________________
તા. ૧૦--૧૯૬૫ ] જૈન ડાયજેસ્ટ
[ ૬૯ મહાવીરની ઉચ્ચ અપ્રમત્તદશા થઈ હોય તો પણ ચતુર્વિધ સંઘ રૂ૫ પ્રભુ મહાવીરની સેવા ભક્તિમાં અપાઈ જવું જોઇએ.
- વિનય, સેવા અને ભકિતથી આત્મ મહાવીર ગુણ પર્યાયો વિકસે છે. પિતાના શરીરમાં જે આત્મા રૂપ મહાવીર છે તેવા સર્વ દેહધારીઓમાં આત્મા રૂપ મહાવીરે, અરિહતે, સિદ્ધો સર્વ નોની અપેક્ષાએ છે. એકેક આમ સ્વરૂપ માનીને માત્ર એકાંત નયને આગ્રહ રાખી, જે અન્ય ન વડે આત્મ મહાવીરનું સ્વરૂપ ઉથાપે છે તે અજ્ઞાની અને મિથ્યાત્વીએ છે. સર્વ નાની પરસ્પર અપેક્ષા વીકારીને જે આત્મ મહાવીરને જાણી સહે છે તે સમ્યકજ્ઞાની આત્મ મહાવીર રૂપે પ્રગટે છે.
શ્રી ચાવીસમા તીર્થંકર મહાવીર પ્રભુના ચાર નિક્ષેપ તેમનું ધ્યાન ધરું છું. તેમજ પૂજ અને સ્તવન કરું છું. તેજ મારે શુદ્ધ અને ઉચ્ચ આદર્શ છે. તેમજ તેવા રૂપે મારા આમ મહાવીરને પ્રગટાવવો તેજ મારૂં સાધ્ય કર્તવ્ય છે. ઓમ અહમ મહાવીર એવી રીતે પ્રભુ મહાવીર દેવનો એક દિવસમાં હજારે વાર જાપ જપ્યા કરું છું. અને ગૃહસ્થને તેમની દશા પ્રમાણે કર્તવ્ય ધર્મનો ઉપદેશ આપું છું અને તેઓના આત્મ મહાવીરને જાગૃત કરવા પ્રભુ મહાવીરનું ગાન ગાઉં છું. મહાવીર રૂપ થઇ ને મહાવીરને ભજવાથી મહાવીર થવાય છે, કહ્યું છે કે –
જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહિ જિનવર હવે રે; ઈયળ ભ્રમરીને અટકાવે, તે ભ્રમરી રૂપ જોવે રે.
(આનંદઘવ) જેવી ભાવના તેવી સિદ્ધિ. આત્માને મહાવીર પ્રભુ કરવાની ભાવનાથી . -આત્મ સ્વયં મહાવીર પ્રભુ બને છે.
રાગદ્વેષ રૂપ મહા મલેના વશમાં જે છે તે મહાવીર થઈ શકે નહિ. * રાગદેષ રૂપ મહા મલ્લોને જિતનારા આત્માએ મહાવીરે છે. કામાદિ વિકારો જેમ જેમ છતાય તેમ તેમ આત્માને આત્મ મહાવીર રૂપે આવિર્ભાવ થાય છે.