Book Title: Chakravarti Sanatkumar Vir Dhanno
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 27
________________ વીર ધો શકે નહિ. ઢંઢેરો પીટ્યો ઃ હાથીને વશ ક૨શે તેને મા૨ી કુંવરી પરણાવીશ. ધન્નો ખૂબ સાહસિક. ઢંઢેરો ઝીલ્યો. હાથીને કર્યો વશ. રાજાએ તેને પોતાની કુંવરી પરણાવી. ધન્નાનું આખા નગ૨માં બહુ માન વધ્યું. ૨૫ તે નગરમાં એક શેઠ. ક્રોડો રૂપિયાના માલિક. તેમનું નામ ગોભદ્ર. તેમને ત્યાં આવ્યો એક કાણિયો. તે કહેવા લાગ્યો : શેઠ ! લ્યો તમારા એક લાખ રૂપિયા ને લાવો મારી ઘરેણે મૂકેલી આંખ. શેઠ કહે, વાત તદ્દન ખોટી. એમ તે કદી બનતું હશે ? પણ પેલો માણસ શેનો માને ? એને તો ગળે પડવું હતું. તેણે કરી તકરાર. ગયો રાજા પાસે. માગ્યો ન્યાય. રાજાએ જાણ્યું કે માણસ ઠગ છે, પણ તેને ખોટો શી રીતે ઠરાવવો ? ખૂબ વિચારમાં પડ્યા. ધન્ને એ વાત જાણી. આવ્યો રાજદરબારમાં. કહ્યું, રાજાનો હુકમ હોય તો હું ન્યાય કરું. રાજા કહે, તમારો જ પાડ. કરો એનો ન્યાય. ધન્ને બોલાવ્યા શેઠને, બોલાવ્યો તે ઠગને ચૂકવ્યો ન્યાય. શેઠને ત્યાં ઘણી આંખો ઘરેણે પડી છે. તેમાં શી ખબર પડે કે કઈ આંખ કોની ? માટે આંખનો નમૂનો લાવો અને તમારી આંખ લઈ જાવ. પેલો ઠગ પકડાયો. આંખનો નમૂનો ક્યાંથી આપે ? બીજી આંખે પણ આંધળો થાય. રાજાએ તેને શિક્ષા કરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36