SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ધનો ه ن .ن.ن.ت... ભાગ નહિ પડે. પેલા ભાઈઓ કહે, અમે બધું જાણીએ છીએ. રતન ચોરીને ધન્નો નાઠો તે અહીં આવ્યો છે. ભાગ આપો નહિતર થશે ફજેતી. ધનો કહે, આ તો ફરીથી થયો કંકાસ. આપણને કંકાસ જોઈએ નહિ. ચાલો પરદેશ. ત્યાં કમાઈશું ને મજા કરીશું. સવારમાં વહેલા ઊઠી ચાલવા માંડ્યું. ધન્નો આવ્યો કૌશામ્બી નગરીમાં. ત્યાં રાજદરબારે મણિની પરીક્ષા થાય. કોઈ કરી શકે નહિ. ધને મણિની પરીક્ષા કરી. રાજાએ તો દીધાં આદરમાન. હવે ધન્નાએ વસાવ્યું ધનપુર ગામ. ત્યાં બધી વાતે સુખી, પણ પાણીનું મોટું દુઃખ, એટલે ખોદાવવા માંડ્યું તળાવ. હંમેશ તળાવ પર આવે ને કેટલું કામ થયું તે જુએ. ત્યાં એક દિવસ પોતાનું કુટુંબ જોયું. તળાવ પર મજૂરી કરે અને ગુજરાન ચલાવે. એકના હાથમાં પાવડો, એકના હાથમાં કોદાળી, બૈરાંને માથે ટોપલા. અરે, આ તો મારા ભાઈ, આ તો મારી ભાભીઓ. ધને પહેલાં તો ઓળખાણ ન પાડી, પણ પાછળથી ઓળખાણ પાડી ને બધી વાત પૂછી. પિતાએ કહ્યું : ભાઈ ! તું ગયો તેની રાજાને ખબર પડી એટલે તેણે જાકારો દીધો. ખાધેપીધે ખુવાર થયા. અમારી આ હાલત થઈ. ધન્નો આ વાત જાણી ખૂબ દિલગીર થયો. કુટુંબને સાથે રાખ્યું ને સુખી કર્યું. ધન્નો બીજી પણ ચાર સ્ત્રીઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005422
Book TitleChakravarti Sanatkumar Vir Dhanno
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy