Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 283
________________ ૨૭૪ ચોવીશ તીર્થંકર ગ્રહણ કરીને આત્મકલ્યાણના પંથને અજવાળવા પ્રયત્નો કરવા લાગ્યા. કેવળજ્ઞાનની ઉત્પત્તિથી માંડીને વિહાર કરતાં ચરમ તીર્થંકર શ્રી વિપ્રભુજીને ચૌદ હજાર મુનિઓ, છત્રીસ હજાર શાંત હૃદયવાળી સાધ્વીઓ, ત્રણસો ચૌદ પૂર્વધારી શ્રમણો, તેરસો અવધિજ્ઞાની. સાતસો વૈક્રિય લબ્ધિવાળ, તેટલાં જ કેવળી અને તેટલાં જ અનુત્તર વિમાને જનારા. પાંચસો મન:પર્યવજ્ઞાની. ચૌદસો વાદી, એક લાખ ને ઓગણસાઠ હજાર શ્રાવકો તથા ત્રણ લાખ ને અઢાર હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર થયો. ગૌતમ અને સુધમાં ગણધર સિવાય બીજા નવ ગણધરો મોક્ષે ગયા પછી સુર, અસુર અને નરેશ્વરોએ જેમના ચરણકમળ સેવેલા છે એવા શ્રી વીર ભગવંત એકવાર અપાપાનગરીએ આવ્યા. એમણે છેલ્લી દેશના. અહીં આપી. ગૌત્તમ સ્વામીના પૂછવાથી શ્રી વીર ભગવંતે પાંચમા તથા છઠ્ઠા આરાના ભાવો નીચે મુજબ કહી બતાવ્યા. શ્રી વીર ભગવતે ગૌતમ સ્વામીને કહ્યું: “અમારા નિવણ પછી ત્રણ વર્ષ ને સાડા આઠ માસે પાંચમો આરો બેસશે. ઓગણીશો ચૌદ વર્ષે પાટલિપુત્રમાં ખેચ્છકુળમાં કલ્કિરૂદ્રને ચતુર્મુખ એવા ત્રણ નામથી , વિખ્યાત રાજા થશે. તે સમયે એક મંદિર અકસ્માતે પડી જશે. તે અઢાર વર્ષનો થશે ત્યાં સુધી મહામારી પ્રવર્તશે. પછી તે રાજા થઈ નગરમાં ફરતાં ફરતાં પાંચ સ્તૂપ જોઈને તેને ખોદાવી નંદરાજાએ દાટેલું ધન લઈ લેશે. દ્રવ્યોનો અર્થ થઈને આખું શહેર ખોદાવશે. તેમાંથી વણદેવી નામે એક શિલામયી ગાય નીકળશે. અને તે ઉપદ્રવ કરશે જેથી કેટલાક મહર્ષિઓ નગરી છોડીને જતા રહેશે. કેટલાક લાલચુ ત્યાં રહેશે. કલ્કિરૂદ્ર સાધુઓ પાસે કર માગશે. મુનિઓ તેને સમજાવશે. તે નહિ સમજે ત્યારે નગરદેવતા તેને ઠપકારશે. એટલે સાધુઓની ક્ષમા માગશે. ત્યારપછી જળપ્રલયથી તે નગર ડૂબી જશે. તેમાં થોડા માણસો બચી જશે. કલ્કિરૂદ્ર ક્યાસી વર્ષનું આયુ ભોગવી નરકે જશે. તેના પુત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314