Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot
View full book text
________________
ચોવીશ તીર્થંકર
ગોવાળ ક્રોધિત થઈ ગયો. અને પ્રભુના બન્ને કાનમાં કાશડાની શળીઓ નાંખી. પછી તે શળીઓને તાડન કરવાથી તે શળીઓ પરસ્પર એવી રીતે મળી ગઈ કે જાણે તે અખંડ એક જ શળી હોય તેમ દેખાવા લાગી. ગોવાળ ચાલ્યો ગયો.
૨૦૦
આ તરફ પ્રભુએ સમભાવે તે વેદના સહન કરીને મધ્યમ અપાપા નગરીમાં પારણા અર્થે સિદ્ધાર્થ વણિકને ત્યાં ગયા. તેણે પ્રભુને ભક્તિથી પ્રતિલાભિત ફર્યાં. ત્યાં સિદ્ધાર્થનો ખરક નામનો વૈદ્યમિત્ર આવેલો હતો. એણે પ્રભુના દેહનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું તો પ્રભુના કર્ણમાં ખીલા જોયા. વૈધે તે ખીલા સિદ્ધાર્થને બતાવ્યા.
સિદ્ધાર્થે કહ્યું : ‘કોઈ મહાપાપીએ આવું અકાર્ય કર્યું હોવું જોઈએ. મિત્ર, હવે તે કાઢવાનો ઉપાય શોધો...'
વૈઘે કહ્યું : પ્રભુ શરીરની દરકાર કરતા નથી તો ચિકિત્સા કેમ
થાય’
પ્રભુ બહાર ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. સિદ્ધાર્થ તથા ખરક વૈઘ ખીલા કાઢવા માટેની સામગ્રી લઈને પ્રભુ પાસે આવીને તેલની કુંડીમાં બેસાડીને તેમના શરીરને તેલનું અત્યંગન કર્યું. બળવાન ચંપી કરનારા માણસો પાસે મર્દન કરાવ્યું. પ્રભુના શરીરના તમામ સાંધા શિથિલ કરી નાખ્યાં. પછી બે સાણસી લઈ પ્રભુના બન્ને કાનમાંથી બન્ને ખીલા એકી સાથે ખેંચ્યા. તે ખેંચતા પ્રભુએ ભયંકર ચીસ પાડી, સંરોહિણી ઔષધિથી પ્રભુના કાનને રૂઝવી, ખમાવી, વંદન કરીને સિદ્ધાર્થ તથા ખરક વૈદ્ય પોતાના ઘેર ગયા. તેઓએ પ્રભુને વેદના કરવા છતાં પણ શુભાશયથી દેવનો બંધ કર્યો. જ્યારે ગોવાળ મૃત્યુ પામીને સાતમી નરકે ગયો.
પ્રભુના નાદથી તે ઉદ્યાન મહાભૈરવના નામથી પ્રખ્યાત થયું. ત્યાં લોકોએ એક દેવાલય કરાવ્યું, પ્રભુને ઉપસર્ગોનો પ્રારંભ તથા પૂર્ણતા બન્ને ગોવાળોથી થયા.
પ્રભુને તપસ્યામાં એક છમાસિક, નવ ચતુર્માસક્ષપણ, છદ્રિ માસિક, બાર માસિક, બોંતેર અર્ધમાસિક, એક ષણ્માસિક, બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314