________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૯
રાજા કહે, “અરે સોદાગરજી, એ યક્ષો ને વિદ્યાધરો ક્યાં વસે છે ?'
એ હું કયાંથી જાણું, બાપજી!' ઘોડા દોડાવતા સહુ આગળ વધ્યા.
હવે તો ભયંકર વન શરૂ થયું, ન રસ્તો કે ન કેડી. ચારે તરફ માણસખાઉ માખીઓ બણબણ્યા કરે, માંસભક્ષી પંખીઓ ઊડ્યાં કરે.
પ્રધાન કહે, રાજાજી ! હવે પાછા વળો. આ વનમાં કોઈ માનવજાત હજી ગઈ નથી કે જશે નહીં.
પ્રધાનજીની વાત સાચી હતી. રાજાજી કહે, ભાવિભાવ, ચાલો પાછા વળો. સહુએ પોતાના ઘોડા ફેરવ્યા, પણ પેલો સનતકુમારનો મિત્ર તો હજી એમ ને એમ ઊભો છે. મહેન્દ્ર, ચાલ, પાછો ચાલ, આપણાં એટલાં ઓછાં ભાગ્ય !”
મહેન્દ્ર કહે : “રાજાજી, તમે સુખે પાછા વળો, ને રાજ સંભાળો. તમારે તો અનેક દીકરા છે, ને અનેક થશે. મારે તો આ એક જ મિત્ર છે. અમારા તો બે દેહ છે, પણ જીવ એક છે. હવે જીવ્યા-મૂઆના જુહાર સમજજો !”
મહેન્દ્ર ભયંકર વનમાં ઘોડો હાંક્યો, પણ ત્યાં તો માણસખાઉ માખીઓ ધસી આવી. ઘોડાને આખો ને આખો ફોલી ખાધો. મહેન્દ્ર તો પગપાળો આગળ નાઠો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org