Book Title: Chakravarti Sanatkumar Vir Dhanno Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 9
________________ ચક્રવર્તી સનતકુમાર રસ્તો તદ્દન કઢંગો. ગેંડાઓએ શીંગડાં મારીને પથરા ઉખાડેલા. થોડે દૂર જતાં તેને તરસ લાગી. તાપ સખત. હવા ને તરસે જીવ જતો હતો, એવામાં કોતરો શરૂ થયાં. એટલે નદી પાસે હશે એમ જાણી એ રાજી થયો, પણ કોતરો એટલે જમનાં મોઢાં. ચારે બાજુ જાનવરોનો ભય. થોડું ચાલતાંએક હરણનું ટોળું જોયું. એક મિનિટમાં તો તેની પાછળ પાંચ ચિત્તાને છલંગ મારતા જોયા. મહેન્દ્રસિંહે ભાથા પર હાથ મૂકયો, પણ ચિત્તા તો બીજી બાજુ જ ચાલ્યા ગયા. તેને બાણ ચલાવવું પડ્યું નહીં. એક પછી એક કોતરો તે વટાવવા લાગ્યો. થોડાં કોતરો વટાવતાં પાણીનો ઝરો નજરે પડ્યો. પણ ત્યાં શું હતું? એક સિંહણ અને સિંહ પોતાનાં બચ્ચાં સાથે ત્યાં બપોરા ગાળતાં હતાં. હવે શું થાય ? જરા દિશા બદલીને તે ચાલ્યો. ત્યાં ખડકમાંથી વહેતું એક વહેળિયું આવ્યું. હાથ કરીને તે ત્યાં બેઠો ને ઠંડું હિમ પાણી પીધું. હવે ભૂખ પણ કકડીને લાગી હતી એટલે થોડાં તાજાં ફળો તોડ્યાં ને ભૂખ મટાડી. આમ કરતાં સાંજ પડી એટલે તે મોટા ઝાડે ચઢ્યો. જરા અંધારું થતાં વાઘની ગર્જનાઓ અને શિયાળની લાળી સંભાળાવા લાગી. વનના રાજાઓ શિકાર ખેલવા લાગ્યા. મહેન્દ્રસિંહ પ્રભુનું નામ લેતો આખી રાત બેસી રહ્યો. બીજા દિવસનું વહાણું વાયું ને તડકો થયો એટલે તે આગળ ચાલ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36