Book Title: Devkulpatak Author(s): Vijaydharmsuri Publisher: Abhaychand Bhagwandas Gandhi View full book textPage 5
________________ शान्तमूर्तिपरमगुरुश्रीवृद्धिचन्द्रेभ्यो नमः 46 देवकुलपाटक. - દે વકુલપાટક, એ દેલવાડાનું બીજું નામ છે. આજસુધીમાં ચાર દેલવાડાં, મારા જાણવામાં આવ્યાં છે.-૧ આબુ દેલવાડા, 2 શંખલપુરથી 3 ગાઉ દૂર, ચાણસમા તાએ બાનું દેલવાડા, 3 મહુવાથી જૂનાગઢ જતાં ઉનાથી 15 ગાઉ ઉપર આવેલું દેલવાડા અને 4 ઉદેપુરથી 17 માઈલ ઉત્તરમાં આવેલું દેલવાડા. આ પુસ્તકમાં વર્ણવેલ દેવકુલપાટક (દેલવાડા) તે છે કે-જહે ઉદેપુરથી ઉત્તરમાં 17 માઈલ અને ઉદેપુરના રાણાઓના ઈષ્ટદેવ એકલિંગજી મહાદેવથી 4 માઈલ દૂર છે. આ દેલવાડાને શિલાલેખે વિગેરેમાં જુદા જુદા નામેથી ઉલ્લેખ કરવામાં આવે છે–દેવ. કુલપાટક, દેઉલવાડા, દેઉલા અને દેલવાડા વિગેરે. વર્તમા- . નમાં આ ગામને દેલવાડા જ કહેવામાં આવે છે. હવે એ વિચારવું જરૂરનું છે કે –મૂળ નામોને અપભ્રંશ થતાં થતાં દેલવાડા કેવી રીતે થયું ?Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38