Book Title: Buddhiprabha 1915 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ ૧૭૬ બુદ્ધિપ્રભા. આવું જાણતા હતાં જે મનુષ્ય અપવ્યય કરી પિતાને કુટુંબના માટે પણ કંઈ નથી બચાવતા તે ધમેથી પરા મુખ થાય છે. તેઓ નારિતકથી પણ પુરા છે. કેટલાક લોકો એવા વિચાર કરે છે કે “ શું અમને કોઈ સાકાવ્ય નહિ કરે ? પણ આવા ત્રાસજનક શબ્દ ઇના મુખમાંથી નીકળવા ન જોઇએ. દરેકે “આપ સમાન બળ નહિ, અને મેઘ સમાન જળ નહિ” એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. હાલના સમયમાં કારીગર લોકો કે જેના ઉપર આપણે મુખ્ય આધાર છે. તેઓ એટલા બધા પૈસા કમાય છે કે જે કરકસરથી તે બચાવવામાં આવે તે તેઓ ધનવાન થઈ સ્વપરનું શ્રેય કરી શકે પણ આ લોકો બહુ ઉડાઉ રહે છે. તેઓ અદૂર હોઈ પિતાને હાનિ પહોંચાડે છે. એટલું જ નહિ પણ આખી જાતિને નુકસાન પહોંચાડે છે. ચડતીના સમયમાં મરજી મુજબ ખર્ચ કરી પડતીના સમયમાં આપતિમાં ફસાઈ જાય છે. આ સર્વ બાબત ઉપરથી મારે એમ કહેવાનો વિચાર નથી કે કૃપતાથી સંમેવન કરી મેટા ધનવાન (ખોટા ધનવાન) થવાની ઇચ્છા રાખવી. પશુતાથી ધન સંમેલન કરેલું કાંકરા બરોબર છે, મનુષ્ય ધન એકત્ર કરે એટલે ધનવાન કહેવાતું નથી પણ જે ધનને સંચય કરી સુમાગે વ્યય કરે તે ધનવાન કહેવાય. કરકસરને લોભ-લાલચસ્વાર્થ સાધન ઇત્યાદિ સાથે કાંઇ પણ સંબંધ નથી. ધન સંચય કરવાને બીજે આશય સ્વતંત્રતા મેળવવાને છે. સર્વે મનુષ્પાએ ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરવું અને કરકસરથી બચાવી સત્કા માં યથાશક્તિ વાપરવું. “વાલન કર ” ઘન સંચય કરવું એ મનુષ્યના જીવનને ઉદેશ નથી. અરદર્શિતા એ એક સાધ્ય રોગ છે. અરદર્શિતા ટળી જાય તે માણસ ભવિબને વિચાર કરી આવકમાંથી કંઈપણ બચાવે. ખરી રીતે જોતાં આપણું દેશને આધાર કારીગર વર્ગ ઉપર રહે છે તેનો અરદર્શિ હોય તે દેશની સ્થિતિ કયાંથી સુધરે ! તેઓમાંના ઘણ કુછ દમાં ધનને અપવ્યય કરે છે. કેટલાક મનુષ્ય કહે છે કે અમુક કાયા સારા નથી. અમુક રાજનીતિ આ પ્રમાણે ન હોવી જોઈએ, પણ હું કહું છું કે કોઈ પણ દેશની અન્યાયથી જેટલી હાનિ થઇ છે તેથી વધારે તે રાજ્યની પ્રજાની ખરાબ વાસનાથી થઈ છે. જોકે ઘણા ભાગે આળસ, અપવ્યય, અસંયમ, કુચરિત્ર આદિ અનેક દુમાં પડયા રહે છે અને સ્વપરને હાનિ કરે છે. તેઓને આ સર્વ ગુણો છેડી દઈ સાહસ અને વૈર્યથી આગળ વધવું ઉપયોગી છે. ઉપર કહ્યા મુજબ જેમ કારીગર વર્ગ મોટા ભાગે અપવ્યયી છે તેમ ભારતના બ્રાહ્મણ અને વૈોની પણ આવી સ્થિતિ છે. તેઓની આવક કાંઈ ઓછી નથી, દૈનિક ખર્ચ પણ કંઇ અધીક નથી છતાં તેઓની ખરાબ દશા આવી જાય છે. તેઓનું પાંચ પચીશ વર્ષથી પેટે પાટા બાંધી એકત્ર કરેલું દ્રવ્ય તેઓના છોકરા છોકરી પરણાવવામાં ઉડી જાય છે. તેમાંના કેટલાક કર્જ કરવું પડે છે અને ખરાબ સ્થિતિના ભોગ થવું પડે છે. આ સર્વ જાણ્યા બાદ એ પ્રશ્ન ઉઠે છે કે આ બુરાઈઓને દૂર કેવી રીતે કરવી ? આ બધી બુરાઇનું કારણ અજ્ઞાનતા છે. ભારતની અંદર વિઘાને પ્રચાર બચવાના ઉપાય, બહુજ ડે છે. જેઓને વિદ્યા આપવામાં આવે છે તેઓને એક તરફનીજ આપવામાં આવે છે. સ્ત્રીઓ કે જેના પર સર્વ ઉન્નતિને આધાર છે તે સૂર્ણ અને અભણ અવસ્થામાં છે. જ્યારે જ્ઞાનરૂપી સૂર્યને પૂર્ણ પ્રકાશ

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38