Book Title: Chakravarti Sanatkumar Vir Dhanno
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 15
________________ ચક્રવર્તી સનતકુમાર ૧૩ એક વખત દેવસભામાં નાટક થતું હતું. દેવોનો રાજા ઇંદ્ર તથા બીજા દેવો તે જોતા હતા. એવામાં એક ખૂબ તેજસ્વી દેવ આવ્યો. બધા તેને જોઈ અંજાઈ ગયા. થોડી વારે તે ચાલ્યો ગયો. પછી દેવોએ ઇંદ્રને પૂછયું : “આવો રૂપાળો બીજો કોઈ દેવ હશે ?” ઇંદ્ર કહે, “અરે ! સનતકુમાર ચક્રવર્તીના રૂપ આગળ આ રૂપ શું હિસાબમાં છે !” એટલે સભાના બે દેવોને મન થયું, ચાલો તેમનું રૂપ તો જોઈએ. તેઓ બ્રાહ્મણનું રૂપ લઈ હસ્તિનાપુર આવ્યા. રાજમહેલે ગયા. ચક્રવર્તીને મળ્યા. દેવો તેમનું રૂપ જોઈને ચકિત થઈ ગયા. વિચારવા લાગ્યા, આ તો ઇંદ્રે કહ્યું તેના કરતાં પણ વધારે રૂપ ! સનતકુમારે પૂછયું : હે ઉત્તમ બ્રાહ્મણો! આપનું પધારવું કેમ થયું? તેઓએ જવાબ આપ્યોઃ તમારું રૂપ દુનિયામાં વખણાય છે તે જોવા આવ્યા છીએ. સનતકુમાર કહે, અરે ! મારું રૂપ જોવું હતું તો અત્યારે શું આવ્યા? સ્નાન કરીને હું પોશાક પહેરીશ. પછી રાજસભામાં જઈશ ત્યારે જોજો. એમ કહી નાહ્યા. પછી તેમણે સુંદર પોશાક ને ઘરેણાં પહેર્યા. પછી રાજસભામાં આવ્યા. ને પેલા બ્રાહ્મણોને કહ્યું : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36