Book Title: Chakravarti Sanatkumar Vir Dhanno
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 30
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૯ ૫૨ણ્યો, ખૂબ પૈસાદાર કુટુંબની. તેને કુલ આઠ સ્ત્રીઓ થઈ. ધન્નો હવે રાજગૃહમાં રહે. ત્યાં માબાપ ઉપવાસ ક૨ી મરણ પામ્યાં. ૨૮ એક વખત ધન્નો બેઠો નાહવા. સુભદ્રા વાંસો ચોળે. આંખમાંથી ટપટપ આંસુ પડે. ધન્ને પાછું જોયું. સુભદ્રાને રડતી દીઠી. કારણ પૂછ્યું. સુભદ્રા કહે, મારા ભાઈ શાલિભદ્રને થયો છે વૈરાગ્ય. તે હંમેશાં એક સ્ત્રીને છોડે છે. બત્રીસ સ્ત્રીઓને એમ છોડવાના છે. ધન્નો કહે, બહુ કાયર. એ તે વૈરાગ્ય કહેવાય ? બધી સ્ત્રીઓને સાથે કેમ નથી છોડતો ? સુભદ્રા કહે, સ્વામીનાથ ! બોલવું સહેલ છે, પણ કરવું મુશ્કેલ છે. ધન્નો કહે, એમ ? સુભદ્રા કહે, હા. ધન્નો કહે, ત્યારે બધી સ્ત્રીઓ છોડી. સુભદ્રાએ જાણ્યું કે હાંસી કરતાં ખાંસી થઈ. બહુ સમજાવ્યું. બીજી સ્ત્રીઓએ પણ ખૂબ સમજાવ્યું, પણ ધન્નો એકનો બે ન થયો. એટલે સ્ત્રીઓએ કહ્યું, ત્યારે અમે પણ દીક્ષા લઈએ. ધન્નો કહે, બહુ આનંદની વાત. સ્ત્રીઓ પણ તૈયાર થઈ. તે આવ્યો શાલિભદ્રને ઘે૨. બૂમ મારી : અરે કાયર ! વૈરાગ્ય તે આવા હોતા હશે ! હું આઠ સ્ત્રીઓ સાથે ચાલ્યો, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36