________________
૧૨૨
ધાર્મિક વહીવટ વિચાર
ભાન કરાવ્યું હતું.
તો શું આજના પુણ્યવાન્ જૈનાચાર્યો પોતાના ભક્તોને આ માટે ચીમકી નહિ આપે ?
સવાલ : [૧૦૪] ધર્મમાં લાખો રૂપિઆ ખર્ચનારા ભાઈઓ પોતાના સાધર્મિક ગરીબ બંધુઓની ઉપેક્ષા કરે તે બરોબર છે ? જવાબ : જરા ય બરોબર નથી. આમ કરવાથી તો લોકોમાં તેમના ધર્મની નિન્દા થવા લાગે છે.
જો કે આજની ગરીબી એ કોઈ ઈશ્વરસર્જિત નથી. આ ગરીબી માનવસર્જિત છે. યુરોપીઅન લોકો વિશ્વની અ-ઈસાઈ અને અ-ગૌર તમામ પ્રજાને સ્મશાન ભેગી કરવા માંગે છે. દરેક રાષ્ટ્રમાં તેમણે દેશી-ગોરાઓની રાષ્ટ્રદ્રોહી ઓલાદ પેદા કરી દીધી છે. તેમના દ્વારા તેમના જ દેશની આ
છે. વિશાળ એપાર્ટમેન્ટની પાસે જ વિરાટ પપટ્ટીઓ ખડી થઈ છે.
ગાંડા બાવળીઆની જેમ કે ધસમસતા રણની જેમ વધી રહી છે.
આ જ ગરીબીને દૂર કરવાનું કદાપિ શકય નથી. રાજકારણી ગુંડા લોકોને ‘વોટ’ મેળવવા માટે ગરીબી અન્યન્ત આશીર્વાદરૂપ બની છે. વટાળ પ્રવૃત્તિ કરતા ક્રિશ્ચિયન લોકોને પણ આમાં બહુ મોટી સફળતાઓ દેખાય છે. શ્રીમંતો સાથે અથડાવી દઈને છેલ્લે શ્રીમંતોને પણ સડક ઉપર લાવી મૂકવાનો પ્લાન આ લોકોની મદદથી જ પાર પાડવાનો હોઈને ઝૂંપડપટ્ટીઓ મધ ભરેલા મધપૂડા જેવી તેમના માટે બની છે.
છતાં એક વાત નકકી છે કે જેટલાને ઠેકાણે પાડી શકાય તેટલાને ઠેકાણે પાડવા. પણ જો તેની સાથોસાથ ગરીબીનાં મૂળ જે કારણો છેઃ જેમાંથી ગરીબી સતત ઉત્પન્ન થતી જ રહે છે તેમને જો ખતમ કરી દેવાનું નક્કર આયોજન કરવામાં ન આવે તો ગરીબોને ઠેકાણે પાડવા માટે કરાતી તમામ પ્રકારની સહાય, ગરીબીને વધારવામાં જ પરિણમવાની છે, કેમકે આવી સહાયને લીધે સહુ ગરીબીનાં મૂળ ખોદી નાંખવાની વાતથી પીછેહઠ કરશે. તે તરફ ગંભીરપણે વિચારવાનું નહિ કરે. તે માટે બળવો પણ નહિ થાય. આમ થતાં ગરીબીનું ઉત્પાદક ચક્ર તીવ્ર વેગે ચાલુ રહીને ભારે મુસીબત ઊભી કરશે. એ ઉત્પાદક ચક્રથી દર