Book Title: Chakravarti Sanatkumar Vir Dhanno
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/005422/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી - ૨ ચક્રવર્તી સનતકુમાર - વીર ધબ્બો IIIIIIII VVAN દOOOON. IITH જયભિખુ Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ [કુલ પુસ્તક ૧૦] ૧. તીર્થકર શ્રી ઋષભદેવ, ભરત – બાહુબલી ૨. તીર્થકર શ્રી મહાવીર, તીર્થકર શ્રી પાર્શ્વનાથ ૩. આચાર્ય શ્રી જંબુસ્વામી, આર્દ્રકુમાર ૪. મહાસતી અંજના, સતી ચંદનબાળા ૫. કાન કઠિયારો, અક્ષયતૃતીયા, સત્યનો જય ૬. રાજા શ્રીપાળ, શેઠ જગડુશાહ ૭. મુનિશ્રી હરિકેશ, આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર ૮. રાણી ચેલણા, અમરકુમાર ૯. અર્જુન માળી, ચંદનમલયાગિરિ ૧૦. મહારાજા કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ, મહાત્મા દઢપ્રહારી For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ જૈન બાલગ્રંથાવલિઃ શ્રેણી ૨ - પુ.૯ ચક્રવર્તી સનતકુમાર વીર ધબ્બો સંપાદક જયભિખ્ખ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩ાબી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Balgranthavali Shreni-2 Ed. by Jaybhikhkhu Published by Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380 007 આવૃત્તિ : જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ ISBN : 978-81-89160-95-1 કિંમત : રૂ. ૧૫ ૧૦ પુસ્તિકાના સેટની કિંમત રૂ. ૧૫૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ -૩૮૦ ૦૦૭ મુખ્ય વિક્તા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ | ગુર્જર એજન્સીઝ ૫૧-૨, રમેશપાર્ક સોસાયટી, રતનપોળ નાકા સામે, ઉસ્માનપુરા, ગાંધી માર્ગ, . અમદાવાદ -૩૮૦ ૦૧૩ અમદાવાદ -૩૮૦ ૦૦૧ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ મુદ્રક ક્રિષ્ના ગ્રાફિક્સ, નારણપુરા ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી સનતકુમાર હસ્તિનાપુર નામે એક મોટું નગ૨. ત્યાં રાજા અશ્વસેન રાજ્ય કરે. તેમને સહદેવી નામે પટરાણી. ૧ એક વખત તેમને સપનાં આવ્યાં. તેમાં ઉત્તમ હાથી, બળદ ને સિંહ જોયા. લક્ષ્મીદેવી, ફૂલની માળા ને ચંદ્ર જોયાં. ઊગતો સૂરજ, રંગે રાતી ધજા ને પાણી ભર્યો કળશ જોયો. પદ્મભર્યું સરોવ૨ ને વિશાળ સમુદ્ર જોયા. વળી દેવવિમાન, રત્નનો ઢગલો ને ધુમાડા વિનાની જ્યોત જોઈ. રાણી જાગીને વિચારવા લાગી : આ સુંદર સ્વપ્નોનો શો સાર હશે ! તેણે રાજાને કહ્યું. રાજાએ સ્વપ્નો સમજનારને તેડાવ્યા. તેઓ બોલ્યા : રાણીને પરાક્રમી પુત્ર જન્મશે. તે ચક્રવર્તી અથવા તીર્થંકર થશે. નવ માસ પૂરા થતાં સહદેવીને એક પુત્ર અવતર્યો. તેનું તેજ અદ્ભુત. રાજાએ મોટો ઉત્સવ કર્યો અને નામ પાડ્યું સનતકુમાર. સનતકુમારનું અદ્ભુત રૂપ ! લોકો કહે, For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૯ દેવતાઓનાં જ રૂપ આવાં હોય. જે સનતને જુએ એ મોહ પામે. સનત આનંદે ઊછરતો મોટો થયો. પિતાએ તેને સારી રીતે ભણાવ્યો. તેના માટે મોટા મોટા પંડિતો રાખ્યા. તેમની પાસેથી તે બધાં શાસ્ત્રો શીખ્યો. એમ કરતાં તે જીવાન થયો. મહેન્દ્ર નામે તેનો એક ભાઈબંધ. ઘડીએક બંને વિખૂટા ન પડે. બંને હસતાં ૨મતાં મોટા થયા. એક વખત વસંતઋતુ ખીલી ઊઠી છે. રિવાજ મુજબ વનના માળીએ આવીને તેની વધામણી આપી, એટલે સનતકુમારને વિચાર થયો : ચાલો વસંતનો આનંદ માણીએ. અને બધા થયા તૈયાર. અબીલ, ગુલાલ ને કેસર લીધાં. અત્તરફૂલેલના શીશા લીધા. સંગીતનો સઘળો સાજ લીધો. મેવામીઠાઈના કરંડિયા લીધા. પછી આવ્યા નગર બહાર ઉપવનમાં. ત્યાં અબીલ-ગુલાલ ઉડાડ્યાં. કેસર ઘોળીને તેની પિચકારીઓ છાંટી. વીણા ને સારંગી છેડી ગીતગાન કર્યાં, પછી મેવામીઠાઈ જમવા બેઠા. એવામાં એક સોદાગર પાણીપંથો ઘોડો લઈને ત્યાં આવ્યો. રાજકુંવર જાણીને તેને ભેટ કર્યો. તેના મનમાં એમ કે તે પસંદ કરે તો બીજા બધા ઘોડા વેચાય. રાજકુંવરને વહાલા હાથીઘોડા. જો તે મળ્યા તો For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી સનતકુમાર ગીતગાન ને જમણ પડ્યાં રહે. સનતકુમારને પણ એમ જ થયું. ઘોડાની પ૨ીક્ષા કરવા તરત જ ઘોડે પલાણ નાખ્યું. ચાબુક લીધો, પણ તે ચાબુક ઉપાડે તે પહેલાં તો ઘોડો ઊપડ્યો. સાથે બીજા રાજકુમારોએ પણ ઘોડા દોડાવ્યા. પણ આ ઘોડો તો કોઈ અજબ ! શું એની ચાલ ! શું એની ઝડપ ! એ તો બધાની આગળ વીજળીવેગે દોડવા લાગ્યો. બીજા બધા પાછળ રહી ગયા. કુમારે ઘોડાની લગામ ખેંચી, પણ ઘોડો તો વેગ વધારતો રહ્યો. જોતજોતાંમાં કુમારને લઈને એ બધાની નજર બહાર નીકળી ગયો. ઓ જાય, ઓ જાય, સહુ બૂમાબૂમ કરવા લાગ્યા, પણ ઘોડો અને તેનો અસવાર અલોપ થઈ ગયાં. વસંતની મજા ઊડી ગઈ. બધા રોતાં કકળતાં રાજા પાસે આવ્યા. રાજા કહે, પાઘડીનો વળ દેનાર સહુ ઘોડે ચઢો, કુમારને પૃથ્વીના પડમાંથી પણ શોધી લાવીએ. સોદાગરને લીધો સાથે. સોદાગર કહે, જરૂ૨ એ ઘોડો દેવતાઈ હશે. કદી કોઈને પોતાની પીઠ પર ચઢવા ન દે, આજે એણે હોંશે હોંશે કુમારને બેસવા દીધા. મહારાજ, આઘેરા વનમાં યક્ષો ને વિદ્યાધરો વસે છે. એમની કુંવરીઓ માનવજાતને પરણવા તલસે છે. તેઓ આવા ઘોડા છુટ્ટા મૂકે છે. કોઈ દેવતાઈ રૂપવાળો ઇંદ્રના જેવા બળવાળો પુરુષ દીઠો કે લઈને નાસી છૂટે છે.' For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૯ રાજા કહે, “અરે સોદાગરજી, એ યક્ષો ને વિદ્યાધરો ક્યાં વસે છે ?' એ હું કયાંથી જાણું, બાપજી!' ઘોડા દોડાવતા સહુ આગળ વધ્યા. હવે તો ભયંકર વન શરૂ થયું, ન રસ્તો કે ન કેડી. ચારે તરફ માણસખાઉ માખીઓ બણબણ્યા કરે, માંસભક્ષી પંખીઓ ઊડ્યાં કરે. પ્રધાન કહે, રાજાજી ! હવે પાછા વળો. આ વનમાં કોઈ માનવજાત હજી ગઈ નથી કે જશે નહીં. પ્રધાનજીની વાત સાચી હતી. રાજાજી કહે, ભાવિભાવ, ચાલો પાછા વળો. સહુએ પોતાના ઘોડા ફેરવ્યા, પણ પેલો સનતકુમારનો મિત્ર તો હજી એમ ને એમ ઊભો છે. મહેન્દ્ર, ચાલ, પાછો ચાલ, આપણાં એટલાં ઓછાં ભાગ્ય !” મહેન્દ્ર કહે : “રાજાજી, તમે સુખે પાછા વળો, ને રાજ સંભાળો. તમારે તો અનેક દીકરા છે, ને અનેક થશે. મારે તો આ એક જ મિત્ર છે. અમારા તો બે દેહ છે, પણ જીવ એક છે. હવે જીવ્યા-મૂઆના જુહાર સમજજો !” મહેન્દ્ર ભયંકર વનમાં ઘોડો હાંક્યો, પણ ત્યાં તો માણસખાઉ માખીઓ ધસી આવી. ઘોડાને આખો ને આખો ફોલી ખાધો. મહેન્દ્ર તો પગપાળો આગળ નાઠો. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી સનતકુમાર રસ્તો તદ્દન કઢંગો. ગેંડાઓએ શીંગડાં મારીને પથરા ઉખાડેલા. થોડે દૂર જતાં તેને તરસ લાગી. તાપ સખત. હવા ને તરસે જીવ જતો હતો, એવામાં કોતરો શરૂ થયાં. એટલે નદી પાસે હશે એમ જાણી એ રાજી થયો, પણ કોતરો એટલે જમનાં મોઢાં. ચારે બાજુ જાનવરોનો ભય. થોડું ચાલતાંએક હરણનું ટોળું જોયું. એક મિનિટમાં તો તેની પાછળ પાંચ ચિત્તાને છલંગ મારતા જોયા. મહેન્દ્રસિંહે ભાથા પર હાથ મૂકયો, પણ ચિત્તા તો બીજી બાજુ જ ચાલ્યા ગયા. તેને બાણ ચલાવવું પડ્યું નહીં. એક પછી એક કોતરો તે વટાવવા લાગ્યો. થોડાં કોતરો વટાવતાં પાણીનો ઝરો નજરે પડ્યો. પણ ત્યાં શું હતું? એક સિંહણ અને સિંહ પોતાનાં બચ્ચાં સાથે ત્યાં બપોરા ગાળતાં હતાં. હવે શું થાય ? જરા દિશા બદલીને તે ચાલ્યો. ત્યાં ખડકમાંથી વહેતું એક વહેળિયું આવ્યું. હાથ કરીને તે ત્યાં બેઠો ને ઠંડું હિમ પાણી પીધું. હવે ભૂખ પણ કકડીને લાગી હતી એટલે થોડાં તાજાં ફળો તોડ્યાં ને ભૂખ મટાડી. આમ કરતાં સાંજ પડી એટલે તે મોટા ઝાડે ચઢ્યો. જરા અંધારું થતાં વાઘની ગર્જનાઓ અને શિયાળની લાળી સંભાળાવા લાગી. વનના રાજાઓ શિકાર ખેલવા લાગ્યા. મહેન્દ્રસિંહ પ્રભુનું નામ લેતો આખી રાત બેસી રહ્યો. બીજા દિવસનું વહાણું વાયું ને તડકો થયો એટલે તે આગળ ચાલ્યો. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૯ . . . . . . આજે વધારે ગાઢ જંગલમાંથી જવાનું હતું. ઝાડ ખૂબ મોટાં ને વિશાળ આવવા લાગ્યાં. નીચે પાંદડાંઓથી રસ્તો ઢંકાઈ ગયેલો છે, કોઈક ઠેકાણે હાથીઓએ ઝાડ ઉખેડી નાખ્યાં છે તેથી રસ્તો તદ્દન બંધ થયો છે. છતાં મહેન્દ્રસિંહ હિંમત હારતો નથી. જંગલ ઘણું જ ભયાનક હતું. અજગરોનો ઠેર ઠેર વાસ હતો. આવા જંગલમાં શોધ કરતાં તે એક પછી એક દિવસ પસાર કરવા લાગ્યો. ગુફાઓ ને કોતરો બધાં શોધવા લાગ્યો. શું મિત્રનો સ્નેહ ! મહેન્દ્રસિંહને જંગલમાં રખડતાં આજે એક વરસ થયું છે. તેનાં કપડાંલત્તાં ફાટી ગયાં છે. માથાની હજામત વધી ગઈ છે. ભૂખ અને થાકથી તેનું શરીર દૂબળું થઈ ગયું છે, છતાં તે પોતાની ટેક છોડતો નથી. મિત્ર મળશે એવી આશાએ જંગલમાં ભટકી રહ્યો છે. એક દિવસ જંગલમાં તે ચાલ્યો જાય છે. ત્યાં સારસ, હંસ ને જળકૂકડીના અવાજ સાંભળ્યા. એણે અનુમાન કર્યું કે નજીકમાં કોઈ સરોવર છે એટલે તે તરફ ચાલ્યો. થોડી વારે ઠંડો પવન આવવા લાગ્યો. કમળની ખુશબો આવવા લાગી તેને પાકી ખાતરી થઈ કે કોઈ સુંદર સરોવર નજીકમાં જ છે. તે ઝડપથી ચાલવા લાગ્યો અને તેના કાને સુંદર ગીતનો For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી સનતકુમાર .ن.ت.