Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 10
________________ ‘પ્રાર્થના સૂત્ર” જયવીયરાયમાં બતાવ્યું છે. ' ભવ નિવેઓ મગ્ગાણુસારિઆ” પૂજય પંન્યાસજી મહારાજ કહે છે કે ભવનિર્વેદથી ગુરુસેવા સુધીના પદાર્થ પાપવર્જનના શ્રેષ્ઠ ઉપાયભૂત હોવાથી માંગવામાં આવ્યા છે. આમ પાપવર્જનના ઉપાયભૂત જેટલા પદાર્થો છે તે સર્વની માંગણી પ્રભુની પાસે વિહિત છે. પાપવર્જનને ઈશ્વર-પ્રાર્થનાનો વિષય બનાવો. પણ દુઃખ વર્જનને નહીં. આ સંબંધમાં પૂજ્યશ્રીએ એક અકાઢ્ય તર્ક આપ્યો છે. “ઈશ્વર પ્રાર્થનાનો વિષય મે પાપવર્જન ન રહે તો ઈશ્વરનું મહત્ત્વ નહી રહે. કારણકે, દુઃખોથી છૂટકારો તો શેઠ. સાહુકાર આદિની સહાયતા પણ થઈ શકે છે. પાપવર્જનની માંગણી એ તો મોક્ષની માંગણીનું જ એક બીજ છે. કેમકે, અકર્મ એટલે કે નિષ્પાપ બન્યા સિવાય મુક્તિ કેવી રીતે થાય ? | મુક્તિ ભક્તિથી જ મળે છે. “અમે ભક્ત મુક્તિને ખેંચશું.” ભક્તની શું વાત કરવી? ભક્તની દુનિયા ન્યારી છે. પૂજય માનવિજયજી મહારાજની વાણી છે કે, “નિરાગી પ્રભુ પણ ખેંચીયા, ભગતે કરી મેં સાત રાજ.” અને એના પછી ખૂબ જ મજાની વાત કરી છે કે, મનમાં હિ આણી વસીયા, હવે કિમ નિસરવા દઈએ?” ભક્ત પ્રભુને પોતાના હૃદયમાં સ્થાપિત કરી લીધા છે. ધન્યવાણી ! પ્રભુનું આ આગમન હવે હંમેશ માટે થઈ જાય. “જો ભેદરહિત મુજ શું મિલે તો પલક માંહે છૂટાય.” મોક્ષ દીધા વિના હવે કેમ ચાલશે? ભગવાન હવે આધીન થયા છે. કબજે આવ્યા સ્વામી હવે કિમ છૂટશો, દીધા વિણ કવણ કૃપાલ !” પૂજ્ય માનવિજયજી મહારાજની આ અમૃતવાણીનો પ્રતિઘોષ સંભળાવનારી પૂજય પંન્યાસજી મહારાજની વાણી, “સર્વ તેજોમાં પ્રધાન જયોતિરૂપ શ્રી અરિહંત પરમાત્માનું શિવસુખની પ્રાપ્તિ માટે ધ્યાન કરવું જોઈએ. એ વીતરાગ હોવા છતાં પણ ધ્યાતા મુમુક્ષુઓને સ્વર્ગ અને અપવર્ગ રૂપ ઉત્તમ ફળ આપે છે. (તત્ત્વદોહન પૃષ્ઠ-૧૪૯). “જો ભેદરહિત મુજ શું મિલો.” અભેદ મિલન કેવા પ્રકારનું છે? પૂજય પંન્યાસજી મહારાજ આ મિલનના માર્ગ તરફ સૂચન કરતા કહે છે કે, “આગમમાં નિર્દિષ્ટ શ્રી તીર્થકર સ્વરૂપમાં ઉપર કહેલ સાધક વસ્તુતઃ તીર્થંકર સ્વરૂપ છે. કારણકે, આ ઉપયોગની સાથે આની અભેદ-વૃત્તિ છે. (તસ્વદોહન પૃષ્ઠ-૧૪૬).

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 442