________________
ધાર્મિક વહીવટ વિચાર
માટે તેમાં સ્વદ્રવ્યનું દાન દેવું પડે તો ઔચિત્યની દૃષ્ટિથી દઈ શકાય. સવાલ : [૧૪૦] શુભ (સર્વસાધારણ) કે સાધારણ ખાતે આવક કરવાના ઉપાયો કયા છે ?
૧૪૬
જવાબ : પહેલાં એટલું સમજી રાખો કે આ ખાતાં આવક કરવા માટે નહિ પણ દાનનો લાભ લેવા માટે ઘડાયાં છે. આ વાત પૂર્વે જણાવી છે. આ અંગે પુણ્યવાન, શક્તિમાન, વિદ્વાન સંયમી સાધુઓએ પોતાની વ્યાખ્યાન શક્તિથી પ્રેરણા કરવી જોઈએ. આજે પણ જૈનસંઘ જૈન શ્રમણો ઉપર ખૂબ બહુમાન ધરાવે છે. તેમનો પડતો બોલ ઝીલે છે. જો તેઓ ઉપધાન, છ'રીપાલિત સંઘ, જિનમંદિરોનાં નિર્માણ, પ્રતિષ્ઠા મહોત્સવો, નૂતન તીર્થોનાં નિર્માણ વગેરેની સાથોસાથ સૌથી વધુ પ્રધાનતા સાધારણ અને સર્વસાધારણ ખાતામાં મોટા દાનની પ્રેરણા કરે તો ઢગલાબંધ રકમથી
આ ખતાંએ તરબતર થઈવદ્વવ્યની રકમમાં વૃદ્ધિ કરવા માટે સિને
:
થિયેટરો, લગ્નની વાડી વગેરે ઊભાં કરીને તેમના ભાડાની આવક કરવાનો રસ્તો બરોબર નથી. પરન્તુ સાધારણ કે (શુભ સર્વસાધારણ) ખાતાની આવક કરવા માટે આ બધું થઈ શકે ખરું ?
જવાબ : આ પણ ધાર્મિક દ્રવ્યોનાં જ ખાતાંઓ છે, માટે આમાં પણ આ રીતે આવક કરી શકાય જ નહિ.
હલકી રીતોથી આવક કરવાની ઇચ્છા તે સંઘોને ત્યારે જ જાગે જ્યારે તેમના સંઘના શ્રીમંતોની ધનમૂર્છા આસમાને આંબી હોય. આવા સંઘોમાં વિશિષ્ટ કોટિના પુણ્યવાન મુનિઓને આમંત્રણ દઈને બોલાવવા જોઈએ. તેઓ પોતાની વાગ્લબ્ધિથી ધનવાનોની ધનમૂર્ચ્છનું ઝેર ઠીક ઠીક પ્રમાણમાં નિચોવી નાંખશે. પછી ‘હલકી રીતો' તરફ સંઘને નજર પણ કરવી પડશે નહિ. સિનેમા કે નાટકનો શો નાંખવો, ધર્મસ્થાનને લગ્નની વાડી કરવી વગેરેને પણ હલકી રીતોમાં ગણવાં જોઈએ.
સવાલ : [૧૪૨] સંઘનાં ધાર્મિક - ક્ષેત્રોનો હિસાબ કોઈ મહાત્માને બતાવવો ન જોઈએ ? જેથી કોઈ ભૂલ રહી ન જાય ?
જવાબ : ગરબડ થવાની શક્યતા હોય અને એવી જરૂર જણાય તો અવશ્ય બતાવી શકાય. મહાત્માને માટે પણ આવું શુદ્ધીકરણ એ