Book Title: Buddhiprabha 1915 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ બુદ્ધિપ્રભા. દ્વારા દર્શાવે છે. જેમ સુથારને પોતાની કુશળતા દર્શાવવાને માટે જરની અગત્ય પડે છે, તેમ આપણા આત્માને પોતાનામાં રહેલું અનંત સામર્થ દર્શાવવાને માટે સાધનની જરૂર પડે છે અને આ સાધન તે આપણું મન છે. સ્વયંપ્રકાશ આત્મા મનદ્વારા પિતાના પ્રકાશને પ્રકાશે છે. મનનું ઓજાર અથવા સાધન મગજ છે. મગજમાં રહેલાં કરડે સૂક્ષ્મ પુટ ( cells) કાર મન ક્રિયા કરે છે. આપણા મગજમાં રહેલાં આ કરે પુટને સધથળને જ આપણે કંઈ ઉપગ કરતા નથી. તેમને મોટો ભાગ વપરાયા વિનાને પડે રહે છે. મગજમાં સર્વ શક્તિઓ રહેલી છે, પણ મનુષ્ય જેને જેને અભ્યાસ કરે છે, તે તે શક્તિ તેનામાં ખાલી નીકળેલી જણાય છે. મગજના વિવિધ ભાગમાં રહેલી વિવિધ શક્તિમાંથી જે મનુષ્ય જે શકિતને કેળવે છે, તે શક્તિ તેનામાં ખીલી નીકળે છે, અને જે નથી કેળવતે તે નથી ખીલી નીકળતી. કઈ શક્તિ કોઈનામાં ખીલી નીકળેલી ન જણાય માટે તે તેનામાં નથી એવું લેશ પણું નથી. સર્વ મનુષ્યમાં સર્વ શક્તિ છે, પણ તે ન જણાવાનું કારણ માત્ર તે છે કે તેને પ્રકટ કરવા માટે જે પ્રયત્ન કરવો જોઈએ તે નથી કરવામાં આવતે. માવના સદા સિ: અર્થાત્ મનુષ્યના મનની જેવી ભાવના હેય છે, તે પ્રમગેજ તેને સિદ્ધિ મળે છે, એ શાસ્ત્ર વચન તમે અનેકવાર શ્રવણ કર્યું હશેજ, જે જે આપ ણને પ્રાપ્ત થયું છે, અને જે જે આપણાથી દૂર રહ્યું છે તેને તેને આપણું પ્રતિ આપનાર અને આપણાથી દૂર રાખનાર આપણી વૃત્તિ, ભાવના અથવા માનસિક સ્થિતિ છે. આથી, જે વિચારેના સેવનથી આપણી વૃત્તિનું અથવા માનસિક સ્થિતિનું સ્વરૂપ બંધાય છે, તે વિચારેના સેવનમાં નિરંતર અત્યંત સાવધાનતા રાખવાની અગત્ય છે. સર્વ વિદ્યાનું શિખર તત્વજ્ઞાન અર્થાત અધ્યાત્મજ્ઞાન છે. અનેક શાસ્ત્ર અને કળાએથી મનુષ્યનું મન સંસ્કારી થઈ તે ઉત્તમ જ્ઞાન ગ્રહણ કરવા પાત્ર થાય છે, તેથી સારો અને કળાએ એ સાધન છે અને જ્ઞાન એ સાધ્ય છે. અનેક માર્ગો અને અનેક સાધો હોય છે પણ સાધ્ય કરવાની વસ્તુઓ માત્ર ગણત્રીની જ હોય છે. સાધ્યનું પણ સાધ્ય તત્ત્વજ્ઞાન અર્થાત અધ્યાત્મજ્ઞાન છે, તે સત્ય હોવાથી સદાકાળ સાપરી રહ્યું છે. - હવે એ રીતે સાધન જે માનસિક સંપત્તિ અને સા. જે આધ્યાત્મિક સંપત્તિ, એ બનેને પરસ્પરને સંબધ નીચેના હgeત્તા દ્વારા પ્રતિપાદન કરવાને આ લેખને ઉદેશ છે. સુજ્ઞ વાચક વૃન્દ ! નીચેનું અનુપમ દષ્ટાન્ત ધ્યાનપૂર્વક વાંચશે, અને જે તેમાં સહેજ ઉંડા ઉતરશે તે સત્વરે જણાઈ આવશે કે, બહારથી દેખાતા ખુણા અર્થવાળા એ દષ્ટાતમાં કાંઈ જુદોજ ગુહ્ય અર્થ સમાએ છે, કે જે આ લેખના છેવટના ભાગમાં સ્પષ્ટ રીતે દર્શાવેલ છે. નીચેના દષ્ટાન્તમાં જે જે શબ્દ અને વાક્યો મેટા અક્ષરથી છાપેલાં છે તે ધ્યાનમાં રાખી અધ્યાત્મિક દૃષ્ટિએ મનન કરશે તેમ જણાશે કે તે સર્વે ગુહ્ય અર્થ દર્શક છે. એટલું જ નહિ પણ આ દષ્ટાન્તને એકે એક વાક્યમાં કોઈને કાંઈ નવું જ રહસ્ય અધ્યાત્મિક દષ્ટિએ મનન કરતાં જણાઈ આવશે. પ્રાચીન સમયમાં એક મહાન નૃતિને એક રાજકુમારી હતી. સૌદર્ય, રૂપ અને લાવ યતાને માટે અખિલ વિશ્વમાં તે અનુપમ હતી, અને શાસ્ત્રોમાં વર્ણન સાવિત્રી, વેલા, સ્ત્રી જાતિને આભૂષણરૂપ સર્વ સગુણાથી તે કુમારિકા અલંકૃત હતી. તે સમયે નજીકમાં જ એક બીજો રાજા હતા, તે પિતાનું આખું રાજ્ય ખોઈ બેઠા હતા. એક અગાધ અને ઉજ્જડ જંગલમાં તે પોતાની રાણી અને કુંવર

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38