ت . . . અવાજ આવ્યો. વીણા ને મૃદંગ વાગતાં સંભળાયાં. તેના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. આ જંગલમાં મંગળ શું? ગીતગાન શાં? તે સરોવરકિનારે આવ્યો. ત્યાં થોડે દૂર જુવાન બાળાઓનું ટોળું ને વચ્ચે સનતકુમાર. અરે, પોતાનો વહાલો મિત્ર અહીં ! અરે, આ શું સાચું છે કે સ્વપ્ન છે, એમ મહેન્દ્રસિંહ વિચારમાં પડી ગયો. તેને ખાતરી થઈ કે એ સ્વપ્ન નથી, પણ સાચું છે. એ જ મારો દિલોજાન દોસ્ત સનતકુમાર છે. તે એકદમ દોડ્યો ને જઈને સનતકુમારના ચરણે પડ્યો. સનતકુમારે તેને ઉઠાડ્યો ને છાતીસરસો ચાંપ્યો. પછી બોલ્યો, “વહાલા મહેન્દ્ર ! તું અહીં ક્યાંથી ? આવા ઘોર જંગલમાં શી રીતે આવ્યો ?” મહેન્દ્ર કહે, “ભાઈ ! તારી શોધમાં ઘર છોચ્ચે આજે એક વરસ થયું. જંગલમાં ભટકતાં ભટકતાં આજે મારી તપસ્યા ફળી પણ સનતકુમાર ! આ બધી રિદ્ધિ-સિદ્ધિ શી રીતે મળી ? આ સ્ત્રીઓને કેવી રીતે પરણ્યા?” સનતકુમાર કહે, “ભાઈ ! પહેલાં તું નાહી લે. પછી ભોજન કર. ઘણા વખતનો તું થાકેલો છે. પછી નિરાંતે વાત કરીએ.” મહેન્દ્રને બધાંએ મળી નવરાવ્યો, સુંદર ભોજન જમાડ્યાં. પછી બધા એકઠા થયા. સનતકુમારે કહ્યું: “મહેન્દ્ર, મારી For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૯ . . .ن.ت.ت. વાત મારા મોઢે શું કરું? આ તારી ભાભી બધી વાત કરશે.” એમ કહી બકુલમતીને નિશાની કરી એટલે તેણે વાત કહેવી શરૂ કરી: “તમારા મિત્ર ઘોડે બેસીને દૂર નીકળી ગયા. ઘોડો કોઈ રીતે વશ રહ્યો નહીં. તે જંગલમાં આવી ચડ્યો. બીજા દિવસે બપોર સુધી દોડદોડ કર્યું, આખરે થાકીને હાથ જીભ કાઢી નાખી. એક ઝાડ નીચે ઊભો રહ્યો. તમારા દોસ્ત, આટલી લાંબી મુસાફરીથી અકડાઈ ગયા હતા. તે બહુ મહેનતે નીચે ઊતર્યા.” એ ઘોડો મારો હતો. મારા પિતા વિદ્યાધર ભાનુવેગે અમારા માટે વર શોધવા મોકલ્યો હતો. મૃત્યુલોકમાં પણ અમૂલખ માનવીઓ વસે છે, જેમની સુકીર્તિ પર પ્રત્યેક વિદ્યાધર-કન્યા મરી ફીટે છે. એમાં એક બે યક્ષો તો વાતો કરતા હતા, કે રાજા અશ્વસેનના કુમાર સનતનું રૂપ તો ત્રિલોકમાં થયું નથી. એ જ સનતકુમાર જ્યારે આ ભૂમિમાં આવ્યા, ત્યારે યક્ષો એમને ઉપાડી જવા માટે મથવા લાગ્યા, પણ સનતકુમાર એમ કાંઈ ગાંજ્યા જાય તેમ નહોતા. એમણે સહુને હરાવ્યા ને આગળ વધ્યા.' થોડે દૂર એમણે એક નગરી જોઈ. ઊંચા ઊંચા વાદળથી વાતો કરતા મહેલ. સોનાનાં શિખરો ને ઉપર રૂપેરી આભ. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી સનતકુમાર ૧૧ સ્ફટિકના તો રસ્તા. ગોખે ગોખે નકશી કરેલી. એ તો રાજીના રેડ થયા. નગરીના મોતી-દરવાજે મારી આઠ બહેનો તેમના સ્વાગત માટે ત્યાં ગરબા રમતી હતી. તમારા મિત્ર તેમની પાસે ગયા અને પૂછયું, ‘તમે કોણ છો, કયાં રહો છો ?' “તેઓ બોલી, “અમે આ નગરમાં જ રહીએ છીએ. વિદ્યાધર રાજા ભાનુવેગની પુત્રીઓ છીએ. આપ આરામ લેવા અમારે ત્યાં પધારો. તે બાળાઓની વિનંતી ધ્યાનમાં લઈ તે નગરમાં આવ્યા. ત્યાં તેમને અત્યંત રૂપવાન તથા પરાક્રમી જાણીને ભાનુવેગ રાજાએ પ્રાર્થના કરી, “આપ કોઈ વીર પુરુષ લાગો છો. મારી કન્યાઓને માટે યોગ્ય વર છો તેથી તેમનો હાથ સ્વીકારો. તમારા મિત્ર એ વિનંતી ધ્યાનમાં લઈ અમ સહુને પરણ્યા. પછી રાત્રે સૂતા તે વખતે હારેલો યક્ષ આવ્યો. તેણે તેમને ઉપાડીને એક જંગલમાં ફેંક્યા. પછી તે દુષ્ટ નાસી ગયો. તમારા મિત્ર જાગ્યા ત્યારે અચંબો પામ્યા. હું જંગલમાં ક્યાંથી ? પછી તે આગળ ચાલ્યા. ત્યાં એક પર્વત આવ્યો. તેના પર ચડ્યા. તેના શિખરે સાત માળનો એક સુંદર મહેલ. ત્યાંથી કોઈનું રડવું સંભળાયું. તમારા મિત્ર તરત જ ત્યાં દોડી ગયા. ત્યાં એક સ્ત્રી પોકાર કરી રહી હતીઃ “આ ભવમાં હું સનતકુમારને જ મનથી વરી છું.' આ પ્રમાણે છેવટની For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૯ - - - - - પ્રાર્થના કરીને તે ગળેફાંસો ખાવા તૈયારી કરતી હતી. કુમાર ત્યાં ગયા.' “એવામાં તેને ઉપાડી લાવનાર વિદ્યાધર આવ્યો. તેની સાથે કુમારને ભારે જંગ મચ્યો. તેમાં વિદ્યાધર મરાયો. પેલી સુનંદા તો તન-મનથી કુંવરને વરી હતી. કુંવરે તેને સ્વીકારી.” મહેન્દ્રસિંહ આ બધી વાત સાંભળી ખૂબ આનંદ પામ્યો. થોડા દિવસ તેમની મહેમાની માણી. પછી કહ્યું: “મિત્ર ! ઘેર માતાપિતા દરેક ક્ષણે તારી રાહ જોઈ રહ્યાં હશે. માટે હવે જલદી જવું જોઈએ.” સનતકુમારે તે કબૂલ કર્યું. પોતાની સઘળી રિદ્ધિસિદ્ધિ સાથે હસ્તિનાપુર આવ્યા. માતાપિતા તથા નગરના માણસોને ખૂબ હરખ થયો. અશ્વસેન રાજાએ તે જ વખતે તેમને રાજ્ય સોંપ્યું. મહેન્દ્રસિંહને સેનાધિપતિ નીમ્યો. પોતે દીક્ષા લીધી. ' સનતકુમાર પોતાના બાહુબળથી એક પછી એક દેશને જીતવા લાગ્યા. તેઓ બધા દેશને જીત્યા તેથી ચક્રવર્તી કહેવાયા. હવે તેમને શેની ખોટ રહે ! આ દુનિયા પર તેમના જેટલો કોઈને વૈભવ નહોતો, તેમના જેટલું કોઈને રૂપ પણ નહોતું. