Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 9
________________ પૂજ્ય પંન્યાસજી મહારાજે પરમાત્મ-મિલનના પરમાત્મત્વની પ્રાપ્તિમાં પરિણત, થાય છે, અને “પ્રભુ ! મારે તારા જેવું થાવું છે.” નો સંકલ્પ સાકાર બને છે. પૂજ્ય પંન્યાસજી મારાજાના આ શબ્દો છે કે, ‘સાધક જ્યારે ભાવ અરિહંતના ધ્યાનમાં પોતાની મનોવૃત્તિ તદાકાર બનાવે છે. ત્યારે તે પરમાત્મ-સ્વરૂપમાં પરિણત થાય છે. ભાવથી ભાવની ઉત્પત્તિ થાય છે. જેમ પ્રકાશિત દીપકના પ્રકાશની સાથે એકમેક થવાથી અન્ય દીપક પણ પ્રકાશિત થઈને અન્ય દીપકને પણ પોતાની સમાન બનાવવાનું સામર્થ્ય રાખે છે. તેમ જ કેવલજ્ઞાન રૂપ જ્યોતિથી પ્રકાશમાન પરમાત્માની સાથે તન્મય . બની અંતરાત્મા પણ પરમાત્મ-જ્યોતિ પ્રાપ્ત કરે છે. (તત્ત્વદોહન પૃષ્ઠ-૧૪૩) ૫રમાત્મ-જ્યાતિનો સુરજ પ્રગટ થવાની પહેલા જે અરુણોદય પ્રગટ થાય છે તે પણ અંદરની દુનિયામાં કઈ ગણો પ્રકાશ પેદા કરે છે. “બિસર ગઇ દુવિધા તન મન કી, અચિરાસુત ગુણ ગાન મેં.” એક બાજુ પ્રભુના ગુણગાન અને બીજી બાજુ દુવિધાટેન્શનનો લોપ, ટેન્શન ગ્રહને શાંત કરવાનો આ કેવો સરસમંત્ર છે ને ! ‘‘બિસર ગઈ દુવિધા’”નો પ્રતિઘોષ દેવાવાળી ભદ્રંકરવાણી ‘શ્રી અરિહંતપરમાત્માના બિંબ ને ચૈત્ય એટલે કહેવાય છે કે પરમાત્માની મૂર્તિને કરેલ વંદનાદિ પ્રશસ્ત સમાધિબાળું ચિત્ત કરે છે. “ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું રે” પરમાત્માની પૂજા ચિત્તની પ્રસન્નતામાં વૃદ્ધિ કરે છે. આરાધક ભાવ અર્થાત્ આત્મ રતિ, આત્મ તુષ્ટિ ! સાચી પ્રસન્નતા અંદરથી જ પેદા થાય છે. બહારથી થતી પ્રસન્નતા ખરી પ્રસન્નતા નથી. તે આનંદ નહિ પણ આનંદભાસ છે. પરમાત્માની ભક્તિ કરવાથી ચિત્ત હલક બને છે. એનું કારણ છે કે પાપથી ભારે બનેલ વ્યક્તિમાં પાપનાશ દ્વારા થયેલું હલકાપણું. પરમાત્માની પાસે શું માંગવું જોઈએ ? પૂજય પંન્યાસજી મહારાજ કહેતા કે, ‘‘છોડવા યોગ્ય પાપથી, હે પ્રભુ ! તમે મને મુક્ત કરો.'. આ માંગણી પ્રભુ પાસે કરવી. દુન્યવી પદાર્થોની માંગણી કરવા માટે પ્રભુ નથી પ્રભુ તો અચિંત્યશક્તિના સાગર છે. આથી એમની પાસે દુન્યવી પદાર્થોની તુચ્છ માંગણી કરવી તે તો ચક્રવર્તી પાસે કાણા પૈસાની માગણી કરતા પણ વધુ બદતર કૃત્ય છે. (તત્ત્વ દોહન-પૃષ્ઠ-૨૮૫). ચક્રવર્તી રાજા એક બ્રાહ્મણ ઉપર પ્રસન્ન થયા અને કહ્યું. માંગ ! માંગ જે માંગીશ તે આપીશ. બ્રાહ્મણે માંગ્યું. તમારા રાજ્યમાં મને વારાફરતી દરેક ઘરમાં ભોજન મળે અને ઉપર થોડી દક્ષિણા, એક સોનામહોર મળે તો ઘણો ઉપકાર ! ચક્રવર્તી જેવો ચક્રવર્તી પ્રસન્ન થયા, તો પણ માંગતા ન આવડ્યું. પ્રભુ પાસે શું માંગવું જોઈએ. ? એ વાત

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 442