Book Title: Chakravarti Sanatkumar Vir Dhanno
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૯ . . . . . . એ ઢોલિયો. ઢોલિયો વેચાતો લીધો. - પેલા ભાઈઓ ખૂબ રખડ્યા, પણ કાંઈ કમાયા નહિ. આવ્યા ઘેર. ત્યાં જોયો ઢોલિયો. તરત જ બોલ્યા : “બાપા ! જુઓ, તમારો ડાહ્યો દીકરો. આ તો મુડદાંનો ઢોલિયો છે. એને તે ઘરમાં ઘલાય ! અમે નહિ રહેવા દઈએ. એમ કહીને ઊઠ્યા. પછાડ્યો ઢોલિયો. એટલે ઈસ ને ઉપળાં જુદાં પડ્યાં. માંહીથી નીકળ્યાં રતન. ખૂબ કીમતી.'
બધા ભાઈ પડ્યા ભોંઠા. મોંમાં આંગળી ઘાલીને જોઈ રહ્યા. શેઠ બોલ્યા : કેમ અદેખાઓ ! કરી ધન્નાની પરીક્ષા ? ભાઈઓ કહે હા, બાપા હા. અમે બધા અદેખા. એક તમારો ધનો સારો. અમને કોઈ દિવસ વખાણશો નહિ.
એક વખત ગોદાવરીમાં વહાણ આવ્યું. માંહી ભરેલાં કરિયાણાં. ઘણાં જ કીમતી, પણ તેનો ધણી મરી ગયેલો. એટલે ગયું રાજાને. રાજાએ હુકમ કર્યો : સહુ વેપારી ભેગા થાવ. કરિયાણાં ખરીદી લ્યો અને તેના પૈસા આપી દ્યો. સહુ વેપારી થયા ભેગા.
ધનસારના ઘેર કહેણ આવ્યું : એક જણને મોકલો. કરિયાણાં વેચાય છે. સહુ ભાગ પડતાં લે છે. એટલે ધનસાર શેઠે મોટા દીકરાને કહ્યું : ધનદત્ત ! જા કરિયાણાં ખરીદવા. ધનદત્ત કહે : વખાણ કરતી વખતે ધન્નો ને કામ કરાવતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36