Book Title: Derasarni Vidhi
Author(s): Shasan Seva Samiti
Publisher: Shasan Seva Samiti

View full book text
Previous | Next

Page 8
________________ (૩૬) પહેલાં કાઈ એ સુંદર આંગી કરી હોય કે પહેલાં આંગી કરનાર શ્રાવકનુ મનદુઃખ થાય તેમ હાય કે દુઃખનુ કારણ ન હોય ત્યારે પણ જે પૂર્વીની આંગીથી અધિક કરવાની શક્તિ કે ભાવના ન હોય તે પણ પૂર્વે કરેલ આંગી રહેવા દેવી. (૩૭): નવાંગી તિલક કરતા આ પ્રમાણે મનમાં ભાવના કરવી ? ८ (૧) અંગૂઠે તિલક કરતાં-પ્રભુ ! યુગલિયાએએ અંગૂઠે અભિષેક કરી વિનય દાબ્યા, એમ મારામાં વિનય આવે. પ્રભુ ! આપના ચરણે સ્પર્શ કરવાથી મારામાં આપની નિહિતાના વિદ્યુત પ્રવાહ વહેા. (૨) જાનુ (ઢીંચણુ) પર તિલક કરતાં-પ્રભુ ! આપે ઊભા ઊભા ખડે ખડે સાધના કરી કેવળજ્ઞાન ઉપાયું ! એને મારા કૅટિ વંદન, મને ધર્મ સાધનામાં એવા અપ્રમત્ત ભાવ મળે” આ ભાવના કરવી. (૩) કાંડા પર તિલક કરતી વખતે પ્રભુ ! આપે હાથેથી વરસભર દાનમહાદાન કર્યે રાખ્યુ. અને શતશઃ અભિનંદન. મને પણ દાનતિ મળે.' (૪) સ્કંધ (ખભા) પર તિલક કરતાં ભાવવાનુ –પ્રભુ ! આપે ખભેથી અભિમાનને રવાના કર્યું એમ આ તિલકની પૂજાથી મારુ પણ અભિમાન જાશે.’ ' (૫) મસ્તક--શિખા પર તિલક કરતી વખતે ભાવવું કે પ્રભુ ! આપે લેકના મસ્તકે સિદ્ધ-શિલા પર શાશ્વત વાસ કર્યાં એમ આપની કાયાના આ સર્વોચ્ચ ભાગના પૂજનથી મને લેાકના અંતે વાસ મળે. (૬) લલાટે તિલક કરતી વખતે ચિંતવવુ-પ્રભુ ! આપ જગતના તિલક સ્થાને છે, આપને આ તિલક કરીને હું આપને મારા લલાટે ધરી આપતુ શરણ સ્વીકારી લઉ છુ.’ (૭) કાંઠે તિલક કરતાં ભાવવું કે, હે પ્રભુ આપે આ કુંડમાંથી જગદુદ્વારક તત્ત્વવાણી પ્રકાશીને અનુપમ કરુણા કરી છે. આ તિલકથી હુ એ વાણીની કરુણાને ઝીલનારા અનુ. (૮) હૃદય તિલક કરતાં ભાવવું, હૈ' પ્રભુ !” આપે આ હૃદયમાંથી રાગ-દ્વેષ વગેરે દ્વેષાને બાળી મૂકી હૃદયમાં ઉપરામ છલકાવ્યે છે. આ તિલકના જોડાણ દ્વારા એ ઉપશમને વિદ્યુત્ પ્રવાહ મારામાં વહેા.’ Jain Education International (૯) નાભિ પર તિલક કરતાં ચિ ંતવવુ –પ્રભુ ! કાયાનો મધ્ય પ્રદેશ જેમ નાભિ છે તેની જેમ આત્માના મધ્ય પ્રદેશ આઠે છે તે રુચક પ્રદેશ તદ્દન નિર્મલ છે. એની જેમ આપે સમગ્ર આત્મ-પ્રદેશને નિમાઁલ કરી એમાં અનત દન-જ્ઞાન-ચારિત્રને પ્રગટ કર્યાં છે. તેમ પ્રભુ ! નાભિએ તિલકના પ્રભાવે! મારામાં પણ એ અન તન્નાનાદિ પ્રગટ કરવાનું સામર્થ્ય આવા. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36