Book Title: Buddhiprabha 1915 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ બુદ્ધિમાં, મારા પતિની સાથે મારે જવું જ જોઈએ, મારાથી અહીં રહી શકાય નહિ;” અને એ રીતે તેને તે વખતે પણ આજ્ઞા મળી. હવે તે દંપતિ જંગલમાં ઘણે દૂર ચાલ્યાં, અને જ્યાંથી કાટ કાપવાનાં હતાં તે સ્થાન આગળ આવી પહોચ્યાં; અને એકાએક તેના પતિનું મસ્તક પીડાથી ધબકવા માંડયું અને તકાળ બેશુદ્ધ થઈને પિતાની સ્ત્રીના મેળામાં પડ; પિતાના પતિની સઘળી માવજત તે સ્ત્રીએ કરી, અને આખરે તેના પતિને આત્મા ક્ષશુભંગુર દેહને ત્યાગ કરવાને તૈયાર થતું જણા. દેહ ત્યાગ કર્યા પછી જીવને લઇ જવાને માટે યમરાજા ત્યાં દેખાયા. યમરાજા જોઇને તે સ્ત્રી-સાવિત્રીએ કહ્યું, “અહો, યમરાજ! આપના પ્રતાપી સિંહાસન ઉપરથી આપને જાતે અહીં શા માટે આવવું પડયું ? આપના પ્રધાનોમાંથી એકાદને અહી મેટલ વાથી ચાલી શક્ત.” તે સ્ત્રીને નીચે પ્રમાણે પ્રત્યુત્તર મળ્યો, “પતિવ્રતા સ્ત્રીની આકર્ષક પવિત્રતા એટલી બધી મહત્વ છે કે તે પવિત્રતાની સમક્ષ ઘણે દૂરથી પણ મારા પ્રધાને માંથી કોઈ જ ટકી શકે નહિ; અને તેટલા માટે, આ કાર્ય બજાવવાને યમરાજને પિતાને અહીં આવવાની જરૂર પડી છે.” હવે જ્યારે યમરાજાએ તે જીવને લેઈ જવા માંડે ત્યારે જ્યાં જ્યાં તે જંગલમાં થઈને યમરાજા તે જીવને લઈ ગયા ત્યાં ત્યાં આ પતિવ્રતા સ્ત્રી તેમની પાછળ ચાલી, અને તેને પૂછવામાં આવ્યું, “હવે તું શા માટે પાછળ પાછળ આવે છે? તારા પતિ પ્રત્યેની તારી કર હવે પૂર્ણ થઈ ગઈ છે, માટે તું હવે ઘર તરફ જ.” પણ તે તે હઠ પકડી રહી, અને કહ્યું, “મારા પતિની સેવા કરવી એના કરતાં મારે બીજી કોઈ પણ વધારે મોટી ફરજ નથી; મારા ઘેર જવાથી મને ગમે તે મળે તે કઇ ચીજથી પણ મારા પતિની મને ગયેલી બેટ પૂરાવાની નથી. ” તેણે તે યમરાજાની પાછળ ચાલવા માંડયું. તેના મધુર શબ્દો અને અડગ ભક્તિભાવથી યમરાજા પ્રસન્ન થયા, અને કહ્યું, “તમારા પતિના જીવ સિવાય ગમે તે વરઘન તમે મારી પાસે માગે, અને હું તે પૂર્ણ કરીશ.” તે સ્ત્રીએ કહ્યું, “મારા સસરાનું રાજ્ય મને એ છીનવી લીધું છે. પહેલું વરદાન હું આપની પાસે એ માગું છું કે તેમને પોતાનું રાજય પાછું મળે, અને તેમનું સર્વ દ્રવ્ય તેમને પાછું મળે.” યમરાજાએ કહ્યું, “તથાસ્તુ ! હવે તમે પાછાં જાવ.” હજી પણ તે સ્ત્રીએ યમરાજાની પાછળ ચાલવા માંડયું, અને પાછું કરવાને ના પાડી, અને ફરીથી પણ તેજ પ્રમાણે મધુર શબ્દ અને તેના પતિ તરફના તેના અડગ ભક્તિભાવથી યમરાજા બીજું વરદાન આપવાને તૈયાર થયા, અને તે સ્ત્રીએ કહ્યું, “મારા સસરા અધ થયા છે, મારી વિનંતિ એ છે કે, તેમને આંખની શક્તિ પાછી મળે.” યમરાજાએ બીજી વખત કહ્યું, “ તથાસ્તુ! હવે તે તું પાછી જ.” તો પશુ તે સ્ત્રીએ પાછી હઠ પકડી. પિતાની ધારણા પાર પાડયા સિવાય તે પાછી જવાની ન હતી. તેણે પ્રાર્થના કરી કે, “મારી કુખમાંથી એક સે દર્યવાન અને પુષ્ટ સંતાન ઉત્પન્ન થાવ.” તે સ્ત્રીના શબ્દોની મધુરતામાં તે ક્ષણે લીન થઇ ગયેલા યમરાજાએ કહ્યું, “તારી પ્રાર્થના પ્રમાણે થાય; તથાસ્તુ !” તુસ્તજ બીજી ક્ષણે આ અનુપમ સતીએ યમરાનના તરફ જોયું અને કહ્યું, “ અહે, યમરાજ! આપે હમણુજ જે વરદાન મને આપ્યું તે આપ બરાબર જાણે છે? અમારામાં સ્ત્રી બીજો પતિ કરી શકે નહિ એ આપ જાણે

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38