________________
એવા આ દંપતિ ચેમ્બર તીર્થધામમાં રહીને પિતાનું જીવન સુકૃત્યોની સરવાણીથી પાવન બનાવી દીધું છે. અનેક તિર્થો કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ વિ. મહાન તિર્થયાત્રાઓ કરી આત્મ નિર્મળતા સંપાદન કરી. વિ. સં. ૨૦૩૪ માં પૂ. પરમ ઉપકારી પ્રવર્તિની ખાંતીશ્રીજી મસા. ની શુભ નિશ્રામાં આ દંપતિએ બ્રહ્મચર્ય વ્રતને સ્વીકાર કર્યો. તે પહેલા મોટીખાખરમાં પ્રભુ ભક્તિ મહત્સવ કરાવ્યો. “હાથે તે સાથે એ ઉક્તિ ચરિતાર્થ કરતા ધર્મભાથું ભરતાં પિતાનું જીવન સોહામણું બનાવી દીધું. શ્રીમાન શ્રેષ્ટિ વર્ય શ્રી હંસરાજભાઈ મુંબઈ પાર્ધચંદ્રગચ્છમાં અગ્રેસરપણે શાસન કાર્ય કરી રહ્યા છે. દાન પુન્યનાં કાર્યોને ગુરૂસેવા તન-મન-ધનથી કરી રહ્યા છે. આજે ૭૧ વર્ષની વયે પણ યુવાન જેવા સુદઢ કાર્યો કરી રહ્યા છે. કુંવરબેન રૂપરૂપના અંબાર, એક પ્રતિભાશાળી રાજરાણી જ હતા. વાત્સલ્યની સાચી વીરમાતા જ હતા. એ વીરમાતા જાણે સહુ કેઈનો લાડકવાયા માતા હતા. જેમનાં બધાં કેદ હંસરાજભાઈએ પૂરા કર્યા હતા. સુખનાં હીંડોળે જ જે હીંચક્યા હતા. મુખમુદ્રા જ જે સુખની પહેચાન કરી રહી હતી. રાજરાનીનાં સુખો મ્હાલતા એ..........
વીરમાતાની વિરલ વાત હવે ધ્યાન દઈને વાંચો કેવું અદ્દભૂત સમાધિ મરણ ! વિ. સં. ૨૦૩૫
દેવ-ગુરૂ ભક્તિ પરાયણે પરમ શ્રાવિકા અ.સૌ. શ્રીમતી કુંવરબાઈએ પર્વાધિરાજ શ્રી પર્યુષણના બીજા દિવસે બુધવારના ચેમ્બુર સ્થિત શ્રી પાર્ધચંદ્રસુરી જ્ઞાનમંદિરમાં બિરાજતા શાસન પ્રભાવિકા પૂ. પ્રવર્તિની સાધ્વી શ્રી ખાંતીશ્રીજી મ. સા. ના પ્રશિશુ સુવ્યાખ્યાની પૂ. સાધવી શ્રી ની જાનંદશ્રીજી મ. આદિ ઠાણાની પુનિત સાનિધ્યમાં સકલ સંઘ સાથે પ્રતિક્રમણ કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org