Book Title: Dharmik Vahivat Vichar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 247
________________ ૨૪૦ ધાર્મિક વહીવટ વિચાર છે. એ બધા પાઠ વ્યક્તિગત ઉપદેશને ઉદ્દેશીને આપેલા જણાય છે. કારણકે તેમાં જિનપૂજાની જેમ જિનમંદિર, જ્ઞાન આદિની ભક્તિમાં સ્વદ્રવ્યનો વ્યય કરનાર ગૃહસ્થને શ્રાવક ધર્મનો આરાધક બની, ચારિત્ર ધર્મ વગેરેનો અધિકારી થાય છે. એમ જણાવ્યું છે. અષ્ટકજીમાં પણ ત્રીજા અષ્ટકમાં “શુદ્ધાગમેર્યથાલાભ” વગેરે શબ્દો વડે ન્યાયાર્જિત વિત્તથી થયેલી પુષ્પ પૂજાનું મહત્ત્વ વર્ણવ્યું છે. યોગશાસ્ત્ર પ્ર. ૩ લો. ૧૨૦ માં લખ્યું છે કે, "यः सद् बाह्यमनित्यं च क्षेत्रेषु न धनं वपेत् । कथं वराकश्चारित्रं दुश्वरं स समाचरेत् ॥" જે અનિત્ય એવું દ્રવ્ય પણ ક્ષેત્રને વિષે ન વાપરી શકે, તે રાંકડો દુશ્વર ચારિત્રને કેમ આચરી શકે ? એમ કહીને સ્વદ્રવ્ય વડે ક્ષેત્રભક્તિ કરવાનો ભાર મૂક્યો છે કારણ કે તે ચારિત્ર મોહનીય ખપાવવાનું પરમ GET . W.YUgniaanan.com શ્રાદ્ધવિધિ પૃ. ૪૯-૧ ‘પુખ વન્દ્રનામ: પૃ. ૧-૨ ‘ધૂમથી सुविवहेण । ' पृ. ५८-१ पूअं पि पुप्फामिरू जहासत्तीए कुज्जा । એ વગેરે પાઠો સ્વદ્રવ્ય વડે પૂજાનું સમર્થન કરે છે. એ ઉપરથી એમ લાગે છે કે, જિનપૂજારૂપી દ્રવ્યસ્તવનાં બે પ્રયોજનો છે. એક તો પરિગ્રહારંભરૂપી રોગનું ઔષધ અને બીજું સમ્યગ્દશનની નિર્મળતા. એ પ્રયોજનોને લક્ષ્યમાં રાખીને જિનપૂજાનો ઉપદેશ અપાયેલો છે. ‘સતિ વળે' એ પાઠો વડે થતો પૂજા માટે જિનદ્રવ્યનો વ્યય એ સમકિત શુદ્ધિનું અંગ છે જ. તેમાં પણ સ્વદ્રવ્ય વ્યય વડે થતી જિનપૂજા એ સમકિત અને ચારિત્ર ઉભયની શુદ્ધિનું અંગ છે. બંને પ્રકારે થતી જિનપૂજા એકાંત ફાયદાકારક છે. તેમાં દેવદ્રવ્ય ભક્ષણનો કોઈ દોષ દેખાતો નથી. વર્તમાનમાં સ્વ અથવા સાધારણદ્રવ્ય વડે અષ્ટપ્રકારી વગેરે. પૂજા કરવાનો પ્રચાર છે તે પણ શાસ્ત્રોક્ત જ છે અને તે ચાલુ રહેવો જોઈએ અને તેના બધા લાભો પ્રદર્શિત કરવા જોઈએ. મહાપૂજાદિ પણ શ્રાવકો સ્વદ્રવ્ય વડે કરે તો વિશેષ લાભ છે. પણ કરનાર ન નીકળે તો પર્વ દિવસો આદિમાં દેવના દ્રવ્ય વડે તે થાય તો શાસ્ત્ર વિહિત છે અને તેથી પણ અનેક જીવોને બોધિલાભ નો સંભવ છે. જ્યાં પૂજાના સાધારણમાં તોટો છે અને નવું ઉત્પન્ન થઈ શકે તેમ નથી ત્યાં દેવદ્રવ્ય વડે તે તોટો પુરાય તો તેમાં પણ બાધ જણાતો નથી. તેથી તેમ કરવું

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258