Book Title: Chakravarti Sanatkumar Vir Dhanno
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 25
________________ ૨૩ વીર ધનો .. . . . . વખતે ધનદત્ત ! હું તો કાંઈ જ જતો નથી. જશે તમારો ડાહ્યો દીકરો. શેઠે બીજાને કહ્યું, ત્રીજાને કહ્યું, પણ સહુનો સરખો જવાબ. એટલે કહ્યું ધન્નાને કહ્યું : બેટા, તું જા. ધન્નો કહે, જેવી બાપાની આજ્ઞા. ધન્નો ગયો કરિયાણાં ખરીદવા. વહાણ પર બધા વેપારી ભેગા થયા. એક લીધું કેસર ને બીજાએ લીધી કસ્તૂરી. ત્રીજાએ લીધો બરાસ ને ચોથાએ લીધું કપૂર. પાંચમાએ લીધું સુખડ ને છઠ્ઠાએ લીધું અગર. સહુએ સારાં કરિયાણાં લઈ લીધાં ! પાછળ રહ્યો ખારા જેવી માટીનો ઢગલો. બધા કહે, વળગાડો આ ધન્નાને. તે છોકરો શું સમજવાનો છે? એક વેપારી બોલ્યો : ધન્ના! તું વેપારનું મુહૂર્ત કરે છે. એટલે આ મીઠું લઈ જા. શુકન બહુ સારા થશે. બીજો કહે, શેઠ બરાબર કહે છે. ધન્ના મનમાં સમજ્યો : આ બધા મને છેતરે છે, પણ ફિકર નહિ. જોઈશું કોણ છેતરાય છે. ધન્નો કહે, ભલે, મારા ભાગમાં આ ખારો. ધનો ખારો લઈને ઘેર આવ્યો. બધા ભાઈ બોલ્યા જુઓ તમારો ડાહ્યો દીકરો. ખરા વેપારમાં પારખાં થાય ગામે સારાં સારાં કરિયાણાં લીધાં. ત્યારે ભાઈએ લીધી માટી. શું હોશિયાર છે ને! શેઠ પણ પૂછવા લાગ્યા : ધન્ના ! માટી કેમ લાવ્યો? સારું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36