Book Title: Buddhiprabha 1915 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ સાવિત્રી. iv સાથે જઈ રહ્યા હતા, જ્યાં તે દુઃખી જીવન ગાળતા, અને અધુરામાં પુરૂ તે વળી આંખે અધ થયા હતા. વિધાતાની ક્રૂરતા એટલે સુધી હતી કે તે રાજાને એક પળવાર પણ સુખ મળતુ નહિં, અને આંખોથી જરાક પણ દેખી શકતો નહિ. હવે જ્યારે પેલી રાજકુમારી પુખ્ત ઉંમરની શ્ર ત્યારે તે કુમારિકાના પિતા જૈનુ નામ પતિ હતુ તેણે પોતાની પુત્રીને પસંદ હોય તે પતિની સાથે તેનુ પાણિ ગ્રહણ કરવાની પૃછા જણાવી. પદભ્રષ્ટ થયેલા જે અધ રાજા જંગલમાં રહેતા હતા, અને જેનું નામ ધુમસેન હતું, તેના પુત્રને તે કુમારિકાએ પ્રથમથીજ પસંદ કર્યાં હતા; તે પુત્રનુ નામ સત્યવત હતું. પ્રાચીન સમયમાં કાંઈ પણ કાર્ય કરતા પહેલાં રાનએ અસલના મહાન ઋષિઓની હંમેશાં સલાહ લેતા હતા. રાનએ તેથી મર્ષિ નારદની સન્નાહ લીધી; પોતાની પુત્રીની પસંદગી બરાબર અને ભવિષ્યમાં સુખકારક થાય એવી હતી કે કેમ તે વિષે રાજાએ નારદને પૂછ્યું. નારદઋષિએ પોતાની શક્તિથી ભવિષ્ય જોયું અને કહ્યું કે પદ્મષ્ટ થએલા રાજાના પુત્ર કરતાં આ પૃથ્વી તા ઉપર બીજે કો! પણ પુરૂષ વધારે પ્રતાપી કે વધારે ગુણુવાન નથી; પરંતુ તે પસ'દગીમાં એક મારા વાંધે ઋષિએ એ ખતાગે! –તે પુત્ર લગ્ન થયા પછી ત્રણ માસમાં મૃત્યુ પામશે. તે કુમારિકાના પિતાએ પાતાના મન સાથે તત્કાળ નિશ્ચય કર્યો અને ઋષિને કહ્યું કે “ આ એકજ વાંધે એવા છે કે આપે તે પુત્રના જે અસંખ્ય ચુણા ગણાવ્યા તે બધાને તે ઢાંકી દે છે; ” અને હવે પોતાની પુત્રી તે વિષે શું ધારે છે તે જાણવા તેણે પુત્રીને પૂછ્યું. પુત્રીએ નિયણે જવાબ આપ્યા, “મેં મારા મનથી પસંદગી કરી છે; મે જે પુત્રને ધાર્યાં હતા તેજ પુષને મારૂ હદય સોંપી દીધું છે; એક કરતાં વધારે વખત એક સ્ત્રીનુ લગ્ન થઈ શકેજ નહિ; મારા નિશ્ચયને હું વળગી રહીશ; મારા હૃદયને હું અનુરક્ત થમ્સ; મારા ભવિષ્યના પતિમાં હું તલ્લીન રહીશ; ગમે તેમ થાય, તે પણ જે પુરૂષને મેં ધાર્યું છે તેની સાથેજ લગ્ન કરીન પોતાની પુત્રીના મત્તનથી જાણીતા થયેલા રાજાએ તે પુત્ર સાથે લગ્ન કરવા પાતાની પુત્રીને આજ્ઞા આપી; શાસક્ત રીતિએ બન્નેનું પાણી ગ્રહણ થયું; અને પોતાના પતિના નિવાસમાં તે પુત્રી ગઈ. ત્યાં પોતાના અનત ગુણાથી તે પુત્રીએ પાતાના પતિનું તેમજ પોતાના સસરાનું હૅત મેળગ્યું. એ રીતે થોડાક દિવસ સુખે નિર્ગમન કર્યું, એટલામાં તેના પતિના મૃત્યુને માટે ભવિષ્યમાં નિર્માણુ થયેલે દિવસ પાસે આવવા લાગ્યો. નિર્માણ થયેલા દિવસની અગાઉ ત્રણ દિવસથી તે સ્ત્રી કે જેનુ નામ સાવિત્રી હતું. તેણે ઉપવાસ કરવા માંડયા, એટલે પોતાના પતિના કલ્યાણને અર્થે સખ્ત વ્રત લીધું. તેના સસરાએ કહ્યું કે ત્રણ દિવસના લાંબા અને સખ્ત ઉપવાસ તે નાજુક ઔથી થવા અશક્ય છે પણ તે એ તા નિશ્ચય કર્યાં; ઉપવાસ શરૂ કરવાની તેણે આના માગી, અને વ્રત શરૂ કરવાની તેને માના આપવામાં આવી. હવે ત્રીજે દિવસે એટલે તેના પતિના મૃત્યુને માટે નિર્માણ થયેલા દિવસે, ધરના ઉપચૈગને માટે કાષ્ટ કાપી લાવવાને જંગલમાં જ્યાં તેના પતિ જતા હતા ત્યાં તેની સાથે જવાને માટે તે સ્ત્રીએ ધણી માજીરી અને આા માગી. આથી તેા તે સ્ત્રીનાં સાસુ અને સસરા ચમકયાં; અને તેમણે કહ્યું, “ અરે બાળક ! જંગલમાં કાંટાથી પથરાયેલા રસ્તા ઉપર ચાલવાને માટે તુ બહુ નાજીક છે; તારે તે ઘેરજ રહેવું જોઇએ; અને આવી આજ્ઞા તે આપી શકાયજ નહિ. ” પશુ તેણે તે ઘણાજ આગ્રહ કર્યા અને કહ્યું, “ આજે તો

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38