Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot
View full book text
________________
૨૭
ચોવીશ તીર્થંકર
કુક્ષીમાં શ્રેણિક રાજાનો જીવ પુત્રપણે ઉત્પન થશે. તે પદ્મનાભ નામે પહેલા તીર્થંકર થશે. (૨) બીજા તીર્થકર શુરદેવ (સુપાર્શ્વનો જીવ) (૩) સુપાર્શ્વ (પોકિલનો જીવ) (૪) સ્વયંપ્રભ કઢાયુનો જીવ) (૫) સવનુભૂતિ (કાર્તિક શેઠનો જીવ) (૬) દેવશ્રુત (શંખ શ્રાવકનો જીવ) (૭) ઉદય (નંદનો જીવ) (૮) પેઢાળ (સુનંદનો જીવ) (૯) પોટિલ કંકસીનો જીવ) (૧૦) શતકીતિ રિવતીનો જીવ) (૧૧) સુવ્રત (સત્યકિનો જીવ) (૧૨) અમમ (કૃષ્ણ વાસુદેવનો જીવ) (૧૩) અકષાય (બલદેવનો જીવ) (૧૪) નિખુલાક (રોહિણીનો જીવ) (૧૫) નિર્મમ (સુલતાનો જીવ) (૧૬) ચિત્રગુપ્ત રવતીનો જીવ) (૧૭) સમાધિ (ગવાળીનો જીવ) (૧૮) સંવર (ગાર્બલુનો જીવ) (૧૯) યશોધર દ્વીપાનનો જીવ) (૨૦) વિજય (કર્ણનો જીવ) (૨૧) મલ્લિ (નારદનો જીવ) (૨૨) દેવ (અંબડનો જીવ) (૨૩) અનંતવીર્ય (બારમાં ચક્રવર્તી બ્રહ્મદરનો જીવ) (૨૪) ભદ્રકૃત (સ્વાતિનો જીવ) વગેરે ભાવી તીર્થંકરો થશે.
તેટલા સમયમાં દીર્ઘદત, ગૂઢદત્ત. શુધ્ધદેત, શ્રી ચંદ્ર, શ્રી સોમ, પદ્મ, મહાપા, દશમ, વિમળ, વિમલવાહન અને અરિષ્ટ એ બાર ચક્રવર્તીઓ થશે. નંદી, નંદીમિત્ર, સુંદરબાહુ મહાબાહુ, અતિ બળ, મહાબળ, બળ, દ્વિપુષ્ટ અને ત્રિપુષ્ટ એ નવ અર્ધચક્રી વાસુદેવ) થશે. જયંત, અજિત, ધર્મ, સુપ્રભ. સુદર્શન, આનંદ, નંદનપદ્મ. અને સંકર્ષણ એ નવ બળરામ થશે તથા તિલક, લોહજંઘ. વજજંઘ, કેશરી બલિ, અલ્હાદ, અપરાજિત, ભીમ અને સુગ્રીવ એ નવ પ્રતિ વાસુદેવ થશે. આ પ્રમાણે ઉત્સર્પિણી કાળમાં ત્રિષષ્ટિ શલાકા પુરુષો થશે.
શ્રી વીર ભગવંતે સુધમાં ગણધરના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે મારા મોક્ષગમન પછી કેટલેક કાળે જંબૂ નામના તમારા શિષ્ય છેલ્લા કેવળી થશે. તેના પછી કેવળજ્ઞાન ઉચ્છેદ પામશે કેવળ જ્ઞાન ઉચ્છેદ પામતા કોઈને મન:પર્યવ જ્ઞાન પણ નહિ થાય. પુલાલબ્ધિ કે પરમાવધિ જ્ઞાન પણ નહિ થાય. ક્ષપક શ્રેણી અને ઉપશમ શ્રેણી અને વિનાશ પામશે. તેમજ આહારક શરીર, જિનકલ્પ અને ત્રિવધિ સંયમ પણ રહેશે. નહિ તેમના શિષ્ય પ્રભવ ચૌદ પૂર્વધારી થશે અને તેના શિષ્ય શäભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314