________________
[ ૧૪૩
ધીમેથી હંકારજે ઓ સારથી! હાલા !! રથમાં બેઠા છે મારા ત્રિશલાના જાયા !!!
જીવન પણ એક રથ જ છે ને ? રાગ અને દ્વેષના ચક્રો ન જાણે માનવીને કયાં ક્યાં દોરી જાય છે?
પરંતુ અવની લગામ સારથીના હાથમાં મજબૂત હોય તો ? -રથને તે ધારેલી દીશામાં વાળી શકે છે.
જીવન રથનું પણ તેવું જ છે. આ સંદેશ આપવા જ શું આ રથ તે અહીં ઊભો નથી ને ?