________________
૨૧૦
ધાર્મિક વહીવટ વિચાર
(૪) “ભગવાનની પૂજા એ શ્રાવકનું કર્તવ્ય છે, ભગવાનને કાંઈ પોતાની પૂજાની જરૂર નથી’ એ વાતમાં કોઈ બે મત ન હોઈ શકે, કેમ કે ભગવાન વીતરાગ છે. પણ એટલા માત્રથી ‘ભગવાનની પૂજા એ ભગવાનનું કાર્ય (દેવકાર્ય) નથી’ એમ કહી શકાતું નથી, કારણ કે પૂર્વાચાર્યોએ એને સ્વશાસ્ત્રોમાં દેવકાર્ય તરીકે જણાવ્યું છે.
જુઓ ધર્મસંગ્રહ (પૃષ્ઠ - ૧૬૮).
(P) વિતાનિ વૈત્યસન્ધિયોયffણ પતનૈત્યપ્રવેશમાર્નનचैत्यभूमिप्रमार्जन-पूजोपकरणसमारचन-प्रतिमापरिकरादिनैर्मल्यापादनविशिष्टपूजा-प्रदीपादिशोभाविर्भावन..प्रभुतीनि ।
અર્થ : ચૈત્યના પ્રદેશને સાફ રાખવો, મંદિરની ભૂમિ વાળવી, પૂજાનાં ઉપકરણો સમારવાં, પ્રતિમા-પરિકર વગેરેને નિર્મળ રાખવાં, વિશિષ્ટ પૂજા કરવી, દીપક વગેરેની રોશનીથી શોભા કરવી વગેરે વગેરે ચૈત્યસંબંધી (ચૈત્યના) ઉચિત કાર્યો છે. શાળવી .00
(N)માં સેનપ્રશ્નનો જે અધિકાર આપ્યો છે એમાં પણ દેવકાર્ય તરીકે દેવની પૂજા અને મંદિર એ બંનેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
વળી ઉપર્યુક્ત અનેક શાસ્ત્રપાઠોમાં દેવદ્રવ્યવૃદ્ધિના પ્રયોજન તરીકે જિનમંદિરના જીર્ણોદ્ધારની સાથે સાથે જ જિનપૂજા વગેરે જણાવેલ છે એ પણ પૂજાને દેવકાર્ય તરીકે સ્પષ્ટ કરે છે.
વળી, જિનપૂજાની જેમ જિનમંદિર પણ શ્રાવકનું જ કર્તવ્ય છે, ભગવાનને જેમ પોતાની પૂજા નથી જોઈતી એમ કાંઈ પોતાનું મંદિરએ મંદિરની શોભા-ભવ્યતા પણ કાંઈ જોઈતાં નથી. તેમ છતાં, એ જો દેવકાર્ય છે તો પૂજા શા માટે નહીં ?
નૂતન જિનાલય નિર્માણ દેવદ્રવ્યમાંથી થઈ શકે એવું જણાવતો એક પણ શાસ્ત્રપાઠ જોવા મળ્યો નથી, તેમ છતાં અનેક સ્થળોએ દેવદ્રવ્યમાંથી એ થાય છે અને બધા પૂજનીય આચાર્ય ભગવંતો એને માન્ય રાખે છે, જ્યારે દેવદ્રવ્યમાંથી જિનપૂજા થઈ શકવાનું તો ઠેર ઠેર શાસ્ત્રોમાં જણાવ્યું છે, એનો જ વિરોધ શા માટે ?
દેવદ્રવ્યના લાખો રૂપિયામાંથી ભવ્ય જિનમંદિર તૈયાર થાય એમાં કાર્યકર્તાઓએ પણ ભગવદ્ભક્તિ કરી કહેવાય અને પ્રશંસાપાત્ર બને