Book Title: Dharmik Vahivat Vichar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 233
________________ ૨૨૬ ધાર્મિક વહીવટ વિચાર (૪) શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજનું દૃષ્ટાન્ન આપીને વૃત્તિકારે ‘ત્યઃિ પ્રાળ' એમ કહ્યું છે, પણ કોઈ વિધાયક શાસ્ત્રપાઠ આપીને ‘તદ્દનુસારેગ..' ઇત્યાદિ નથી કહ્યું. આનાથી જણાય છે કે શાસ્ત્રવિહિત રૂપે ઉત્સર્ગપદે સુવર્ણાદિ ગુરુદ્રવ્યરૂપ હોવાં સંભવતાં નથી, પણ ક્યારેક રાજાદિની મુગ્ધાવસ્થાદિ કારણે બનતા આવા પ્રસંગથી અપવાદ પદે એ સંભવે છે. જ્યારે વસ્ત્રાદિનું તો ઠેર ઠેર શાસ્ત્રોમાં વિધાન છે, માટે એ ઉત્સર્ગપદે ગદ્રવ્યરૂપે હોય છે. માટે આ બે વિભાગ ઔત્સર્ગિકત્વ અને આપવારિકત્વ ધર્મને આગળ ધરીને હોવું પણ સંભવિત છે. શ્રા.જી.વૃત્તિના આ અધિકાર પર ઊહાપોહ કરતાં બીજી પણ મહત્ત્વની વાતો જાણવા મળે છે. ‘સુવર્ણાદિદ્રવ્ય યતિસત્ક હોવાં શી રીતે સંભવે ? એવા સંભવિત પ્રશ્નની વૃત્તિકારના મનમાં રહેલી આશંકા, અને એવી આશંકાનું સમાધાન આપવાની એમને લાગતી આવશ્યકતા આ પણ સૂચન કરે છે કે આ વૃત્તિકારના કાળમાં પણ વસ્ત્રાદિથી જ ગુરુપૂજા પ્રચલિત હતી, પણ સુવર્ણાદિથી નહીં. જો એ પણ એવી (વસ્ત્રાદિ જેવી જ) પ્રચલિત હોત તો, જેમ ‘વસ્ત્રાદિ ગુરુસત્ય હોવાં શી રીતે સંભવે ? એવી આશંકા નથી જન્મતી તેમ ‘સુવર્ણાદિ ગુરુદ્રવ્ય તરીકે હોવાં શી રીતે સંભવે ? એવી આશંકા પણ શી રીતે ઊઠે ? વળી આવી આશંકાના સમાધાનરૂપે એમણે માત્ર દૃષ્ટાંત ટાંકી ‘રૂત્યા પ્રકાર નાપ..' ઇત્યાદિ કહ્યું છે એનાથી જણાય છે કે “સુવર્ણાદિથી ગુરુપૂજા કરવી એ શાસ્ત્રવિહિત છે.” એવું વૃત્તિકાર પણ માનતા નથી. આમ શ્રા. જી. વૃત્તિકારે વસ્ત્રાદિ અને કનકાદિને જે છૂટાં પાડ્યાં છે તે એક ભોગાઈ અને બીજું પૂજાઈ છે માટે, એવું માનવું યોગ્ય નથી એ સ્પષ્ટ થાય છે અને તેથી જ “કનકાદિ તો પૂજાઈ ગુરુદ્રવ્ય છે, ભોગાઈ નહીં. એટલે સાધુના ઉપભોગમાં-વૈયાવચ્ચમાં એ જઈ શકતું નથી. માટે એનું પ્રાયશ્ચિત્ત વસ્ત્રાદિને તુલ્ય ન હોઈ શકે. તેથી વસ્ત્રાદિમાં રહેલા રદિ' શબ્દથી કનકાદિનું ગ્રહણ થઈ શકતું નથી. માટે વસ્ત્રાદિના પ્રાયશ્ચિત્તમાં જે ગુરુકાર્યમાં એટલા દ્રવ્યનું પ્રત્યર્પણ જણાવ્યું છે તેમાં કનકાદિના પ્રાયશ્ચિત્તનો સમાવેશ થતો ન હોવાથી ઉપલક્ષણથી કનકાદિનું પ્રાયશ્ચિત્ત સમજવું જોઈએ. વળી ભોગાર્ડ તરીકે એનો નિષેધ છે. માટે એ ગુરુના ક્ષેત્રમાં તો જાય નહીં. તેથી એના કરતાં ઊંચા એવા દેવદ્રવ્યમાં

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258