________________
101
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી બનાવીને કહે છે કે, “બધા શક્તિમાનોએ સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ. જેની તેવી શકિત ન હોય તેણે પૂજા નહિ કરવી. તેણે બીજાને સહાય કરવી, એટલે કે કેસર ઘસી આપવું, માળા ગૂંથી આપવી, અથવા સામાયિક કરવું. જો પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પૂજા કરે તો તેને દોષ લાગે.”
આશ્ચર્યની વાત એ છે કે આવું પ્રતિપાદન જોરશોરથી કરનારાઓએ મુંબઈના પોતાના આધિપત્યવાળાં બે દેરાસરોમાં “જિનભક્તિ સાધારણ” ભંડાર મુકાવ્યા છે. જેમાં નંખાએલા દ્રવ્યથી વગામ તથા બહારગામથી આવેલા લોકોને પૂજાની બધી સામગ્રી પૂરી કરવામાં આવે છે ! - શું આ પૂજા, આગન્તુક માટે પરદ્રવ્યથી પૂજા ન થઈ !
વળી હાલમાં મોટા ભાગનાં નવાં દેરાસરોમાં દેવદ્રવ્યનો જ મોટો ભાગ હોય છે. આ દેવદ્રવ્યથી બનતાં દેરાસરોનો આ વર્ગ કદી નિષેધ કરતો નથી. દેવદ્રવ્યનાં બનેલાં દેરાસરનો ઉપયોગ શ્રાવકોથી શી રીતે થઈ શકે ? તેનો જવાબ તેમણે આપવો જોઈએ. com
પદ્રવ્યથી છ’ રી પાલિત સંઘ દ્વારા તીર્થયાત્રાઓ કરાય તેમાં શું તે યાત્રિકોને દોષ લાગે ? જો હા, તો તેમણે શા માટે તેવા સંઘોના પ્રેરક બનવું જોઈએ ?
‘સંબોધ પ્રકરણ’ વગેરે ગ્રન્થોમાં દેવદ્રવ્યના ત્રણ ભેદો પાડવામાં આવ્યા છે. કેટલાક પૂજનીય મહાપુરુષોએ તેને સમર્થન આપ્યું છે. તે જ પ્રમાણે બધે વહીવટ કરવાનું પણ જણાવ્યું છે. પણ હજી સુધી તે રીતનો સંપૂર્ણ વહીવટ શરૂ થયો નથી. હાલ તો દેવદ્રવ્યની એક જ કોથળી રાખવામાં આવતી જોવા મળે છે.
સવાલ : [૬૭] “ઓછા પગાર” ના કારણે પૂજારીઓને કુટુંબ પૂરતું ખાવાનું ય પૂરું પડતું ન હોય તો તેમને વધુ પગાર દેવદ્રવ્યમાંથી અપાય કે નહિ ? જો ના....તો તેઓ દેવદ્રવ્યની ચોરી કર્યા વિના રહેવાના નથી.
જવાબ : જેમ પૂજારીના પગાર માટે સ્વદ્રવ્યની સગવડ ગૃહસ્થો ન જ કરી શકે તો દેવદ્રવ્યમાંથી પણ તેને પગાર આપીને પ્રભુ-પૂજાદિ ચાલુ રાખવાની વાત સર્વમાન્ય છે. તેવી જ આ વાત છે કે જો સ્વદ્રવ્યનું ભંડોળ ઓછું પડવાથી (કાતિલ મોંઘવારીના કારણે આ વાત શકય છે.)