________________
પરિશિષ્ટ-૨
૨૨૭ એટલું પ્રત્યર્પણ કરવાનું સમજવું જોઈએ. વળી દ્રવ્યસપ્તતિકાકારે ‘rૌરવાર્દસ્થાને પ્રવક્તવ્યમ્ નીર્ણોદ્ધાર નવ્યવૈત્યરા 3..' ઇત્યાદિ કહેવા દ્વારા પણ દેવદ્રવ્ય ક્ષેત્રનો જે નિર્દેશ કર્યો છે, તેનાથી પણ આ સૂચિત થાય છે” ઇત્યાદિ કલ્પનાઓ યોગ્ય નથી. એનું કારણ સ્પષ્ટ છે કે કનકાદિ ભોગાઈ ન હોવાથી વસ્ત્રાદિ કરતાં જુદાં છે એવો શ્રા. જી. વૃત્તિકારનો અભિપ્રાય નથી એ આગળ જોઈ ગયા. તેથી પ્રત્યર્પણનો જે વિધિ દેખાડ્યો છે. તેમાં ‘વસ્ત્રાદિ માં રહેલા “આદિ' શબ્દથી કનકાદિ’ નું પણ ગ્રહણ સમજી લેવું જોઈએ.
પ્રશ્ન - ‘વસ્ત્રાદિ' માં રહેલા “આદિ' શબ્દથી સુવર્ણાદિનું ગ્રહણ થઈ શકતું નથી માટે તો વૃત્તિકારે એનો પૃથર્ ઉલ્લેખ કર્યો છે. તો તમે કેમ એનું ગ્રહણ કરવાનું કહો છો ? . ઉત્તર - ‘ગતના' પદમાં રહેલ ‘આદિ’ શબ્દથી ગુરુદ્રવ્ય તરીકે જેની જેની સંભાવના હોય તેનું ગ્રહણ કરવાનું છે. એમાંથી વસ્ત્રાદિની ગુરુદ્રવ્ય તરીકે સંભાવના જેવી પ્રસિદ્ધ છે એવી કનકાદિની પ્રસિદ્ધ ન હોવાથી એ માટે એનો પૃથગુ સવિવરણ ઉલ્લેખ કર્યો છે. આ રીતે એક વાર એમાં ગુરુદ્રવ્યત્વની (કે આદિપદગ્રાહ્યત્વની) પ્રસિદ્ધિ થઈ ગઈ એટલે એ પણ ગુરુદ્રવ્યત્વેન કે ‘નર્તનાફસુ' પદ ઘટક આદિ શબ્દ ગ્રાહ્યત્વેન વસ્ત્રાદિને તુલ્ય જ બની ગયા અને તેથી પ્રત્યર્પણવિધિ અંગેના ‘વસ્ત્રાદિ’ શબ્દથી એનું પણ ગ્રહણ થવામાં કોઈ વાંધો નથી. (શ્રીતત્ત્વાર્થ સૂત્ર નં. ૨-૩૮ તેવાં પૂરું પરં સૂક્ષ્ય ના ભાગ્યમાં ‘તેvi રિફિશરીરી' આવું જે કહ્યું છે તેની વ્યાખ્યા કરતાં વૃત્તિકારે જણાવ્યું છે કે “વૈક્રિય વગેરે શરીરોની વાત પૂર્વસૂત્રમાં આવી ગઈ હોવાથી એનો પૃથર્ ઉલ્લેખ ન કરતાં ‘ઔદારિકાદિ’ એમ ‘આદિ’ શબ્દ દ્વારા ગ્રહણ કર્યું છે.”
વળી “વસ્ત્રાદૌ દેવદ્રવ્યવહુ”- “વસ્ત્રાદિમાં દેવદ્રવ્યને તુલ્ય જાણવું” આવું જે જણાવ્યું છે તેમાં તુલ્યતા કયા પ્રકારની લેવાની છે ? માત્ર પ્રત્યર્પણ રૂપે કે દેવદ્રવ્યમાં પ્રત્યેપણ રૂપે ?” દેવદ્રવ્યમાં પ્રત્યર્પણ રૂપે તુલ્યતા જો લેવાની હોય તો તે વસ્ત્રાદિના પરિભોગ અંગે પણ દેવદ્રવ્યમાં જ પ્રત્યર્પણ કરવું પડે અને તો પછી સાધુકાર્યમાં એનું પ્રત્યર્પણ કરવાની જે વાત ત્યાં જ કરી છે એનો વિરોધ થાય. માટે અહીં “પ્રત્યર્પણ”