Book Title: Dharm Anupreksha Author(s): Vajrasenvijay Publisher: Bhandrankar Prakashan View full book textPage 8
________________ પરાવાણીના સમવતાર પંન્યાસજી મહારાજ ભક્તિયોગ સાધક પૂજ્યપાદ આચાર્યદેવ યશોવિજયસૂરીશ્વરજી મહારાજા મહામહિમાવંતા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના સ્તવનમાં મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે ગાયું છે કે, તુમ બિન કોઈ ચિત્ત ન સુહા” પરમાત્માની સાથે એવા પ્રકારનું અનુસંધાન થઈ ગયું છે કે હવે એમના વિના બીજું કાંઈ જ ગમતું નથી. ભક્ત પુરુષની આવી શ્રેષ્ઠ વાણીના સમવતાર પૂજ્યપાદ અધ્યાત્મપૂર્તિ પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજાના પુસ્તકોમાં જ્યાં ત્યાં સર્વ જગ્યાએ દેખવા મળે મહાભક્તો દ્વારા પ્રવાહિત પરમાત્મભક્તિની ધારાને ગ્રહણ કરીને સ્વયં આત્મસાત કરી એક નવીન ધારાને પ્રવાહિત કરવી એ જ તો યોગીઓનું કામ છે ને ! પૂજય પંન્યાસજી મહારાજ એ યુગમાં શ્રેષ્ઠતમ ભક્તિયોગીઓમાંના એક હતા. પૂજય મોહનવિજયજી કહેતા હતા કે, “પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુહાય જો.” પરમાત્માએ પોતાની ઉપર કરેલા અનંત-અનંત ઉપકારોનું ભાન થયા બાદ પ્રભુ વિના એક ક્ષણ પણ કેવી રીતે રહી શકાય? ભક્તને માટે બીજું કાંઈ પણ પ્રતિકૂળ સહન કરી શકાય છે પણ ભગવાન વિના રહેવું પડે એ સ્થિતિ અસહ્ય છે. “તુજ વિરહો કિમ વેઠિયે - પૂજય પંન્યાસજી મહારાજે ““તત્ત્વદોહન”માં કહ્યું છે કે, ““સાક્ષાત્ અરિહંત પરમાત્માના વિરહમાં પણ શ્રી અરિહંત પરમાત્માના ગુણોમાં ઉપયોગવાળા સાધકના દેહમાં ઉપયોગરૂપ ભાવ અરિહંત રહે છે. આથી શ્રી અરિહંત પરમાત્માનો વિરહ સાધકને થતો નથી. (પાના નં. ૧૪૫). મન મંદિર આવો રે” આ પ્રાર્થનાને સાકાર કરવા માટે એમણે કેટલો સુંદર માર્ગ બતાવ્યો છે. મનમંદિરમાં પ્રભુને પ્રતિષ્ઠિત કરવા જોઈએ કારણકે, જ્યાં સુધી હૃદય મંદિરમાં પરમાત્માનો વાસ થતો નથી ત્યાં સુધી સર્વ શૂન્ય છે. આનંદઘનજી મહારાજાની આ વાણી છે કે, “આનંદઘનજી કહે. જસ નો બાતો, એહી મિલે તો મેરો ફેરો ટલે રે” બસ, પ્રભુ મળી જાય તો જનમ-જનમના બંધન તૂટી જાય.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 442