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી સનતકુમાર ૧૩ એક વખત દેવસભામાં નાટક થતું હતું. દેવોનો રાજા ઇંદ્ર તથા બીજા દેવો તે જોતા હતા. એવામાં એક ખૂબ તેજસ્વી દેવ આવ્યો. બધા તેને જોઈ અંજાઈ ગયા. થોડી વારે તે ચાલ્યો ગયો. પછી દેવોએ ઇંદ્રને પૂછયું : “આવો રૂપાળો બીજો કોઈ દેવ હશે ?” ઇંદ્ર કહે, “અરે ! સનતકુમાર ચક્રવર્તીના રૂપ આગળ આ રૂપ શું હિસાબમાં છે !” એટલે સભાના બે દેવોને મન થયું, ચાલો તેમનું રૂપ તો જોઈએ. તેઓ બ્રાહ્મણનું રૂપ લઈ હસ્તિનાપુર આવ્યા. રાજમહેલે ગયા. ચક્રવર્તીને મળ્યા. દેવો તેમનું રૂપ જોઈને ચકિત થઈ ગયા. વિચારવા લાગ્યા, આ તો ઇંદ્રે કહ્યું તેના કરતાં પણ વધારે રૂપ ! સનતકુમારે પૂછયું : હે ઉત્તમ બ્રાહ્મણો! આપનું પધારવું કેમ થયું? તેઓએ જવાબ આપ્યોઃ તમારું રૂપ દુનિયામાં વખણાય છે તે જોવા આવ્યા છીએ. સનતકુમાર કહે, અરે ! મારું રૂપ જોવું હતું તો અત્યારે શું આવ્યા? સ્નાન કરીને હું પોશાક પહેરીશ. પછી રાજસભામાં જઈશ ત્યારે જોજો. એમ કહી નાહ્યા. પછી તેમણે સુંદર પોશાક ને ઘરેણાં પહેર્યા. પછી રાજસભામાં આવ્યા. ને પેલા બ્રાહ્મણોને કહ્યું : For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૯ 1 2 , જનલાલ થાવલિ કેલી , ભૂદેવો, જોયું મારું રૂ૫. મારી સામે ઇંદ્રરાજ પણ ઘડીભર ઝાંખો લાગે ને?” પણ પેલા ભૂદેવો તો ખુશી થવાને બદલે દુઃખી થતા લાગ્યા. ચક્રવર્તી કહે : “અરે, તમે મારું રૂપ જોયું. હવે મારું બળ જુઓ, મારું સૈન્ય જુઓ, મારી નગરી જુઓ, ને પછી તમારા દેવરાજને બધી વાત કરજો.” આટલું કહેવા છતાંય પેલા બ્રાહ્મણો રાજી ન થયા, બલકે વધુ દુઃખી થતા જણાયા. ચક્રવર્તી કહે, “અરે, મને તમારા દુઃખનું કારણ કહો !” ચક્રવર્તી રાજા, અમને આટલું બધું સુંદર રૂપ જોઈ એમ થાય છે, કે અરે, વળી આ રૂપ શા કામનું ! એ તો પાંચ દસ વર્ષમાં રણમાં લડવૈયો રોળાઈ જાય, એમ રોળાઈ જવાનું, ને આ બળ, આ સૈન્ય, આ ધન અહીં જ પડ્યું રહેવાનું. નાશવંત વસ્તુ પર વળી અભિમાન શાં !' સનતકુમારને ભૂદેવોની વાત સાચી લાગી. એ ઊંડા વિચારમાં ઊતરી ગયા. અરે, શરીરની રૂપકાંતિ પર હું ખોટો મોહ્યો. આ દેહ તો એક દહાડો ભાડાના ઘરની જેમ છોડવાનો છે. આત્માનો કાંઈ વિચાર કરવો જોઈએ. તેમને શરીરસંબંધી ખૂબ વિચાર આવ્યા; ધિક્કાર છે રોગના ઘર આ શરીરને ! ગમે તેટલું ખાવ, પીઓ ને એને શણગારો, પણ એ તો ઘડીમાં બગડી જવાનું. અહા ! માણસો આ શરીરને પોષવામાં કેટલાં For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ચક્રવર્તી સનતકુમાર . . . . . . . . બધાં પાપ કરે છે ? તેઓ જેટલી મહેનત આ શરીર પાછળ કરે છે તેટલી મહેનત આત્માને પવિત્ર કરવામાં કરે તો કેવું સારું! હવે આ શરીરના મોહથી સર્યું ! મરણ ક્યારે આવશે તે કોઈ જાણતું નથી માટે ચાલ અત્યારથી જ હું તપનું આરાધન કરું - સંયમનું સેવન કરું. એમ વિચારી તેઓએ એક મુનિ પાસે દીક્ષા લીધી. સનતકુમાર છઠ્ઠ (બે ઉપવાસ) ઉપર છઠ્ઠ કરવા લાગ્યા. પારણાને દિવસે ચણા ને બકરીના દૂધની છાસ લેવા લાગ્યા. આ આહારથી તેમને શરીરમાં ભયંકર સાત રોગ લાગુ થયા. એક વખત સનતકુમાર જ્યાં તપ કરતા હતા ત્યાં બે વૈદ્યો આવ્યા. તેમણે કહ્યું : “હે રાજર્ષિ, અમે ધર્મવૈદ્ય છીએ. બધાની મફત દવા કરીએ છીએ. આપ કહો તો આપના રોગોની દવા કરીએ.' - સનતકુમાર બોલ્યાઃ “અરે ભાઈ ! તમે શેની દવા કરો છો ? શરીરના રોગની કે આત્માના રોગની ? જો આત્માનો રોગ મટાડતા હો તો કહો. બાકી શરીરના રોગ તો હું પણ મટાડી શકું છું.' એમ કહી કોહી ગયેલી હાથની આંગળી પર ઘૂંક લગાડ્યું. આંગળી તરત ચંપકવરણી થઈ ગઈ. બધા રોગ દૂર થઈ ગયા. આ જોઈ પેલા વૈદ્ય તેમના ચરણે પડ્યા ને બોલ્યાઃ હે For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૯ રાજર્ષિ, અમને ક્ષમા કરો. આપનું રૂપ જોવા પહેલાં પણ અમે જ આવ્યા હતા. આપના જેવા કોઈ વિરલા જ હશે, જે છતી શક્તિએ રોગ ન મટાડતાં સહન કરી લે. પછી તે અંતર્ધાન થયા. ઘણાં વર્ષ આવું ઉગ્ર તપ કરી છેવટે બધો મોહ છોડી દીધો. ને અણીના સમયે પંચપરમેષ્ઠીનું ધ્યાન ધર્યું. તે કાળ કરીને દેવ થયા. આવા મહાપરાક્રમી નરવીરોએ જ ત્યાગને દીપાવ્યો છે. ત્યાગની કીર્તિ ફેલાવી છે. સદા વંદન હો એવા ત્યાગીઓને ! For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ દેશ, ગોદાવરી નદી, તેના કિનારે મોટું શહેર. તેનું નામ પૈઠણ. ત્યાં વસે એક શેઠ. તેમનું નામ ધનસાર. તેમને ચાર દીકરા. તેમાં સહુથી નાનો ધન્નો. તેના નામ પ્રમાણે જ ગુણ. એ જન્મ્યો ને ધન વધવા માંડ્યું. વીર ધનો ધન્નો રમતમાં બહુ ચાલાક. આઠ વર્ષનો થયો એટલે ભણવા મૂક્યો. ત્યાં લખતાં શીખ્યો, વાંચતાં શીખ્યો, ગણિત શીખ્યો, ગાતાં શીખ્યો. ઘણું