Book Title: Chakravarti Sanatkumar Vir Dhanno
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 32
________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૯ ** * *પાવલિની ૨: ભગવાન મહાવીરની ધર્મકથાઓ તીર્થકર ભગવાન મહાવીરસ્વામીની ઉપદેશ શૈલી જ્ઞાતાશૈલી'ના નામે પ્રસિદ્ધ હતી. જ્ઞાતાશૈલી એટલે કોઈ પણ વિચારને સચોટ રીતે સમજાવવા માર્મિક દૃષ્ટાંત આપીને વાત કરવાની શૈલી. ભગવાન મહાવીરની આવી કેટલીક ઉપદેશકથાઓ જોઈએ. ભગવાને એક કોડી સાટુ ૯૯૯ રૂપિયા ખોનારનું દૃષ્ટાંત આપ્યું : એક માણસ કમાવા માટે પરદેશ ગયો. ખૂબ મહેનત કરીને એ હજાર રૂપિયા કમાયો. એ હવે સારા સથવારા સાથે ઘેર આવવા નીકળ્યો. એક હજાર રૂપિયામાંથી એક રૂપિયો જુદો રાખ્યો અને ૯૯૯ વાંસળીમાં નાખી કેડે બાંધ્યા. એક રૂપિયાની એણે કોડીઓ લીધી અને નક્કી કર્યું કે આ સો કોડીમાં પ્રવાસખર્ચ પતાવવો. ધીરે ધીરે એણે ઘણો રસ્તો કાપી નાખ્યો. હવે ગામ થોડેક દૂર રહેતાં, એ એક ઠેકાણે ખાવા બેઠો. ત્યાં પોતાની પાસેની એક કોડી ભૂલી ગયો. એ આગળ વધ્યો. માર્ગમાં તેને યાદ આવ્યું કે તે એક કોડી પાછળ ભૂલતો આવ્યો છે, ને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36