________________ (9) હતા. હેની વિનતિથી અને હેણે કરેલા ઉત્સવપૂર્વક આચાર્યશ્રીએ શ્રીરશેખરને વાચકપદ આપ્યું હતું. રાજાના માનીતા મહાદેવ શ્રેષ્ટિએ સમસ્ત તપાગચ્છને વસ્ત્રોની પહેરામણી કરી હતી અને સ્વા. મિવાત્સલ્ય અને પ્રભાવનાઓ પણ ઘણી કરી હતી. આ ઉપરથી આપણને સહજ અનુમાન થઈ શકે છે કે–દેવકુલપાટક (દેલવાડા) તે વખતે પૂરી ઉન્નતિ પર હશે. આટલાજ ઉપર થી નહિં, પરંતુ શ્રી સોમસુંદરસૂરિના શિષ્યો અને ખરતરગચ્છના શ્રીજિનવર્ધનસૂરિ, શ્રીજિનસાગરસૂરિ, શ્રીજિનચંદ્રસૂરિ તથા શ્રીસવણંદસૂરિ વિગેરે અનેકવાર કરેલી પ્રતિષ્ઠાઓ ઉપરથી પણ એ વાત સિદ્ધ થાય છે. આ દેલવાડામાં છેવટ અઢારમી શતાબ્દિ સુધીમાં પણ ઘણાં મંદિરો હોવાનું માલુમ પડે છે. કેમકે મુનિરાજ શ્રી શીલવિજયજીએ સં. 176 માં બનાવેલી તીર્થમાળામાં પણ આ પ્રમાણે જણાવ્યું છે. દેલવાડિ છિ દેવજ ઘણું બહુ જિનમંદિર રળીયામણું દઈ ડુંગર તિહાં થાપ્યા સાર શ્રી શત્રુંજે નિ ગિરનાર.” 37 આથી જણાય છે કે તે વખતે દેલવાડામાં ઘણાં મંદિરે હોવાં જોઈએ. વળી ઉપરની કડીમાં દેલવાડામાં પહેલાં શત્રુંજય અને ગિરનાર એ નામના બે પર્વતની સ્થાપના હોવાનું પણ સિદ્ધ થાય છે. (જેવી રીતે કે આજ કાલ નાડલાઈમાં આ નામના બે પર્વતની સ્થાપના છે.) આજ વાતને આગળ આપેલા શિલાલેખો પૈકી 13 નંબરનો શિલાલેખ પુષ્ટ કરે છે. વર્તમાનમાં આ બે પર્વતની અહિં પ્રસિદ્ધિ નથી, પરંતુ એક પર્વત ઉપર મંદિરને આકાર હોવાથી - કદાચિત એમ અનુમાન કરી શકીએ કે-શત્રુંજય-ગિરનાર એ બે પૈકીમોને આ એક પર્વત હોવો જોઈએ. શ્રીમાન કલ્યાણસાગરે બનાવેલ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ સ્તવનમાં “દિલવાડઈ હે તું દીનદયાલ” કહીને અહિં શ્રી પાર્શ્વનાથ