Book Title: Dharmik Vahivat Vichar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 227
________________ ધાર્મિક વહીવટ વિચાર સંમેલનના ઠરાવ અંગે એટલો પ્રશ્ન ઊભો થઈ શકે છે કે સુપના વગેરેની ઉછામણીનું દ્રવ્ય કલ્પિત દેવદ્રવ્ય છે કે નહીં ? આ પ્રશ્નના સમાધાન માટે કોઈ શાસ્ત્રનો સ્પષ્ટ અક્ષરમાં આધાર મળી શકતો નથી, કેમ કે આ સુપનાની ઉછામણી વગેરે પ્રથાઓ મુખ્યતયા પાછળથી શરૂ થયેલી છે. એટલે આ પરિસ્થિતિમાં, સંવિશ ગીતાર્થ આચાર્ય ભગવંતોનો અભિપ્રાય જ આધાર બની શકે. ‘આ ઉછામણી વગેરેનું દ્રવ્ય કલ્પિત દેવદ્રવ્ય જાણવું' એવો નિર્ણય આચાર્ય ભગવંતોએ સંમેલનમાં કરેલો જ છે. ૨૨૦ જે પક્ષ ‘આ નિર્ણય અમને માન્ય નથી' એમ કહીનો આનો વિરોધ કરે છે. એ પક્ષના જ માન્ય સ્વ. આ. શ્રીરવિચન્દ્ર સૂ. મ. સાહેબે ‘કલ્યાણ’ ના જુલાઈ-ઑગસ્ટ ૧૯૮૩ ના અંકમાં ‘પ્રશ્નોત્તર વિભાગ'માં કહ્યું છે કે ‘“સુખી શ્રાવકોએ અથવા કોઈ એક વ્યક્તિ દ્વારા જિનભક્તિ નિમિત્તે જે આચરણ કરાયું હોય તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાય, જેમ અષ્ટપ્રકારી પૂજા નિમિત્તે બોલાતી ઉછામણી અથવા સ્વપ્નબોલી. આ દ્રવ્ય જિનેશ્વરદેવની ભક્તિના સર્વકાર્યમાં વપરાય.” તો હોઠા મા કલ્પિતા આ પ્રશ્નોત્તર અંગે અત્યાર સુધી ‘એમાં સ્વર્ગસ્થ આચાર્યશ્રીએ ભૂલ કરી છે - એ ઉત્તર ખોટો છે' આવી માન્યતા કે જાહેરાત નહોતાં, એ હવે એને ભૂલભરેલાં જાહેર કરી દેવાં એ શું આત્મવંચના નથી ? હવે કરાતી આવી જાહેરાતથી સુજ્ઞજનો એ પક્ષ તરફ શંકાશીલ નજરે શું જોતા નહિ થઈ જાય ? આમ સુપનાની ઉછામણી વગેરેનું દ્રવ્ય કલ્પિત દેવદ્રવ્ય છે એ વાતમાં કોઈ અસંગતિ નથી. તેમ છતાં સામો પક્ષ એ સ્વીકારવા તૈયાર ન હોવાથી, તેઓને પણ કોઈ વિરોધ ન રહે એ માટે, વિશેષ વિભાગની વિવક્ષા વગર જ, સામાન્યતયા જ, દેવદ્રવ્યમાંથી પણ કેસર-સુખડ વગેરે સામગ્રીની વ્યવસ્થા કરવી એ શાસ્ત્રનિષિદ્ધ નથી પણ વિહિત છે એનું આ લેખમાં પ્રતિપાદન કર્યું છે. જ્યારે કોઈપણ દેવદ્રવ્યમાંથી કેસર વગેરેની વ્યવસ્થાનો શાસ્ત્રકારોએ નિષેધ નથી કર્યો, ત્યારે, તથાવિધ પરિસ્થિતિમાં સુપના વગેરેની બોલીના દ્રવ્યથી એ વ્યવસ્થા કરવાના નિર્ણયને શાસ્ત્રવિરુદ્ધ ન જ કહી શકાય એ સ્પષ્ટ છે.

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258