ઘણું શીખ્યો. બધી વિદ્યા ભણ્યો. શું ધન્નાની હોશિયારી ! શું ધન્નાની બોલછા ! ધન્નો પાંચમાં પૂજાય. ધન્નાને સહુ વખાણે. બધા ભાઈ આ સાંભળે. ખૂબ દાઝે બળે. માંહી માંહી વાતો કરે : અલ્યા ! ધન્નાનાં આટલાં તે વખાણ શાં ? એમાંય બાપાની તો હદ. જ્યારે જુએ ત્યારે એની એ જ વાત. મારો ધન્નો આવો ને મારો ધન્નો તેવો. એ નાનકડો શું કરી નાખે છે ? ખાય છે, પીએ છે ને હરેફરે છે. આપણે તો વેપાર For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૯ - - - - - કરીએ છીએ. પૈસા પેદા કરીએ છીએ. બાપાજી આપણાં વખાણ કેમ કરતા નથી ? ધન્નો કહે, સહુના નસીબનું સહુ ભોગવે છે. સહુનું કર્યું સહુ પામે છે. કોકનાં કરમની અદેખાઈ શી ? મન મોટું રાખીએ. કોઈને આપતાં શીખીએ તો કદી તૂટો ન આવે. જાણ્યું કે છોકરા છે દાઝીલા. પોતે ડાહ્યા નથી, અને બીજાનું ડહાપણ સંખાતું નથી. એમનું પારખું લેવા દે. એ સિવાય નહિ માને. - શેઠે બધા છોકરા ને બોલાવ્યા ને કહ્યું : “લો સોનામહોર. કરો તેનો વેપાર. સાંજે પાછા ઘેર આવજો. કમાણીમાંથી સહુને જમાડજો.' ધન્નો ચાલ્યો બજારમાં. એક દુકાન આગળ ઊભો. ત્યાં એક શેઠ બેઠાં બેઠાં કાગળ વાંચે. પાછળથી અવળા અક્ષર દેખાય. ધને તે ઉકેલ્યા. માંહી લખેલું : “હમણાં વણજારાની પોઠ આવશે. માહીં છે મોંઘાં કરિયાણાં. ઝટ જજો. વેચાતાં લઈ લેજો. બહુ નફો મળશે.” ધન્નો કહે, ચાલો આપણો બેડો પાર. ગયો ગામ બહાર. મળ્યો વણજારાને. ર્યો સોદો. ત્યાં આવ્યા ગામમાંથી શેઠ. તે બોલ્યા : અરે ! ભાઈ વણજારા ! વેચશો કે કરિયાણાં ? વણજારા બોલ્યા : શેઠ ! સોદો તો થઈ ગયો. આ ઊભા For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ વીર ધનો ખરીદનાર. શેઠ થયા તાજુબ. આ મારો વહાલો ક્યાંથી પહોંચ્યો ! હશે. એની પાસેથી ખરીદું. તેમણે પૂછ્યું, કેમ ભાઈ ! વેચવા છે કરિયાણાં ? ધન્નો કહે, હા. શેઠ કહે, શું લેશો ? ધનો કહે, નફાની સવા લાખ સોનામહોર. શેઠ કહે, ભાઈ ! એમ તો એમ. મને કરિયાણાં આપ. ધને લીધી સવા લાખ સોનામહોર. ચાલ્યો ઘર તરફ. પેલા ભાઈઓ ગયા બજારમાં. ખૂબ રખડ્યા. નજીવી કમાણી કરી. પડી સાંજ. એટલે વળ્યા ઘર તરફ. સહુ આવ્યા ઘેર. પહેલો લાવ્યો વાલ. બીજો લાવ્યો ચોળા, ત્રીજો લાવ્યો અડદ. ત્યારે ધનો લાવ્યો એવામીઠાઈ. સાથે સુંદર કપડાં ને ઘરેણાં, ભાભીઓને આપવા માટે. ધન્ના પર સહુ ખુશ થયાં. ત્યારે ભાઈઓનાં મોઢાં ઊતરી ગયાં. તે બોલ્યા : ધને તો ઠગાઈ કરી. બિચારા શેઠનો કાગળ વાંચી લીધો. એ વેપાર ન કહેવાય. વેપારમાં પારખાં કરો. શેઠ કહે, અલ્યા ! સમજો. દાઝીલા ન થઈએ. પેલા ભાઈઓ કહે, ઠીક. અમે દાઝીલા ! અને તમારો ધન્નો સારો ! ભાઈઓ બહુ અદેખાઈ કરે. શેઠ કહે, લાવ, ફરીથી For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૯ પરીક્ષા કરેદરેકને બોલાવ્યા. આપી થોડી સોનામહોર. અને કહ્યું : આ વખતે સાચવજો. સાંજે ઘેર આવજો ને કમાણીમાંથી સહુને જમાડજો. બધા ચાલ્યા વેપાર કરવા. ઘણું ફર્યા, પણ શેનો વેપાર કરે? કાંઈ સમજ પડે નહિ. ધન્નો ગયો ઢોર-બજારમાં. ત્યાં ગાયનાં ધણ, ભેંસનાં ધણ, ઘોડા ને ઊંટનો પાર જ નહિ. બકરાં–ઘેટાં પણ ઘણાં. ધને લીધો એક સંઘલો ઘેટો. ઘેટો ખૂબ સરસ. લઈને ધનો ચાલ્યો. રસ્તામાં મળ્યા રાજકુંવર. તેમની સાથે ઘેટો. સહુની સાથે હોડ બકે ને ઘેટાના લડાવે. - રાજકુંવર કહે, કેમ શેઠ! લડાવવો છે ઘેટો ? ધનો કહે, ખુશીથી. રાજકુંવર કહે, પણ શરત છે. હારે તે સોનામહોર આપે. ધન્નો કહે, કબૂલ. લડાવ્યાં ઘેટાં. રાજકુંવરનો ઘેટો હાર્યો. આપવી પડી સોનામહોર. રાજકુંવર કહે, ઘેટો બહુ સારો. આ ઘેટો લઈએ તો બધે જીતીએ. લાવો ખરીદીએ. તેણે કહ્યું : શેઠ ! ઘેટો વેચવો છે ? ધનો કહે, હા, પણ એની કિંમત છે બહુ. રાજકુંવર કહે, કેટલી ? ધન્નો કહે, એક સોનામહોર. રાજકુંવર કહે, લ્યો સોનામહોર ને લાવો એ ઘેટો. ધને ઘેટો આપ્યો અને સોનામહોર લીધી. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ વીર ધનો શું ધન્નાનું નસીબ ! મોટા ભાઈઓ ખૂબ રખડ્યા, પણ કાંઈ કમાયા નહિ. આવ્યા સહુ ઘેર. સહુએ ધન્નાનાં વખાણ કર્યા. મોટા ભાઈઓનાં મોઢાં ઊતરી ગયાં. તેઓ બોલ્યા : ધન્નો તો જુગાર રમ્યો. હોડ બકે એ જુગાર ગણાય. હાર્યો હોત તો ? એ કાંઈ વેપાર ન કહેવાય. વેપારમાં પારખાં કરો. શેઠ કહે દીકરાઓ ! ગાંડા ન થાવ. કોઈને સારા જોઈને રાજી થાવ. પેલા છોકરાઓ કહે, ભલે અમે ગાંડા રહ્યા, એક ધન્નો તમારો ડાહ્યો. ધન્નાનાં વખાણ ખૂબ થાય. શું સગાંવહાલાંમાં, શું નાતજાતમાં, પેલા ભાઈઓથી એ ન સંખાય. હંમેશ કંકાસ કરે. શેઠ કહે : લાવ, હજી એક વખત પારખું લઉં. બધાને બોલાવ્યા. થોડી સોનામહોર આપી અને કહ્યું : આ વખતે ન ભૂલશો. સહુ ધ્યાન