________________
આ ઉચ્ચ આત્માની અપૂર્વ ઘટના નિહાળી સૌ દુખ મિશ્રિત આશ્ચર્યમાં પડી ગયા. શ્રીમતિ કુંવરબાઈનું આવું વિરલ અને ગૌરવરૂપ સ્વગમન સૌ કેઈને અનમેદનીય તેમજ આત્મબળ પ્રેરક બની ગયું. ધર્મ વીરાંગના શ્રીમતિ કુંવરબાઈ ના ધર્મવીર પતિદેવ શ્રી હંસરાજભાઈ માણેકભાઈએ પણ અસહ્ય આઘાતજનક આ સ્વદુઃખને સમભાવથી સહી, સદ્ગતના ઉચ્ચ આત્માને છાજે એવી ભવ્ય પાલખી તૈયાર કરાવી અને કુંવરબાઈના નશ્વરદેહને તેમાં વાજતે ગાજતે પધરાવ્યો. અને શ્રી હંસરાજભાઈએ પોતાના ધર્મપત્ની કુંવરબાઈના મૃત્યુને ઉત્સવ રૂપે વધાવી લીધો. ચેમ્બુરના જેને તેમ જ જૈનેતરે પણ આ મૃત્યુ મહોત્સવને નિહાળવા ઉમટી પડયા. અને એ તેજસ્વી આત્માને પાલખીમાં નિહાળી-દર્શન કરી વિરાટ માનવમેદની પણ કૃતકૃત્ય અને ધન્ય બની ગઈ.
દિવંગત શ્રીમતી કુંવરબાઈ સરલ, સાત્વિક અને ધર્મ પરાયણ આદર્શ સન્નારી હતા. નિત્ય વીતરાગ પ્રભુની સેવા-પૂજા ગુરૂજની સેવા-ભક્તિ અને ગુરૂવાણીનુ નિરંતર શ્રવણ કરતા હતા. અંત સમયે પણ વિતરાગ વાણના શ્રવણની સાફલ્યતાનું જન સમાજને સાક્ષાત દર્શન કરાવ્યું. ધન્ય છે એ ઉત્તમ સમાધિ મરણની ઉચ્ચ કક્ષાને વરેલા વીરાંગના કુવરબેનને
ધન્ય એમના પતિદેવને કે જેમને આવી વીરનારી સાંપડી ! ધન્ય છે એમનાં પુત્ર-પુત્રીઓ અને પુત્ર વધુઓ તથા પરિવારને કે જેમને આવી ધર્મમયી માતા પ્રાપ્ત થઈ.
વીરનારી શ્રીમતી કુંવરબેનની અદ્દભુત સાધનાથી પ્રભાવિત થયેલા ચેમ્બર શ્રી મૂ. પૂ. જૈન સંઘે તેમની અનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org