Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 269
________________ ૨૦ ચોવીશ તીર્થકર ઊભા રહ્યા. ત્યાં શાલાય નામની વ્યંતરીએ કારણ વગર ક્રોધિત થઈને પ્રભુની ઉપર કર્મનો ઘાત કરનારા કેટલાક ઉપસગ કર્યો. ઉપસર્ગ કરતાં શાંત થઈ ત્યારે એણે પ્રભુની સેવા કરી. વીરપ્રભુ લોહાગલ નામનાગામે આવ્યા ત્યાંના રક્ષકોએ વીપ્રભુને પકડી નગરીના રાજા જિતશત્રુ સમક્ષ લાવ્યા ત્યારે અસ્થિક ગામના ઉત્પલ નિમિત્તણે પ્રભુની પરિચય આપ્યો. તેથી રાજાએ પ્રભુની ભકિતથી વંદના કરી. શ્રી મહાવીર પ્રભુ પુરિમતાલ નગરીમાં આવ્યા ત્યારે પુત્રપ્રાપ્તિ માટે વાગર શેઠ અને ભદ્રા શેઠાણીએ દઢ સંકલ્પ કર્યો કે પુત્ર થશે તો શ્રી મલ્લિનાથ સ્વામીના ચૈત્યનો ઉદ્ધાર કરીશું.' ત્યાં કોઈ અહત ભક્ત વ્યંતરીના પ્રભાવથી ભદ્રાના ઉદરમાં ગર્ભ રહ્યો. આથી વાગુર શેઠની શ્રદ્ધા વધી. એક વાર શ્રી મલ્લિનાથ સ્વામીના બિંબને પૂજવા જતા વાગર શેઠને ઇશાનેન્દ્ર જોયો અને ચરમ તીર્થંકર મહાવીર સ્વામી અત્રે છે તે જણાવ્યું અને શેઠે તરત જ ત્રણ પ્રદક્ષિણા કરી શ્રી મહાવીર પ્રભુને વંદના કરી. પણ ઈશાનેંદ્ર અને વાગર શેઠ પ્રભુને નમીને પોતાના સ્થાને ગયા. શ્રી મહાવીર પ્રભુ ગોશાળ સાથે ઉષ્ણાક ગામે થોડા દિવસ રોકાઈને રાજગૃહી નગરીમાં પધાર્યા ત્યાં ચાર માસક્ષપણ વડે વિવિધ પ્રકારના અભિગ્રહો કરીને પ્રભુએ આઠમું ચોમાસું નિર્ગમને કર્યું. પ્રભુએ કમનિર્જરા માટે ગોશાળને લઈને વજભૂમિ શુદ્ધભૂમિ લાટ વગેરે મલેચ્છ દેશોમાં વિચર્યા. તે દેશોમાં પરમા ધાર્મિક જેવા સ્વચ્છેદી મલેચ્છો વિવિધ ઉપસર્ગોથી શ્રી વિરપ્રભુને ઉપદ્રવો કરવા લાગ્યા. પ્રભુ તો ઉપસર્ગોથી હર્ષ પામતા હતા. ધર્મધ્યાન અને તપમાં મગ્ન રહેનારા શ્રી વીપ્રભુએ નવમું ચાતુમસ પસાર કર્યું ત્યાંથી વિહાર કરીને પ્રભુ ગોશાળ સાથે સિદ્ધાર્થપુર ગામમાં પધાર્યા. ત્યાંથી કુર્મગ્રામ તરફ જતાં એક તિલનો છોડવો જોઈને ગોશાળે પ્રભુને પૂછ્યું કે આ તિલનો છોડવો ફળશે કે નહિ. પ્રભુએ ઉત્તર આપ્યોઃ ફળશે. પુષ્યના સાત જીવ જે બીજા છોડમાં છે તે અવીને આજ છોડમાં તિલપણે ઉપજશે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314