Book Title: Chakravarti Sanatkumar Vir Dhanno
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 23
________________ વીર ધનો શું ધન્નાનું નસીબ ! મોટા ભાઈઓ ખૂબ રખડ્યા, પણ કાંઈ કમાયા નહિ. આવ્યા સહુ ઘેર. સહુએ ધન્નાનાં વખાણ કર્યા. મોટા ભાઈઓનાં મોઢાં ઊતરી ગયાં. તેઓ બોલ્યા : ધન્નો તો જુગાર રમ્યો. હોડ બકે એ જુગાર ગણાય. હાર્યો હોત તો ? એ કાંઈ વેપાર ન કહેવાય. વેપારમાં પારખાં કરો. શેઠ કહે દીકરાઓ ! ગાંડા ન થાવ. કોઈને સારા જોઈને રાજી થાવ. પેલા છોકરાઓ કહે, ભલે અમે ગાંડા રહ્યા, એક ધન્નો તમારો ડાહ્યો. ધન્નાનાં વખાણ ખૂબ થાય. શું સગાંવહાલાંમાં, શું નાતજાતમાં, પેલા ભાઈઓથી એ ન સંખાય. હંમેશ કંકાસ કરે. શેઠ કહે : લાવ, હજી એક વખત પારખું લઉં. બધાને બોલાવ્યા. થોડી સોનામહોર આપી અને કહ્યું : આ વખતે ન ભૂલશો. સહુ ધ્યાન રાખજો. સાંજે ઘેર આવજો ને કમાણી દેખાડજો. સહુ સોનામહોર લઈને ચાલ્યા. એક ગયો આમ. બીજો ગયો તેમ. સહુ પડ્યા છૂટા. ધનો ગયો બજારમાં. ત્યાં એક સુંદર ઢોલિયો વેચાય, પણ વેચનાર માણસનો ભંગી, એટલે કોઈ લે નહિ. ધને વિચાર્યું : આ ઢોલિયામાં નક્કી કાંઈ કરામત છે, માટે લેવા દે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36