Book Title: Buddhiprabha 1915 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ જાપાનની આશ્ચર્યકારક ઉન્નતિ, ૧૬૩ . . - जापाननी आश्चर्यकारक उन्नति. (અનુસંધાન અંક ત્રીજાના પુલ ૭૩ થી.) “Knowledge is power”જ્ઞાન-એ મહા શક્તિ છે. જાપાનમાં થયેલાં બધાં પરિવર્તિતોમાં સર્વથી મહત્વનું શિક્ષણનું પરિવર્તન હતું. રાષ્ટ્રને જે સમયે જેવા પ્રકારનું શિક્ષણ જોઈએ-જનસમાજમાં જીવન વ્યવહાર-અને અપાતા શિક્ષ ની એકતા થઈ શકે, અને રાષ્ટ્રને પાયે શારીરિક અને માનસિક મજબુત થઈ શકે, એવા આવશ્યક શિક્ષણની જ જરૂર છે. અને એવા શિક્ષણ વિના પ્રજાની અગર રાષ્ટ્રની ખરેખરી ઉન્નતિ થવી અશકમજ છે. જે સમયે “મુસુહીરો” બાદશાહ સિંહાસનારૂઢ હતો, તે વખતે ઘણાજ થોડા માણસોને શિક્ષણ લેવા દેવાની આજ્ઞા હતી, ને સ્ત્રીઓને ભણવાને તે સખ્ત પ્રતિબંધ હતો. જે શિશુથી કાંઈ ધન કમાઈ શકાય-એવા શિક્ષણ તરફ ઉચ્ચ જતિઓ તે ઘણ-તિરસ્કારની નજરે જોતી હતી. તે લોકોનું જ્ઞાન--અને તેની પરિભાતિથોડી કવિતાઓ રચવી અને સાહિત્ય-શાસ્ત્રનું છે નાન મેળવું, એટલામાંજ થતી હતી. અને તેટલું તે ઘણું જ ગણાતું. સાધારણ રીતે જ નીચ જાતિઓ તે વાંચતાં લખતાં પણું જાણતી નહિ. નવા યુગમાં જે વખતે શિક્ષણ પ્રણાલિકા ચાલુ કરવામાં આવી તે વખતે, સમગ્ર જાપાન દેશમાં શિક્ષણને અભાવ હતો એમ કહ્યું ચાલો. તે પણ દીર્ઘદ્રષ્ટિ સુધારકોને તે આશા હતી કે, એક સમય એવો આવશે કે જાપાનમાં એક પણ કુટુંબ અશિક્ષિત રહેશે નહિ, ” શિક્ષણ વિના કેઈ પણ રાષ્ટ્ર, કદિ પણ ઉન્નતિના શિખરે પહોંચી શકનાર નથી એમ ચાસ લાગવાથી ગરીબો-કારીગરે અને સ્ત્રીઓને શિક્ષણ આપવાનું કામ પ્રથમજ ઘણું મુદ્દાનું કર્તવ્ય જણાયું, અને ત્યારથી તે આજ સુધીમાં જાપાન આ ઉદ્દેશ કદિ પણ ભુલ્યું નથી, સને ૧૯૧૨ માં આ કલંક જાપાનને માધી તદન ભુલાઈ ગયું. જાપાનમાં એક પણ મનુષ્ય અભણ નથી, ધીરે ધીરે શિયાણ પ્રણાલિકા બદલાતી ગઈ, એક પ્રણાલિકા એવી પ્રતિબદ્ધ કરવામાં આવી કે, સાહિત્યનું શિક્ષણ, ઉદ્યોગ-ધંધાનું શિક્ષણ, કલાકૌશલ્મનું શિક્ષણ, કારીગરીનું શિક્ષણ, વ્યાપાર-જ્ઞાન વિજ્ઞાન ને શારીરિક શિક્ષણ પૂરતી છૂટથી સાને આપવામાં આવવા લાગ્યાં. સને તે શિક્ષણ લેવાની ફરજ પાડવામાં આવી. પ્રારંભિક શિક્ષહુથી માંડીને ઉશમાં ઉચ્ચ શિક્ષણ જાપાનમાં આપવાનું શરૂ થઈ ગયું. તેમાં પણ મુખ્યત્વે કરીને શારીરિક અને નૈતિક શિક્ષણ પર વિશેષ લક્ષ આપવામાં આવતું હતું. છેકરાઓ અને બાળાઓ છ વર્ષની ઉમ્મરથી માંડીને ૧૪ વર્ષની ઉમ્મર થતાં સુધીમાં તેમને છ વર્ષ સુધી તે પ્રાથમિક કેળવણી મફત અને ફરજીયાત આપવામાં આવે છે. (જે પ્રણાલિકા ના. ગાયકવાડ સરકારના રાજ્યમાં પૂર જેસથી કામ કરી રહી છે.) આ કાયદો એટલો બધો મજબુતીથી અમલમાં આવ્યો છે કે, સને ૧૮૦૮-૧૦ માં ૩૮,૫૯,૯૫૭ ઓકરાએ તે ૩૪,,૮૪ર છોકરીએ, એટલે કુલ ૭૩,૧૭,૩૮૮ બાળકો કે જેમની અવસ્થા શાળામાં જવા જેવી હતી તેઓ શાળામાં જતાં હતાં. અને આ વર્ષમાં બાળકોની એકંદર ૨૬,૩૮૬ પ્રારંભીક શાળાઓ હતી,

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38