રાખજો. સાંજે ઘેર આવજો ને કમાણી દેખાડજો. સહુ સોનામહોર લઈને ચાલ્યા. એક ગયો આમ. બીજો ગયો તેમ. સહુ પડ્યા છૂટા. ધનો ગયો બજારમાં. ત્યાં એક સુંદર ઢોલિયો વેચાય, પણ વેચનાર માણસનો ભંગી, એટલે કોઈ લે નહિ. ધને વિચાર્યું : આ ઢોલિયામાં નક્કી કાંઈ કરામત છે, માટે લેવા દે For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૯ . . . . . . એ ઢોલિયો. ઢોલિયો વેચાતો લીધો. - પેલા ભાઈઓ ખૂબ રખડ્યા, પણ કાંઈ કમાયા નહિ. આવ્યા ઘેર. ત્યાં જોયો ઢોલિયો. તરત જ બોલ્યા : “બાપા ! જુઓ, તમારો ડાહ્યો દીકરો. આ તો મુડદાંનો ઢોલિયો છે. એને તે ઘરમાં ઘલાય ! અમે નહિ રહેવા દઈએ. એમ કહીને ઊઠ્યા. પછાડ્યો ઢોલિયો. એટલે ઈસ ને ઉપળાં જુદાં પડ્યાં. માંહીથી નીકળ્યાં રતન. ખૂબ કીમતી.' બધા ભાઈ પડ્યા ભોંઠા. મોંમાં આંગળી ઘાલીને જોઈ રહ્યા. શેઠ બોલ્યા : કેમ અદેખાઓ ! કરી ધન્નાની પરીક્ષા ? ભાઈઓ કહે હા, બાપા હા. અમે બધા અદેખા. એક તમારો ધનો સારો. અમને કોઈ દિવસ વખાણશો નહિ. એક વખત ગોદાવરીમાં વહાણ આવ્યું. માંહી ભરેલાં કરિયાણાં. ઘણાં જ કીમતી, પણ તેનો ધણી મરી ગયેલો. એટલે ગયું રાજાને. રાજાએ હુકમ કર્યો : સહુ વેપારી ભેગા થાવ. કરિયાણાં ખરીદી લ્યો અને તેના પૈસા આપી દ્યો. સહુ વેપારી થયા ભેગા. ધનસારના ઘેર કહેણ આવ્યું : એક જણને મોકલો. કરિયાણાં વેચાય છે. સહુ ભાગ પડતાં લે છે. એટલે ધનસાર શેઠે મોટા દીકરાને કહ્યું : ધનદત્ત ! જા કરિયાણાં ખરીદવા. ધનદત્ત કહે : વખાણ કરતી વખતે ધન્નો ને કામ કરાવતી For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વીર ધનો .. . . . . વખતે ધનદત્ત ! હું તો કાંઈ જ જતો નથી. જશે તમારો ડાહ્યો દીકરો. શેઠે બીજાને કહ્યું, ત્રીજાને કહ્યું, પણ સહુનો સરખો જવાબ. એટલે કહ્યું ધન્નાને કહ્યું : બેટા, તું જા. ધન્નો કહે, જેવી બાપાની આજ્ઞા. ધન્નો ગયો કરિયાણાં ખરીદવા. વહાણ પર બધા વેપારી ભેગા થયા. એક લીધું કેસર ને બીજાએ લીધી કસ્તૂરી. ત્રીજાએ લીધો બરાસ ને ચોથાએ લીધું કપૂર. પાંચમાએ લીધું સુખડ ને છઠ્ઠાએ લીધું અગર. સહુએ સારાં કરિયાણાં લઈ લીધાં ! પાછળ રહ્યો ખારા જેવી માટીનો ઢગલો. બધા કહે, વળગાડો આ ધન્નાને. તે છોકરો શું સમજવાનો છે? એક વેપારી બોલ્યો : ધન્ના! તું વેપારનું મુહૂર્ત કરે છે. એટલે આ મીઠું લઈ જા. શુકન બહુ સારા થશે. બીજો કહે, શેઠ બરાબર કહે છે. ધન્ના મનમાં સમજ્યો : આ બધા મને છેતરે છે, પણ ફિકર નહિ. જોઈશું કોણ છેતરાય છે. ધન્નો કહે, ભલે, મારા ભાગમાં આ ખારો. ધનો ખારો લઈને ઘેર આવ્યો. બધા ભાઈ બોલ્યા જુઓ તમારો ડાહ્યો દીકરો. ખરા વેપારમાં પારખાં થાય ગામે સારાં સારાં કરિયાણાં લીધાં. ત્યારે ભાઈએ લીધી માટી. શું હોશિયાર છે ને! શેઠ પણ પૂછવા લાગ્યા : ધન્ના ! માટી કેમ લાવ્યો? સારું For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૯ . . .ت. .ت. કરિયાણું કાંઈ ન મળ્યું? ધનો કહે, પિતાજી! આ ન હોય માટી. આ તો છે તે જંતુરી. લોઢું કરીએ ગરમ ને માંહી નાખીએ તેજંતુરી તો બની જાય સોનું. તે પ્રમાણે કરી જોયું તો સોનું થયું. તેથી બધા રાજી થયા. ધન્નો બહુ પૈસાદાર થયો. - પેલા ભાઈઓ અદેખાઈ છોડે નહિ. રોજ કંકાસ કરે. ધન્નો કહે, આ સારું નહિ. મારા લીધે બીજા દુભાય છે પડવા દે છેટા. જઈશું પરદેશ. ત્યાં કમાઈશું ને મજા કરીશું એક દિવસ વહેલો ઊઠ્યો. નીકળી ગયો ઘર બહાર ચાલ્યો દેશાવરમાં. ઘણું જોયું. ઘણું ચાલ્યો. આવ્યો એક મોટા શહેરની ભાગોળે. શહેરનું નામ રાજગૃહ. ત્યાં એક સૂકી વાડી. ધન્નો ત્યાં રાત રહ્યો. સવારે જુએ ત્યાં સૂકી વાડી લીલી. જ્યાં ભાગ્યશાળી જાય ત્યાં શું ન થાય ! માળીએ શેઠને ખબર આપી. શેઠ બહુ હરખાયા. ધન્નાને તેડું મોકલ્યું. ધનો ત્યાં ગયો. શેઠે તેને જમાડ્યો. ખૂબ માન આપ્યું. વાતચીત કરી. તેમને લાગ્યું કે આ પ્રતાપી પુરુષ છે એટલે પરણાવી પોતાની દીકરી. ધન્નો ખૂબ નસીબદાર. જ્યાં તેનાં પગલાં ત્યાં ધનના ઢગલા. એને તો અહીંયાં પણ ખૂબ ધન મળ્યું. તે મોટો શેઠ થયો. એક વખત રાજાનો હાથી થયો ગાંડો. કોઈ વશ કરી For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ વીર ધો શકે નહિ. ઢંઢેરો પીટ્યો ઃ હાથીને વશ ક૨શે તેને મા૨ી કુંવરી પરણાવીશ. ધન્નો ખૂબ સાહસિક. ઢંઢેરો ઝીલ્યો. હાથીને કર્યો વશ. રાજાએ તેને પોતાની કુંવરી પરણાવી. ધન્નાનું આખા નગ૨માં બહુ માન વધ્યું. ૨૫ તે નગરમાં એક શેઠ. ક્રોડો રૂપિયાના માલિક. તેમનું નામ ગોભદ્ર. તેમને ત્યાં આવ્યો એક કાણિયો. તે કહેવા લાગ્યો : શેઠ ! લ્યો તમારા એક લાખ રૂપિયા ને લાવો મારી ઘરેણે મૂકેલી આંખ. શેઠ કહે, વાત તદ્દન ખોટી. એમ તે કદી બનતું હશે ? પણ પેલો માણસ શેનો માને ? એને તો ગળે પડવું હતું. તેણે કરી તકરાર. ગયો રાજા પાસે. માગ્યો ન્યાય. રાજાએ જાણ્યું કે માણસ ઠગ છે, પણ તેને ખોટો શી રીતે ઠરાવવો ? ખૂબ વિચારમાં પડ્યા. ધન્ને એ વાત જાણી. આવ્યો રાજદરબારમાં. કહ્યું, રાજાનો હુકમ હોય તો હું ન્યાય કરું. રાજા કહે, તમારો જ પાડ. કરો એનો ન્યાય. ધન્ને બોલાવ્યા શેઠને, બોલાવ્યો તે ઠગને ચૂકવ્યો ન્યાય. શેઠને ત્યાં ઘણી આંખો ઘરેણે પડી છે. તેમાં શી ખબર પડે કે કઈ આંખ કોની ? માટે આંખનો નમૂનો લાવો અને તમારી આંખ લઈ જાવ. પેલો ઠગ પકડાયો. આંખનો નમૂનો ક્યાંથી આપે ? બીજી આંખે પણ આંધળો થાય. રાજાએ તેને શિક્ષા કરી. