Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01 Author(s): Nemichandra Muni, Dulerai Mataliya Publisher: Mahavir Sahitya Prakashan Mandir View full book textPage 5
________________ વાત રજૂ કરી. જે બધાંને ગમી. પણ નક્કી થયું કે આ આખુંયે સાહિત્ય ફરીથી સંપાદિત થવું જોઈએ અને તેમણે મને મુંબઈ તેડાવ્યા. હું પૂ. મુનિશ્રી સંતબાલજીના નામથી, ઠેઠ 1844 માં જૈનપ્રકાશને તંત્રી હતા ત્યારથી પરિચિત હતો પણ તેમની છેલ્લી નવી વિચાર શૈલીથી એટલો જ અજાણ હતો. વર્ષો સુધી સામાજિક જીવનમાં રહીને મને પણ ઘણું વિચારવા મળ્યું હતું અને જ્યારે આ પ્રવચને હું જોતો ગયો તો તેમાં ઘણી રીતે મને મારા વિચારોને અનુરૂપ સમાનતા લાગી. પણ, સંપાદન ધાર્યું તે પ્રમાણે સરળ ન હતું. બીજા સાહિત્ય સંપાદનમાં ધારીએ તે પ્રમાણે છૂટ લઈ શકાય પણ આ ચોક્કસ સંદર્ભમાં રજૂ થયેલા વિચારે–જેમાં પરિવર્તન અને નવા યુગનાં નિર્માણનાં તો રહેલાં છે તેમાં દરેકે દરેક વાક્યને સમજી વિચારીને મારે રજૂ કરવું પડ્યું છે એટલે કંઈક વિલંબ પણ થવા પામ્યો છે. આ આખીયે વિચારસરણી એક યા બીજી રીતે મુખ્યત્વે જૈન પરંપરાના પ્રભાવને અનુરૂપ છે અને તે અંગે ઠેર ઠેર શાસ્ત્રીય પ્રમાણે પણ આપવામાં આવેલાં છે. એની સાથે જ એને બીજા ધર્મ - દર્શને પ્રમાણે પણ ચકાસવામાં આવેલ છે એટલે દરેકને પોતાની લાગે એ એની વિશેષતા છે. આ પુસ્તકના બન્ને પ્રવચનકારો વિદ્વાન, ચિંતક અને કાર્યકર્તા છે. મુનિશ્રી નેમિચંદ્રજી, સંતબાલજીના પગલે જઈ રહ્યા છે ત્યારે શ્રી દુલેરાય ભાટલિયાનું જીવન, મંથન અને વિચારસરણી પણ ખરેખર પ્રશંસનીય અને અનુકરણીય છે. ચર્ચા-વિચારણામાં ભાગ લેનારાં સાધક બંધુઓ અને બહેનોનાં જીવન પણ આદર્શ અનુભવોથી સભર છે અને એ જ કારણ છે કે . ચર્ચા-વિચારણામાંથી હું ઘણું-ઓછું” ઓછું કરી શક્યો છું. આને લાભ વ્યાપક રીતે સહુને પહોંચશે તે આ પ્રયાસ સફળ થયો ગણુશ. મદ્રાસ, ગુલાબચંદ જૈન 15-4-2J P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 426