Book Title: Buddhiprabha 1915 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ ૧૬૨ બુદ્ધિપ્રભા श्री जिनविजयगणी. (અનુસંધાન ગતાંક પૃષ્ઠ ૧૩૬ થી.) શુદ્ધાભ બળવાળા જ આત્મજ્ઞાનના ઉંચ પ્રદેશમાં પિતાની મુસાફરી કરી શકે છે, એ વાત તેમના શરૂઆતના વૈરાગ્યથી તે છેવટ સુધી જણાઈ આવે છે, અને મોહ રાજાને જીતવાને શુદ્ધાત્મ બળની જ જરૂર છે એ ભાવ એમણે શ્રી આદિશ્વર ભગવંતના સ્તવનમાં જણાવેલ છે. શુદ્ધ આત્મસ્વરૂપે પ્રગટ કરવાનું નિમિત છનામ અને જનબિંબની સેનાના જ આ પંચમ કાળમાં પ્રાણીઓને આધારભૂત છે. છ આગમનું શ્રવણ કરવું અને તેને અભ્યાસ કરો અને તે નિયમને અનુસરી આપા પિતાનું સ્વરૂપ એળખી સ્વછતા પ્રકટ કરવી એજ ફળીતા છે, અને એ જ ભાવ આપણુ ચરિત્રના નાયકની કૃતિઓ પ્રગટ કરે છે. ને તેમાં તેઓ કેટલે અંશે ફતેહમંદ થયા છે એ આપણને સ્પષ્ટ સમજાય છે. છનામ અને જનબિંબના સેવનથી સ્વરૂપ પ્રકટ કરવાનું છે, એ ભાવનું જાણપણું જેમ જેમ આપણામાં વધશે તેમ તેમ આપણે વર્તમાન સ્થિતિમાં છીએ તેથી આગળ વધીશું એ નિ:સંશય છે. શ્રી જિનવિજયજીએ પિતાના ગુરૂ અને દાદાગુરૂનાં ચરિત્ર રાસના આકારે ગુઘેલાં છે એમ આપણે ઉપર જે ગયા. અને એજ રીતિએ શ્રી ઉત્તમવિજયજીએ પોતાના ગુરૂનું ચરિત્ર લખેલું છે. અને પંડિત ઉત્તમવિજયનું ચરિત્ર તેમના શિષ્ય શ્રી પદ્મવિજયજીએ લખેલું છે. શ્રી પદ્યવિજયજીનું ચરિત્ર તેમના શિષ્ય શ્રી રૂપવિજયજીએ લખેલું છે એ રીતિનું અનુકરણ વર્તમાનમાં થવાની જરૂર છે. પિતાના ગુરૂનું ચરિત્ર જેટલું તેમના શિષ્યના જાણ વામાં આવે તેટલું બીજાના જાણવામાં આવવાનો સંભવ કમતી છે. તેઓને પિતાના ગુરૂ ચરિત્ર લખે તે તેથી ગુરૂભક્તિ તરીકેની તેમની ફરજ અદા થાય છે, અને તેથી ભવિષ્યની પ્રજાને ઘણું ફાયદો થાય છે. વર્તમાનમાં જયંતિ ઉજવવાની શરૂઆત થઈ છે. એ જયતિઓ ઘણા ભાગે તેમના શિષ્યો માસું રહેલા હોય છે અથવા જે સ્થળ ઉપર તેમના શિષ્યને પ્રત્યક્ષ કે આડકતરી રીતે સંબંધ છેય છે ત્યાં ઉજવાય છે. અને તે છે કાળ સુધી ચાલે છે. જયંતિ નિમિત્તે ગુણોનું વર્ણન થાય છે અને તે પૃથક પૃથક છાપાઓમાં છપાઈ જાય છે પણ તેને સંગ્રહ થઈને તે ચરિત્રના આકારમાં પ્રગટ થયા સિવાય તે ભાવિ પ્રજાને ઉપયોગી થવાને સંભવ કમતી છે. જ્યારે જયંતિ ઉજવવાનો પ્રયાસ થાય છે, અને તે વખતે ઉક્ત માહાત્માએના ગુણાનુવાદ કરવામાં આવે છે તે પછી તેમનાં સત્ય ચરિત્રે જે વિવેચનસહ ખાઈ પ્રકટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે તે કેટલે બધે ફળદાયી નિવડશે તે ધ્યાનમાં લેવા જેવું છે. કાળાંતરે પુસ્તકના આકારમાં બહાર પડેલાં ચરિત્ર જ જળવાઈ રહેશે. વકીલ નદલાલ લલુભાઈ,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38