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૯ ગોભદ્ર શેઠ ખૂબ હરખાયા. ધન્નાને પોતાની દીકરી પરણાવી. તેનું નામ સુભદ્રા. એક દિવસ ધનો ગોખે બેઠો છે. નગરને જુએ છે. તેમાં જોયા થોડા ભિખારી. બરાબર પોતાના કુટુંબ જેવા. તપાસ કરી તો પોતાનું કુટુંબ નીકળ્યું. તે વિચારવા લાગ્યો, મારું કુટુંબ આવી હાલતમાં કેમ ? વાત પૂછી, બાપે જવાબ દીધો : દીકરા ! નસીબની બલિહારી! તું હતો ત્યાં સુધી લીલાલહેર હતી. તું ગયો એટલે ધન પણ ગયું. તારા જવાની રાજાને ખબર પડી એથી અમને બહુ હેરાન કર્યા. ધન પડાવી લીધું. ભિખારી થયા. કાંઈ ગામમાં એમ રહેવાય ? એટલે નીકળ્યા પરદેશ. ધને બધાને રાખ્યા. સારું સારું પહેરાવે, સારું સારું ખવરાવે, સહુનું મન સાચવે. ધનો આખા ગામને વહાલો. પેલા ભાઈઓને તો કોઈ પૂછે જ નહિ. સહુ ધન્નાને જ પૂછે. ધન્નાનાં વખાણ કરે. પેલા ભાઈઓથી આ સંખાય. આવ્યા પિતા પાસે. બોલ્યા : બાપા ! અમારો ભાગ વહેંચી આપો. અમારે ધન્નાની સાથે નથી રહેવું. પિતા કહે, અલ્યા તમારો ભાગ શેનો ? શરીર પર પહેરવા કપડું ન હતું. આ તો બધી ધન્નાની મિલકત. તેના For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ વીર ધનો ه ن .ن.ن.ت... ભાગ નહિ પડે. પેલા ભાઈઓ કહે, અમે બધું જાણીએ છીએ. રતન ચોરીને ધન્નો નાઠો તે અહીં આવ્યો છે. ભાગ આપો નહિતર થશે ફજેતી. ધનો કહે, આ તો ફરીથી થયો કંકાસ. આપણને કંકાસ જોઈએ નહિ. ચાલો પરદેશ. ત્યાં કમાઈશું ને મજા કરીશું. સવારમાં વહેલા ઊઠી ચાલવા માંડ્યું. ધન્નો આવ્યો કૌશામ્બી નગરીમાં. ત્યાં રાજદરબારે મણિની પરીક્ષા થાય. કોઈ કરી શકે નહિ. ધને મણિની પરીક્ષા કરી. રાજાએ તો દીધાં આદરમાન. હવે ધન્નાએ વસાવ્યું ધનપુર ગામ. ત્યાં બધી વાતે સુખી, પણ પાણીનું મોટું દુઃખ, એટલે ખોદાવવા માંડ્યું તળાવ. હંમેશ તળાવ પર આવે ને કેટલું કામ થયું તે જુએ. ત્યાં એક દિવસ પોતાનું કુટુંબ જોયું. તળાવ પર મજૂરી કરે અને ગુજરાન ચલાવે. એકના હાથમાં પાવડો, એકના હાથમાં કોદાળી, બૈરાંને માથે ટોપલા. અરે, આ તો મારા ભાઈ, આ તો મારી ભાભીઓ. ધને પહેલાં તો ઓળખાણ ન પાડી, પણ પાછળથી ઓળખાણ પાડી ને બધી વાત પૂછી. પિતાએ કહ્યું : ભાઈ ! તું ગયો તેની રાજાને ખબર પડી એટલે તેણે જાકારો દીધો. ખાધેપીધે ખુવાર થયા. અમારી આ હાલત થઈ. ધન્નો આ વાત જાણી ખૂબ દિલગીર થયો. કુટુંબને સાથે રાખ્યું ને સુખી કર્યું. ધન્નો બીજી પણ ચાર સ્ત્રીઓ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૯ ૫૨ણ્યો, ખૂબ પૈસાદાર કુટુંબની. તેને કુલ આઠ સ્ત્રીઓ થઈ. ધન્નો હવે રાજગૃહમાં રહે. ત્યાં માબાપ ઉપવાસ ક૨ી મરણ પામ્યાં. ૨૮ એક વખત ધન્નો બેઠો નાહવા. સુભદ્રા વાંસો ચોળે. આંખમાંથી ટપટપ આંસુ પડે. ધન્ને પાછું જોયું. સુભદ્રાને રડતી દીઠી. કારણ પૂછ્યું. સુભદ્રા કહે, મારા ભાઈ શાલિભદ્રને થયો છે વૈરાગ્ય. તે હંમેશાં એક સ્ત્રીને છોડે છે. બત્રીસ સ્ત્રીઓને એમ છોડવાના છે. ધન્નો કહે, બહુ કાયર. એ તે વૈરાગ્ય કહેવાય ? બધી સ્ત્રીઓને સાથે કેમ નથી છોડતો ? સુભદ્રા કહે, સ્વામીનાથ ! બોલવું સહેલ છે, પણ કરવું મુશ્કેલ છે. ધન્નો કહે, એમ ? સુભદ્રા કહે, હા. ધન્નો કહે, ત્યારે બધી સ્ત્રીઓ છોડી. સુભદ્રાએ જાણ્યું કે હાંસી કરતાં ખાંસી થઈ. બહુ સમજાવ્યું. બીજી સ્ત્રીઓએ પણ ખૂબ સમજાવ્યું, પણ ધન્નો એકનો બે ન થયો. એટલે સ્ત્રીઓએ કહ્યું, ત્યારે અમે પણ દીક્ષા લઈએ. ધન્નો કહે, બહુ આનંદની વાત. સ્ત્રીઓ પણ તૈયાર થઈ. તે આવ્યો શાલિભદ્રને ઘે૨. બૂમ મારી : અરે કાયર ! વૈરાગ્ય તે આવા હોતા હશે ! હું આઠ સ્ત્રીઓ સાથે ચાલ્યો, For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ વીર ધનો ૨૮ તારે પણ આવવું હોય તો નીકળ બહાર. શાલિભદ્રના મનમાં વ્રત લેવાનો ઉમંગ તો હતો જ. અને આ સાંભળ્યું એટલે વધારે થયો. એવામાં સમાચાર મળ્યા. પ્રભુ મહાવીર પાસેના પહાડ પર પધાર્યા છે. આ વાત સાંભળી બંનેને ખૂબ આનંદ થયો. ધને પોતાની સ્ત્રીઓ સહિત દીક્ષા લીધી, શાલિભદ્ર આવીને પણ દીક્ષા લીધી. - હવે ધન્ને તથા શાલિભદ્ર આકરાં તપ આદર્યા. કોઈ વખત માસના ઉપવાસ તો કોઈ વખત બે માસના ઉપવાસ, કોઈ વખત ત્રણ માસના ઉપવાસ તો કોઈ વખત ચાર માસના ઉપવાસ. આ પ્રમાણે એક વખતના મહાવિલાસી હવે મહાતપસ્વી થયા. બને મહાતપસ્વીઓએ ઘણા વખત સુધી તપ કર્યા. પોતાનાં મન તથા વચનને ખૂબ પવિત્ર બનાવ્યાં, અને મહાતપસ્વી તરીકે જ પોતાનું જીવન પૂર્ણ કર્યું. ધન્ય છે વીર ધન્નાને ! ધન્ય છે વીર શાલિભદ્રને ! રિદ્ધિ હજો તો ધન્ના-શાલિભદ્રની ! આ ભવ ઊજળો કરે. આવતો ભવ સુધારે. ભવોભવનાં બંધન કાપે. शिवमस्तु सर्वजगत:। For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૯ ** * *પાવલિની ૨: ભગવાન મહાવીરની ધર્મકથાઓ તીર્થકર ભગવાન મહાવીરસ્વામીની ઉપદેશ શૈલી જ્ઞાતાશૈલી'ના નામે પ્રસિદ્ધ હતી. જ્ઞાતાશૈલી એટલે કોઈ પણ વિચારને સચોટ રીતે સમજાવવા માર્મિક દૃષ્ટાંત આપીને વાત કરવાની શૈલી. ભગવાન મહાવીરની આવી કેટલીક ઉપદેશકથાઓ જોઈએ. ભગવાને એક કોડી સાટુ ૯૯૯ રૂપિયા ખોનારનું દૃષ્ટાંત આપ્યું : એક માણસ કમાવા માટે પરદેશ ગયો. ખૂબ મહેનત કરીને એ હજાર રૂપિયા કમાયો. એ હવે સારા સથવારા સાથે ઘેર આવવા નીકળ્યો. એક હજાર રૂપિયામાંથી એક રૂપિયો જુદો રાખ્યો અને ૯૯૯ વાંસળીમાં નાખી કેડે બાંધ્યા. એક રૂપિયાની એણે કોડીઓ લીધી અને નક્કી કર્યું કે આ સો કોડીમાં પ્રવાસખર્ચ પતાવવો. ધીરે ધીરે એણે ઘણો રસ્તો કાપી નાખ્યો. હવે ગામ થોડેક દૂર રહેતાં, એ એક ઠેકાણે ખાવા બેઠો. ત્યાં પોતાની પાસેની એક કોડી ભૂલી ગયો. એ આગળ વધ્યો. માર્ગમાં તેને યાદ આવ્યું કે તે એક કોડી પાછળ ભૂલતો આવ્યો છે, ને For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ વીર ધનો ૩૧ હવે એક કોડી માટે વળી નવો રૂપિયો વટાવવો પડશે. પણ કેડે ૯૯૯ રૂપિયાનું જોખમ હતું. એ લઈને એકલા પાછા ફરવું ઠીક નહોતું. એણે એક ઠેકાણે ખાડો ખોદી રૂપિયા દાટ્યા, ને કોડી લેવા હાંફળો-ફાંફળો પાછો ફર્યો. દોડતો પેલા સ્થળે ગયો, પણ ત્યાં કોડી ન જડી. દોડતો પાછો પોતાના સ્થળે આવ્યો. ત્યાં દાટેલા રૂપિયા કોઈ કાઢી ગયેલું. એની તો કોડીયે ગઈ, ને ૯૯૯ રૂપિયા પણ ગયા ! આમ, એક કોડી સારુ ૯૯૯ રૂપિયા ખોનારાની જેમ, દેહ ખાતર આત્મા ખોનારાઓએ વિચાર કરવા જેવો છે. કાશીમાં ગંગાતીરે એક મોટો ધરો. ધરાની પાસેની ઝાડીમાં બે શિયાળ રહે. રાત પડે જલચરોનો શિકાર કરે. એક વાર ખાવાનું શોધવા રાતની વેળાએ બે કાચબા બહાર આવ્યા. તરત શિયાળ એમના પર તૂટી પડ્યા. કાચબાઓએ પોતાનાં અંગ ઢાલ નીચે છુપાવી દીધાં. શિયાળોએ હલાવ્યાં, બચકાં ભર્યા, નખ માર્યા પણ કંઈ વળ્યું નહિ. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૯ થોડી વારે એક મૂઢ કાચબાએ શિયાળ ચાલ્યા ગયા માનીને એક પગ બહાર કાઢ્યો. એ જોતાં જ શિયાળે આવીને એક પગ કરડી લીધો. એના બીજા અવયવો પણ કરડી ખાધા. બીજો કાચબો એ પ્રમાણે જ કરશે, એમ માનીને શિયાળોએ લાંબા સમય સુધી રાહ જોઈ, પણ કંઈ વળ્યું નહીં. છેવટે કંટાળીને શિયાળ ચાલ્યા ગયા. બીજા કાચબાએ સહેજ ડોક ઊંચી કરીને જોયું. કોઈને ન જોતાં દોડીને ધરામાં પહોંચી ગયો ને સુખેથી રહેવા લાગ્યો. પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખ્યા વિના સ્વચ્છંદતાથી વર્તનારના પહેલા કાચબા જેવા બૂરા હાલ થાય. જે સંયમથી વર્તે અને આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થાય, તે બીજા કાચબાની પેઠે સુખથી તરે અને બીજાને પણ તારે ! For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ કુિલ પુસ્તક ૧૦) ૧. તીર્થકર શ્રી શાંતિનાથ, તીર્થકર શ્રી મલ્લિનાથ ૨. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર ૩. રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમાર ૪. મહાસતી સીતા, સતી મૃગાવતી ૫. શ્રેણિક બિંબિસાર, જ્ઞાનપંચમી ૬. ખેમો દેદરાણી, વીર ભામાશા ૭. શ્રી નંદિષેણ, જૈન સાહિત્યની ડાયરી ૮. મયણરેખા, ઈલાચીકુમાર, ધન્ય અહિંસા ૯. ચક્રવર્તી સનતકુમાર, વીર ધનો ૧૦. મંત્રી વિમળશાહ, મહામંત્રી ઉદયન For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ यामोमिदाण થી 0 //Wથાઇ[ Al/. For સત્ય, અહિંસા, વીરતા અને મૂલ્યનિષ્ઠા જેવા ગુણોને ખીલવતી જૈન બાલગ્રંથાવલિ એ ઊગતી પેઢીમાં ચરિત્રો દ્વારા સંસ્કારનું સંવર્ધન કરનારી છે. તીર્થકરોનાં ચરિત્રો, મહાન સાધુ-મહાત્માઓની કથાઓ, દૃષ્ટાંતરૂપ જીવન ગાળનાર સતીઓની ધર્મપરાયણતા દર્શાવતાં આ ચરિત્રો બાળકોના સંસ્કારઘડતરમાં અત્યંત ઉપયોગી બને તેવાં છે. એમાંથી મળતો નીતિ, સદાચાર ) :- ..- હોદ વાળકોના Serving Jin Shasan