Book Title: Chakravarti Sanatkumar Vir Dhanno Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 5
________________ ચક્રવર્તી સનતકુમાર હસ્તિનાપુર નામે એક મોટું નગ૨. ત્યાં રાજા અશ્વસેન રાજ્ય કરે. તેમને સહદેવી નામે પટરાણી. ૧ એક વખત તેમને સપનાં આવ્યાં. તેમાં ઉત્તમ હાથી, બળદ ને સિંહ જોયા. લક્ષ્મીદેવી, ફૂલની માળા ને ચંદ્ર જોયાં. ઊગતો સૂરજ, રંગે રાતી ધજા ને પાણી ભર્યો કળશ જોયો. પદ્મભર્યું સરોવ૨ ને વિશાળ સમુદ્ર જોયા. વળી દેવવિમાન, રત્નનો ઢગલો ને ધુમાડા વિનાની જ્યોત જોઈ. રાણી જાગીને વિચારવા લાગી : આ સુંદર સ્વપ્નોનો શો સાર હશે ! તેણે રાજાને કહ્યું. રાજાએ સ્વપ્નો સમજનારને તેડાવ્યા. તેઓ બોલ્યા : રાણીને પરાક્રમી પુત્ર જન્મશે. તે ચક્રવર્તી અથવા તીર્થંકર થશે. નવ માસ પૂરા થતાં સહદેવીને એક પુત્ર અવતર્યો. તેનું તેજ અદ્ભુત. રાજાએ મોટો ઉત્સવ કર્યો અને નામ પાડ્યું સનતકુમાર. સનતકુમારનું અદ્ભુત રૂપ ! લોકો કહે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36