Book Title: Chakravarti Sanatkumar Vir Dhanno
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 33
________________ વીર ધનો ૩૧ હવે એક કોડી માટે વળી નવો રૂપિયો વટાવવો પડશે. પણ કેડે ૯૯૯ રૂપિયાનું જોખમ હતું. એ લઈને એકલા પાછા ફરવું ઠીક નહોતું. એણે એક ઠેકાણે ખાડો ખોદી રૂપિયા દાટ્યા, ને કોડી લેવા હાંફળો-ફાંફળો પાછો ફર્યો. દોડતો પેલા સ્થળે ગયો, પણ ત્યાં કોડી ન જડી. દોડતો પાછો પોતાના સ્થળે આવ્યો. ત્યાં દાટેલા રૂપિયા કોઈ કાઢી ગયેલું. એની તો કોડીયે ગઈ, ને ૯૯૯ રૂપિયા પણ ગયા ! આમ, એક કોડી સારુ ૯૯૯ રૂપિયા ખોનારાની જેમ, દેહ ખાતર આત્મા ખોનારાઓએ વિચાર કરવા જેવો છે. કાશીમાં ગંગાતીરે એક મોટો ધરો. ધરાની પાસેની ઝાડીમાં બે શિયાળ રહે. રાત પડે જલચરોનો શિકાર કરે. એક વાર ખાવાનું શોધવા રાતની વેળાએ બે કાચબા બહાર આવ્યા. તરત શિયાળ એમના પર તૂટી પડ્યા. કાચબાઓએ પોતાનાં અંગ ઢાલ નીચે છુપાવી દીધાં. શિયાળોએ હલાવ્યાં, બચકાં ભર્યા, નખ માર્યા પણ કંઈ વળ્યું નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36