Book Title: Chidvilas Author(s): Dipchand Shah Kasliwal Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 5
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (બીજી આવૃત્તિ પ્રસંગે ) પ્રકાશકીય નિવેદન આ ‘ચિદ્ વિલાસ ’ ગ્રંથ, અધ્યાત્મ અને સિદ્ધાંતનું સૂક્ષ્મ જ્ઞાન જેમને હતું તેવા શ્રી દીપચંદજી કાશલીવાલ નો રચેલ છે. ગ્રંથ નાનો હોવા છતાં, સૈદ્ધાંતિક વિષયની સૂક્ષ્મતા અને નિરૂપણ મહાન પરમાગમોમાં હોય તેવો વિષય તેમણે આ ગ્રંથમાં લખ્યો છે. તે સંબંધી ટૂંકામાં “ ભૂમિકા ” માં વર્ણન કરેલ છે; ગ્રંથ કર્તાની બીજી પણ રચનાઓ, અનુભવ-પ્રકાશ, જ્ઞાન દર્પણ, અધ્યાત્મ પંચ સંગ્રહ, ભાવ દિપિકા વગેરે પણ જીજ્ઞાસુ મુમુક્ષુઓએ સ્વાધ્યાય કરવા યોગ્ય છે. ગુજરાતી ભાષા મુમુક્ષુ સમાજ આ ગ્રંથને સરળતાથી સમજી શકે તે માટે પ્રથમ વિક્રમ સંવત ૨૦૦૬ માં ગુજરાતી અનુવાદમાં આ ગ્રંથનું પ્રકાશન કરવામાં આવેલ ત્યારબાદ ઘણા સમયથી પ્રાપ્ય નહિ હોવાથી અને મુમુક્ષુઓની માગણી રહેવાથી બીજી આવૃત્તિરૂપે હાલ પ્રકાશન કરવામાં આવેલ છે. ૫૨મ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી ના મહાન પ્રભાવના ઉદયે પ્રતિદિન સત્ ધર્મ-પ્રભાવના વૃદ્ધિગત્ થઈ રહી છે, અને આ સત્ સાહિત્ય દ્વારા સારાયે ભારતમાં તત્ત્વ-પ્રચાર અતિ સુંદર થઈ રહ્યો છે, અને આ ટ્રસ્ટમાં પ્રતિવર્ષ લાખો રૂપિયાનું સાહિત્ય વેચાણ થાય છે; તે પૂ. ગુરુદેવશ્રી નો મહાન પ્રતાપ છે; સમાજ ઉપર અનુપમ ઉપકાર છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 142