Book Title: Buddhiprabha 1914 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ બુદ્ધિામા. ઉધોગ એ જીવન યાત્રાને મુખ્ય આધાર છે. સ્ત્રી અને પુરૂષ એ એક સરખી મહત્તાના વિશ્વતંત્રમાં બે અંગ છે. તેનું ભાન કરાવશે. તત્વજ્ઞાનને સતત અભ્યાસ, સસંગ, પાપકાર, દયા, નીતિ, પરમ શમતા-ચારિત્રને મુક્તિ એ દરેકના જીવનના અંતિમ હેતુ છે, અને તેને દરેક મોડા કે વહેલા પામવા પ્રયનવાન થવું એ મનુષ્યને પરમ ધર્મ છે, એવું તે દરેક વીર બાળને શીખવશે. વર્તમાનકાળે પ્રચલીત કુસંપસ્વાર્થ અને કર્તવ્ય વિમુખતાથી પ્રતિક્રમણ કરાવી-જીવનના ધ્યેય તરફ દોરી જશે. આ તેના ટુંક જીવન રેખા અને તેની ભવિષ્યની કર્મભૂમિનું ટુંક દર્શન છે. अमारी नोंध. એ કોણ હશે કે જે સ્વધર્મની ઉન્નતિ અર્થે પોતાના સાહિત્યને પ્રકાશમાં લાવવાને શક્તિ અનુસાર પ્રયત્ન ન કરે? અને તે મુજબ સીધી દીશાએ કામ જૈન સાહિત્ય, કરનારા પિતાની ફરજ બજાવે છે એમ કહેવું ઘટીત છે. ભૂતકાળમાં અનેક મહાપુરૂષોએ પવીત્ર કરેલાં અને તીર્થાદિ વડે ગર્વ પામેલા મરભૂમિમાં આવેલા જોધપુર ગામે ગત માસમાં, જન સાહિત્ય સમેલનની બેઠક પસાર થઈ છે. મુનિ શ્રી ધર્મવિજયજી અને ડે, હરમન જેકોબીની મુલાકાતનો પ્રસંગ હઈ જોધપુરે તે કાર્ય ઉપાડી લઈ જતના બદલે તેને ગમે તેવા સંજોગોમાં પણ પાર પાડવાને ગર્વ મેળવ્યું છે. ત્યાં થયેલા ઠરાવો જોતાં ભિન્ન ભિન્ન દીશાએથી તથા પ્રકારના વિચારો ઉદ્દભવે એમ સંભવ છે. થયેલા ઠરાવો પૈકી સન્માન અને ઉપકાર દક ઠરા બાદ કરતાં બાકીના ૮ ઠરા જુદા જુદા કરવામાં આવ્યા છે જેમાં સાહિત્યનું રક્ષણ, પ્રકાસન, શોધખોળ, દ્રીપણું, અને વાંચનમાળાની જરૂરીઆત વિગેરે સ્વીકારવામાં આવ્યું છે. આપણી જયવંતી કોન્ફરન્સની મુંબાઈની અને તે પછીની બેઠક વખતે પુસ્તકેદારને લગતા ઠરાવના પેટા ભાગમાં તેવા ઠરાવ થયેલા છે જેને અમલ ઘણજ ઓછા પ્રમાણમાં થયે છે. મતલબ કે તેના ઉપર અમલ કેમ થાય છે તે હાલના સંજોગો વચ્ચે ચોકસ કહી શકાતું નથી. મુંબાઇની બેઠક વખતે મમ શેઠ ફકરભાઈ, વીરચંદભાઈ, લાલભાઈ અને મી. મોહનલાલ વિગેરેની લાગણથી અને હાશીમારીથી કામ કરનાર વ્યક્તિઓ હતી અને તેને લઇ તે વખતે જે ઉત્સાહ વ્યાપ્યો હતો તે સમય હાલ નથી. કોનફરન્સ તરફ ધણી વ્યક્તિઓના પ્રેમ અને પ્રયત્ન જેસલમીલને ભંડાર ખેલાવી શકાયો હતો તેમાં પણ સંપૂર્ણ ભંડાર જોતાં અડચણ નડી અને સંપૂર્ણ ટીપ થઈ શકી નથી. તેજ રીતે પાટણ વગેરેના ઘણા ભંડારોની ટીપ મેળવી શકાઈ નથી. (માત્ર પ્રત્યવલીને એકજ ભાગ બહાર પાડી શકાય છે, જ્યાં ગ્રન્થ માટે આ દશા ત્યાં પ્રાચીનતા દરક શીલાલેખો, તામ્રપત્ર ઇત્યાદિના સંશોધન અને પ્રાકટય માટે તે શુંજ કહેવું? કહેવાનો મતલબ એ છે કે ભિન્ન બિજ વ્યકિત બળના સંયુક્ત બળસુચક કૅન્ફરન્સ દેવીને સચેતન કરીશું અને તેને અખંડ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36