Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 11
________________ પરમાત્મ શક્તિ અચિંત્ય મહિમાવાળી છે. પરમાત્માનું નામ, એમનું શરણ વ્યક્તિને જીવમાંથી શિવ બનાવે છે. આત્મા પરમાત્મા બને છે. પૂજ્ય પદ્મવિજયજી મહારાજાએ સુપાર્શ્વનાથ પરમાત્માના સ્તવનમાં પરમાત્માની તારક શક્તિને સ્પષ્ટ કરવા માટે એક સુંદર પ્રશ્નોત્તરી લખી છે. “તારનારો તું હિ કિમ પ્રભુ હૃદયમાં ધરે લોક રે, ભવસમુદ્રમાં તું જ તારે, એ તુજ અભિધા ફોક રે.” હે પ્રભુતમે તારક કેવી રીતે? અમે તમને હૃદયમાં ધારણ કરીએ છીએ, ભજીએ છીએ. અને ભવપાર ઉતરીએ છીએ તો તમે તારક કેવી રીતે ? પણ તરત જ કહે છે નહીં, પ્રભુ, નહીં, આ તો મિથ્યા પ્રલાપ છે. તમારા વિના તમારી શક્તિ વિના હું કેવી રીતે કરી શકું ? “નીરમાં દતિ દેખી તરતી, જાણીયું એ સ્વામ રે, તે અનિલ અનુભાવ જિમ તિમ, ભવિક તારે નામ રે.” હવાને પોતાની અંદર રાખીને મશક પાણીમાં તરે છે. ત્યાં મશક હવાને નથી તારતી પણ પવન તેને તારે છે. તે જ પ્રકારે ભવ્ય લોક પરમાત્માને હૃદયમાં ધારણ કરીને ભવસાગર તરે છે આ ચમત્કાર કેવલ પરમાત્મ-શક્તિનો જ છે. “યદ્ વા તિસ્તરતિ યજ્જલમેષ જૂન-મન્તર્ગતમ્ય મંતઃ સ કિલાનુભાવ:.” પૂજ્ય પંન્યાસજી મહારાજા કહે છે કે, શ્રી અરિહંત પરમાત્માનું નામ મંત્રાત્મક દેહ છે. મોક્ષગમનની પહેલા શ્રી અરિહંત પરમાત્મા પોતાનો મંત્રાત્મક દેહ આ જગતમાં છોડીને જાય છે. જેના દ્વારા તેમની (અનુપસ્થિતિ) ગેરહાજરીમાં પણ સાધક એમનું આલંબન લઈને સર્વ પાપોનો ક્ષય કરી મુક્તિપદને પ્રાપ્ત કરે છે. (તત્ત્વદોહન પૃષ્ઠ૧૪૦). મુક્તિ મેળવવા માટે ભક્તિને સ્થાન આપવું જ પડશે. “ભક્તિ કરીએ શિવપદ વરીએ.” ભક્તિની ગહનતા પ્રગટ કરવાવાળો મહાનગ્રંથ “લલિતવિસ્તરામાં પૂ.પંન્યાસજી મહારાજે લખ્યું છે કે શ્રી તીર્થંકર પરમાત્માનું વાત્સલ્ય કોઈ એક જીવ માટે નથી સર્વ જીવો માટે છે. પ્રત્યેક જીવનું સ્થાન તેઓના હૃદયમાં છે. આ વાસ્તવિકતા આપણને ‘લલિતવિસ્તરા” ગ્રંથ વિના કોણ સમજાવે ? પરમાત્માની કૃપા રૂપી ઝરણું પોતાની તરફ વહી રહ્યું છે આ કૃપાનું અવતરણ આપણામાં થાય એવી પાત્રતા પ્રગટ કરવી. આપણે સદ્ભાગી છીએ કે દુષમકાળમાં આધાર સમાન જ બે તત્ત્વ. આપણી પાસે ૧૦.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 442