Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 280
________________ શ્રી મહાવીર સ્વામી ૨૭૧ ત્રિમાસિક, બે દોઢમાસિક, બે અઢીમાસિક, ત્રણ ભદ્રાદિક (ભદ્ર મહાભદ્ર, સર્વતોભદ્ર-બે, ચાર ને દશ દિવસની) પ્રતિમાઓ, કૌશાંબી નગરીમાં છ માસમાં પાંચ દિવસ ઓછા સુધી અભિગ્રહ ધારણ. (ઉપવાસ) બાર અષ્ટભક્ત, છેલ્લી રાત્રે કાયોત્સર્ગ યુક્ત એક રાત્રીની બાર પ્રતિમાઓ અને બસો ઓગણત્રીશ છઠ્ઠ-એટલી થઈ. અને ત્રણસો ને ઓગણપચાસ પારણાં થયાં. આ પ્રમાણે વ્રત લીધું. તે દિવસથી. માંડીને સાડાબાર વર્ષ અને એક પખવાડિયામાં તપસ્યાઓ થઈ. એમણે. એક ઉપવાસ કરેલ નથી. એવી રીતે જળરહિત સર્વ તપસ્યા કરતા. ઉપસર્ગો પર વિજય મેળવતા અને છદ્મસ્થપણે વિચરતા શ્રી વીરપ્રભુ ઋજુવાલિકા નામની મોટી નદીવાળા જંભક નામના ગામ પાસે આવ્યા. ત્યાં નદીના તટ ઉપર શામક નામના કોઈ ગૃહસ્થનું ક્ષેત્ર હતું ત્યાં શાલવૃક્ષની નીચે છઠ્ઠ તપ કરી ઉત્કૃષ્ટ આસને આતપના લેતાં વૈશાખ સુદ દશમીના દિવસે ચંદ્ર હસ્તોત્તરા નક્ષત્રમાં આવતા દિવસના ચોથા પ્રહરે કેવળજ્ઞાન પામ્યા. દેવોએ સમોવસરણ રચ્યું. પ્રભુએ દેશના આપી. પણ કોઈ વ્રત ગ્રહણ યોગ્ય જીવન ન હોવાથી પ્રભુ વિહાર કરીને અપાપાનગરીએ મહાસેન વનમાં આવ્યા. ત્યાં પ્રભુએ સમવસરણમાં બેસીને દેશના આપી. ઈન્ડે આવીને સ્તુતિ કરી. તે વખતે અપાપાનગરીમાં સોમિલ બ્રાહ્મણે યજ્ઞ કરવા અગિયાર દ્વિજોને બોલાવ્યા હતા. તેમાં ઇન્દ્રભૂતિ ગૌતમ મુખ્ય હતા. દેવોને સમોવસરણમાં જતા જોઈને ઇન્દ્રભૂતિને થયું કે હું સર્વજ્ઞ છતાં મારાથી ચઢિયાતો બીજે કોણ સર્વજ્ઞ છે કે મને છોડીને દેવો ત્યાં જાય છે. હું ત્યાં જઈને તેનો ગર્વ ઉતારું. એમ વિચારીને પોતાના પાંચસો શિષ્યો સાથે ત્યાં ગયા. પ્રભુએ તેને ગૌતમ કહીને મધુર વાણી બોલાવી તેના મનનો સંદેહ દૂર કયો તેથી તેણે પાંચસો શિષ્યો સાથે દીક્ષા લીધી. દેવોએ ઉપકરણો લાવી આપ્યા. તે જાણી તેના બે ભાઈ અગ્નિભૂતિ અને વાયુભૂતિ પાંચસો, પાંચસો શિષ્યોના પરિવાર સાથે ત્યાં આવ્યા. પ્રભુએ તેમનો સંદેહ દૂર કર્યો. તેથી બધાંએ પ્રવજ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314