Book Title: Buddhiprabha 1914 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 35
________________ શ્રી મહાવીર જયની પ્રત્યે બે બોલ. ૩૫ જ્યારે મન નિર્મળ અને શાન્ત હોય છે, ત્યારે આત્માની જ્યોતિ તેના પર પડે છે; અને જીવ જ્ઞાન મેળવી શકે છે. આ ચાર ભાવનાઓમાં પણ દયા-પ્રેમ સર્વત્ર ઝળકી રહ્યા છે. પૂજય પુરૂષો તથા વડીલે તરફ પ્રેમ તે પ્રમોદ કહેવાય છે, ગુણમાં તથા જ્ઞાનમાં આપણું સમાન બંધુઓના પ્રેમને મૈત્રી કહે છે. અને આપણાથી જ્ઞાનમાં તથા ગુણમાં ઉતરતા મનુષ્ય તથા પશુ વર્ગ વગેરે ઉપરનો પ્રેમ તે કરૂણ કહેવાય છે. તે ઉપરાંત જે કંઈ પણ રીતે ન સમજી શકતા હોય એવા જી પર પણ દેવ ન કરતાં માધ્યસ્થ ભાવના રાખવાને શ્રી મહાવીર પ્રભુ ઉપદેશ આપે છે, અને આપણે જેને જે આ ચાર ભાવના રાખી આપણું વર્તન ચલાવીશું કે જ્યાં ત્યાં શાંતિ પ્રસરાશે. હલકી વર્ણના તેમજ ઉચ્ચ વર્ણના રાજા તેમજ રંક, સર્વ પ્રકારના છે, જેમને તેમને બોધ સાંભળવાનો પ્રસંગ મળ્યો, તેમના સવના ઉપર તેમની સ્થાયી અસર થઈ હતી, કારણ કે તેમના ચરિત્ર અને આત્મશક્તિનો પ્રભાવ અપૂર્વ હતો. • તેમણે જુદે જુદે સ્થળે ફરીને યમાં થતી હિંસાને નિષેધ કરાવ્યું અને લોકોને જણાવ્યું કે, જેવા આપણા પ્રાણું આપણને વહાલા છે, તેવા પણ માત્રના પ્રાણ તેમને પ્રિય છે. માટે પશુ હિંસા બંધ કરે. તેમના મહાન ઉપદેશ એ હતો કે “દર્ભના ઘાસ ઉપર રહેલા જળબિંદુ સમાન આયુષ અતિ ચંચળ અને અસ્થિર છે, માટે હે ગિતમ! તુ ક્ષણવાર પણ પ્રમાદ કરીશ નહિ” નિરંતર જાગૃત રહે, નિરંતર સાવધ રહે, અને પ્રાપ્ત થયેલા સમ યનો આત્મશુદ્ધિમાં આત્મસંયમમાં અને પરોપકારમાં સદુપયોગ કરો. આ તેમનો બોધ લક્ષમાં રાખી આપણે નિરંતર આ કામમાં મંડયા રહેવું એ આપણું પરમ કર્તવ્ય છે. બંધુઓ! શ્રી મહાવીર પ્રભુના પરમ પવિત્ર જીવનમાંથી જે થોડા ઘણા પ્રસંગે આપની સન્મુખ મુકવાને મને આ પ્રસંગ મળ્યો છે. તેથી મારી જાતને ભાગ્યશાળી માનું છું; અને પ્રાર્થના કરું છું કે આપ સર્વે મારી સાથે તે પ્રાર્થનામાં જોડાશે કે તે પરમ આત્માની કૃપાથી આપણું અજ્ઞાન દુર થાય અને આપણામાં સંપૂર્ણ શાંતિ ફેલાય, આ પવિત્ર માગને પ્રકાશ જગતમાં વિસ્તરે અને જૈનધર્મને અમ્યુદય થા. છેવટે તે શાસન ઉપકારી વીરપ્રભુને મનથી, વચનથી અને શરીરથી નમસ્કાર કરી મારું કથન પુરૂં કરું છું. श्री महावीर जयंती प्रत्ये वे बोल. અત્યારના જમાનામાં શ્રી મહાવીર પ્રભુની જયંતી ઉજવવાને આનંદિત વાયુ ચારે તરફ જેસર કુંકાઈ રહ્યા છે તે જોઈ કોને હણનંદ નહિ થતું હોય? કદાચ કોઈ પ્રશ્ન કરે કે આ તહેવાર ન વધારવાની શી જરૂર હશે? તે તે બંધુઓએ જાણવું જોઈએ. કે આ કંઈ નવીન યોજના કે નવીન વસ્તુનું પ્રતિપાદન નથી. આપણું સર્વે બંધુઓ તેમજ બહેને ભગવાન વીરને જન્મ તિથિને દિવસ કલ્યાણક તરીકે વરસોનાં વરસ થયાં ઉજવતાં આવ્યાં છે ને ઉજવે છે તે કોઇથી પણ અજાણે તે નહિ હશે. આ ફકત આપણે તેનું જમાનાનુસાર રૂપાંતર કરીએ છીએ. બાકી મૂળ વસ્તુ સ્થિતિમાં કંઇ ફેરફાર કરતા નથી. વળી કોઈ પ્રશ્ન કરે કે પર્વર પર્વમાં મહાવીર-પ્રભુના જન્મ વંચાય છે તે તે સંબંધમાં કહેવાનું કે કલ્પસૂત્રના અધિકારે તે દિવસે વંચાય છે અને વંચાવો પણ - જોઈએ પણ તેથી કરી પ્રભુની ખરી જન્મ તિથિએ તેમના ગુણનું યશગાન કરવું, તેમની ભકિતમાં તલ્લીન થવું, આનંદી થવું-ઘેર ઘેર મંગળ વાજાં વગડાવવાં, ઉપાશ્રયે, દેરાસરે

Loading...

Page Navigation
1 ... 33 34 35 36