્યથી જિનપૂજા થઈ શકતી ન હોય તો આ દ્રવ્યથી શી રીતે થઈ શકે ? વળી ‘સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ, દેવદ્રવ્યથી નહીં,’ આવો આગ્રહ ‘શ્રાદ્ધવિધિ’ગ્રંથના એક અધૂરા વાક્ય પરથી પકડતાં પહેલાં એ જ ગ્રંથમાં અન્યત્ર જે કહ્યું છે કે (પૃ. ૫૩) યંત્ર ૪ પ્રામા आदानादिद्रव्यागमोपायो नास्ति तत्राक्षतबल्यादिद्रव्येणैव प्रतिमाः पूज्यमाना: નિ ।
અર્થ કે જે ગામ વગેરેમાં આદાનાદિ દ્રવ્ય પ્રાપ્તિનાં સાધનો નથી
ત્યાં અક્ષત-બલિ વગેરેના (વેચાણથી પ્રાપ્ત થયેલ) દ્રવ્યથી પ્રતિમાઓ પૂજાઈ રહી છે એનો પણ વિરોધ ન થાય એ રીતે અર્થઘટન કરવું શાસ્ત્રાનુસારી કહેવાય.
શ્રાદ્ધવિધિના આ પાઠમાં, યત્ર ૬ પ્રામારી સ્વદ્રવ્યસંમવો નાસ્તિ તત્રાક્ષત...' (જે ગામ વગેરેમાં સ્વદ્રવ્યનો સંભવ નથી ત્યાં અક્ષત...) વગેરે નથી કહ્યું પણ યત્ર = પ્રામાી આવાનાવિદ્રવ્યામોપાયો નાસ્તિ.. (જે ગામ વગેરેમાં આદાનાદિ દ્રવ્યપ્રાપ્તિનો સંભવ ન હોય ત્યાં.) ઇત્યાદિ કહ્યું છે. આનાથી જણાય છે કે જ્યાં આદાનાદિ દ્રવ્યપ્રાપ્તિ સંભવિત હોય ત્યાં એ દ્રવ્યથી પૂજા કરવામાં કોઈ દોષ નથી. જ્યાં એનો સંભવ ન હોય ત્યાં નિર્માલ્ય દ્રવ્યના વેચાણથી પ્રાપ્ત થયેલ દ્રવ્યથી પૂજા થઈ શકે છે. વળી શ્રાદ્ધવિધિના આ પાઠમાં ‘આદાનાદિ’ શબ્દથી પૂજા દ્રવ્ય જણાવ્યું છે. એના અભાવમાં નિર્માલ્યદ્રવ્યથી પણ પૂજા કરવાનું જણાવ્યું છે. વળી, કલ્પિત દ્રવ્ય તો દેવસંબંધી સર્વકાર્યોમાં (એટલે કે પૂજા વગેરેમાં પણ) વાપરી શકાય છે. એમાં તો કોઈને શંકા જ નથી. ‘આમ દેવદ્રવ્યના જે ત્રણ પ્રકાર કહેવાય છે એમાંનું કોઈ દેવદ્રવ્ય એવું રહેતું નથી કે જેમાંથી જિનપૂજા વગેરે ન જ થઈ શકે. એટલે જ ઉપરોક્ત અનેક