Book Title: Dharmik Vahivat Vichar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 245
________________ ૨૩૮ ધાર્મિક વહીવટ વિચાર કરે, તો પ્રતિમા દર્શન અને પ્રતિમા-પૂજન આદિ શુદ્ધ આલંબનો વડે સમકિતનો લાભ પામનારા થાય ખરા કે નહિ ? જો થાય તો પછી તેવા વિશિષ્ટ આલંબનમાં કે જે રીતે લોક વધુ જોડાય તે રીતે શાસ્ત્રથી અબાધિત, દેશકાળનું રૂપ કોઈ માર્ગ નીકળતો હોય તો તે કાઢવામાં હરકત શું ? આ જાતિનો આપનો અભિપ્રાય મને જચ્યો હતો. સેવક ભદ્રંકરની કોટિશઃ વંદના. પૂ. પંન્યાસજી ભદ્રંકરવિ. મ.નો | પૂજ્યપાદ પ્રેમસૂરિજી મ.સા. ઉપરનો પત્ર નં. ૨ સુરત કા, વે. ૯ પરમારાણપાદ પ્રાતઃ સ્મરણીય પરમકૃપાળુ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પુનિત ચરણારવિંદમાં સેવક ભદ્રંકરની કોટિશઃ વંદનાવલિ. આપશ્રી તરફથી મોકલાવેલ દેવદ્રવ્ય સંબંધી પાઠો તથા શ્રાદ્ધવિધિ પૃ. ૪૦ થી ૧૧૦ તથા દ્રવ્યસપ્તતિકા પૃ. ૧ થી ૨૫ સુધી જોયા છે. દર્શનશુદ્ધિ - શ્રાદ્ધદિનકૃત્ય - ઉપદેશપદ - ધર્મસંગ્રહ - શ્રાદ્ધવિધિ તથા દ્રવ્યસપ્તતિકા એ છ ગ્રંથોમાં “સતિ હિ દેવદ્રવ્ય’ એ પાઠ મળી આવે છે. તેથી દેવદ્રવ્ય વડે ચેત્યાદિ સમારચનની જેમ જિનબિંબ પૂજા સત્કાર સન્માનાદિ થઈ શકે એ બાબતમાં બધા એકમત છે. તથા સેનપ્રશ્નમાં જ્ઞાનદ્રવ્ય દેવપ્રસાદની જેમ દેવપૂજામાં પણ વાપરી શકાય એવો સ્પષ્ટ ઉલ્લેખ છે તથા ધોતિયા વગેરે દેહરે મૂક્યા હોય તો તે પણ અથવા તેના વિક્રયથી ઉત્પન્ન થયેલ પુષ્પાદિ વાપરવામાં દોષ બતાવ્યો નથી. વસુદેવ હિન્ડીનો પાઠ દ્રવ્ય સપ્તતિકા પૃ. ૨૮-૨૯ ઉપર આપ્યો છે. તેમાં ચૈત્યદ્રવ્યનો વિનાશ કરનાર જિનબિંબની પૂજા દર્શનથી આનંદિત થનારા ભવસિધ્ધિક જીવોના સમ્યગ્દર્શનથી માંડી નિર્વાણ પર્વતના લાભનો નાશ કરનારો છે એમ કહ્યું છે. તેથી પણ દેવદ્રવ્ય વડે જિનબિંબ પૂજા વિહિત હોવી જોઈએ એમ જણાઈ આવે છે. હવે દ્રવ્યસપ્તતિકા પૃ. ૧૪ તથા શ્રાદ્ધવિધિ પૃ. ૮૦-૨ માં (વદે पूजापि स्वदव्येणैव यथाशक्तिकार्या. न तु स्वगृहढौकितनैवेद्यादि विक्रयोत्थद्रव्येण

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258