Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 239
________________ ૨૩૦ તીર્થંકર છો તેથી વંદના કરું છું...' આવ્યા. આ પ્રમાણે કહીને ભરતચક્રી હર્ષ પામતા વિનીતાનગરીમાં ચોવીશ તીર્થંકર ભરતચક્રીના મુખેથી સાંભળેલી વાત પરથી મિચિએ હર્ષથી. ત્રણવાર ત્રિપદી વગાડીને નૃત્ય કરવા લાગ્યો. અને ચિંતવવા લાગ્યો કે પોતનપુરમાં હું પ્રથમ વાસુદેવ થઈશ. મુકાનગરીમાં ચક્રવર્તી અને પછી ચરમ તીર્થંકર થઈશ. હવે મારે બીજાની શી જરૂર છે ? હું વાસુદેવોમાં પહેલો મારા પિતા ચક્રવર્તીઓમાં પ્રથમ અને મારા પિતામહ તીર્થંકરોમાં પ્રથમ ઓહ...! મારું કુળ કેવું ઉત્તમ છે !’ આ રીતે જાતિમદ ક૨તાં રિચિએ નીચ ગોત્ર ઉપાર્જન કર્યું. શ્રી ઋષભદેવ સ્વામીના નિર્વાણ પછી સાધુઓની સાથે વિહાર કરતો મિરિચ ભવ્ય જનોને બોધ કરીને સાધુઓની પાસે મોકલતો હતો. એકવાર મિચિ કોઈ રોગમાં સપડાયા. આ સમયે આ સંયમી નથી એવું ધારીને બીજા સાધુઓએ તેની સુશ્રુષા ન કરી. આથી મરિચિએ મનમાં વિચાર્યું કે અહો, આ સાધુઓ દાક્ષિણ્ય વગરના, નિર્દય, સ્વાર્થમાં જ રમતા અને લોક વ્યવા૨થી વિમુખ છે તેમને ધિક્કાર છે. ત્યાં વળી બીજો વિચાર સ્ફૂર્યો. જેઓ પોતાના શરીરની દરકાર કરતા નથી તે મારા જેવા ભ્રષ્ટની પરિચર્યા શીદને કરે ? માટે હવે જો હું રોગમુક્ત થાઉં તો મારી સેવા કરે તેવો એક શિષ્ય મારા જેવો કરું એવામાં કપિલ નામનો કુળપુત્ર મિરિચ પાસે આવ્યો. તેને ધર્મનો બોધ આપીને શુદ્ધ ધર્મ આપ્યો. કપિલે કહ્યું : ‘આપ તે ધર્મ અનુસાર કેમ ચાલતાં નથી ?' રિચિ કહે ઃ હું તે ધર્મ પાળવાને અસમર્થ છું.’ બન્ને વચ્ચે પ્રશ્નો થયા. કપિલ તેનો શિષ્ય થયો. તે વખતે મિથ્યા ધર્મના ઉપદેશથી મરિચિએ કોટાકોટી સાગરોપમ પ્રમાણ સંસાર વધાર્યો. તે પાપની કંઈપણ આલોચના કર્યા વગર પ્રાંતે અનશન વડે મૃત્યુ પામીને પાંચમાં દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળો દેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314